________________
૨ ૨૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સાપેક્ષ પદાર્થનું નિરૂપણ કરવામાં આવે તો તે નય દુર્નય બની જાય છે. તે દેશના અપ્રમાણ બની જાય છે. તત્ત્વ દૃષ્ટિએ તો જેના દ્વારા આત્મામાંથી વિકારીભાવો નીકળે તેવી પ્રરૂપણા તે સુનય અને વિકારીભાવો વૃદ્ધિ પામે તેવી પ્રરૂપણા તેવો ઉપદેશ તે દુર્નય.
નચ અને પ્રમાણનો ભેદ પ્રમાણ જેમ શુદ્ધજ્ઞાન છે તેમ નય પણ શુદ્ધ જ્ઞાન જ છે છતાં બંનેમાં ફેર એટલો છે કે પ્રમાણ જ્ઞાન અખંડ વસ્તુને સ્પર્શે છે જ્યારે નય જ્ઞાન વસ્તુના અંશને સ્પર્શે છે. આમ બંને વચ્ચે મર્યાદાનો ભેદ હોવા છતા પ્રમાણથી અવિરુદ્ધ હોવાના કારણે બંને શુદ્ધ જ્ઞાન છે. પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ નય' દ્વારા થાય છે કેમ કે પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાન જ્યારે બીજાની આગળ પ્રગટ કરવામાં આવે છે. ત્યારે તે ખાસ મર્યાદામાં આવી જ્વાથી “નય” બની. જાય છે. એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દૃષ્ટિએ ઉત્પન્ન થતી જુદી જુદી યથાર્થ વિચારણા તે નય છે. જેમ વ્યક્તિ એક જ હોવા છતાં જુદી જુદી અપેક્ષાએ તેને કાકા-ભત્રીજો, મામા-ભાણેજ, પુત્ર-પિતા, સસરો-જમાઈ માનવામાં અને કહેવામાં આવે છે. નયને સમજવા માટેનું આ વ્યવહારુ ઉદાહરણ છે.
પદાર્થના ગુણધર્મને અનુલક્ષીને સુનય-કુનય નથી. પરંતુ દશ્ય પદાર્થને જોઈને એના પ્રત્યે આપણે કેવા ભાવ કરીએ છીએ તે ઉપર સંસારભાવ અને મોક્ષભાવ સમજવાનો છે. દેહભાવ અને દેહદૃષ્ટિ એ કુનય છે અને આત્મભાવ અને આત્મદ્રષ્ટિ એ સુનય છે.
કોઈપણ પદાર્થને રાગપૂર્વક જોવો-જાણવો નહિ અને જોયા - જાણ્યા પછી રાગ કરવો નહિ તે સુનય-દૃષ્ટિ છે. જ્ઞાતા-દ્રષ્ટા ભાવે રહેવું તે સુનય છે. રાગભાવ હટાવવો તે સુનય છે.
ચોથી દીપ્રા નામની દ્રષ્ટિમાં વર્તતા જીવો તે દ્રષ્ટિમાંથી નીચે ઉતરે નહિ અને ક્રમે કરીને ઉત્તરોતર અધ્યાત્મના માર્ગે આગળ વધે તે માટે તેમની અધ્યાત્મના વિષયમાં કેવી દ્રષ્ટિ અને વિચારણા હોવી જોઈએ તેનો ખ્યાલ હરિભદ્રસૂરિજી મહારાજ પ્રસ્તુત શ્લોકો દ્વારા આપી રહ્યા છે.
દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ એ બે જુદી ચીજ છે
અંતઃકરણની નિર્મળતા જળવાઈ રહે અને તે નિર્મળતા વૃદ્ધિ પામે તો જ દૃષ્ટિના માર્ગમાં આગળ વધાય. અન્યથા દૃષ્ટિના માર્ગમાંથી નીચે ઉતરવું બહુ સહેલું છે. પદાર્થ કેવો છે? તેનું શું સ્વરૂપ હોવું જોઈએ? તેનો નિર્ણય કરવા માટે દ્રવ્યાનુયોગની વ્યવસ્થા છે. પરંતુ પદાર્થ પ્રત્યે કેવો અભિગમ અપનાવવામાં આવે તો જીવનું કલ્યાણ થાય એ અધ્યાત્મનો વિષય છે અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org