________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨ ૧૯ અનિત્ય માનવામાં આવે તો પછી મોક્ષ માટેનો પુરુષાર્થ જ ન ઘટી શકે અને જો તે ન ઘટે તો પછી મોક્ષ પુરુષાર્થ નાશ પામી જાય અને જીવને મોક્ષની પ્રાપ્તિ જ ન થાય અને મોક્ષની પ્રાપ્તિ ન થાય તો પછી જીવને ભવોભવના દુ:ખમાંથી મુક્તિ કેવી રીતે થાય? અને પોતાના આશ્રયે આવેલા શિષ્યોનું દુખ દૂર કરવું અને તેઓને શાશ્વત સુખના અધિકારી બનાવવા એ તો તેઓનું લક્ષ્ય હતું જ.
માટે આત્માને નિત્ય માનવામાં આવે અને તેનો ઉપદેશ આપવામાં આવે તો જ જીવોનું કલ્યાણ થાય એવું તેમને પ્રામાણિકપણે વિચારતા લાગ્યું અને તેથી આત્મા નિત્ય છે એવી દેશના આપી.
- તેજ રીતે સુગતે આત્મા અનિત્ય છે એવી પર્યાયાસ્તિક નયપ્રધાન દેશના આપી તેનું કારણ તે કાળમાં જીવો ભોગમાં ડૂબેલા હતા અને આ ક્ષણિભોગમાં ડૂબેલા જીવોને તેની અનિત્યતા, પરિવર્તનશીલતાનો બરાબર ખ્યાલ આપવામાં આવે તો ક્ષણિક ભોગોમાંથી તેમની આસક્તિ ઘટે અને વૈરાગ્ય પામે તેથી તેઓએ તે રીતની દેશના આપી. આમ તે તે કાળમાં થઈ ગયેલા તે તે વ્યષિઓને સર્વજ્ઞવચનને અનુસાર તે તે નય સાપેક્ષ છે તે આત્માદિ પદાર્થનો યથાર્થ બોધ હતો છતાં તે તે નયને આગળ કરીને જે દેશના આપી તેમાં તો તે જીવોનું તે રીતે દેશના આપવામાં આવે તો જ હિત થાય એવું તેમના જ્ઞાનમાં તેમણે જોયું હતું માટે તે રીતે દેશના આપી હતી.
આમ હરિભદ્રસૂરિજી મહારાજ ચોથી દ્રષ્ટિમાં વર્તતા જીવોને તેમના હિતાર્થે આવું સમાધાન આપી રહ્યા છે કે કપિલ, સુગાદિ ક્યાં તો સર્વજ્ઞ છે. અથવા તો સર્વજ્ઞના અનુયાયી છે. અર્થાત્ સર્વજ્ઞના વચનને સર્વથા સત્ય માનીને ચાલનારા છે. બેમાંથી ગમે તે હોય તો પણ તેઓ મહાન જ છે. આદરણીય છે પરંતુ નિંદનીય નથી. તેઓ ભવભીરૂ હતા. પાપથી ડરનારા હતા. સ્વ અને પરનું હિત કેમ થાય તે જ જોનારા હતા માટે પોતાના આશ્રયે આવેલા જીવનું શ્રેય થાય એ જ તેમનું લક્ષ્ય હતું.
દષિદેશનાનું મૂળ પરમાર્થથી સર્વજ્ઞ દેશના જ છે. સર્વજ્ઞવાણી જગતમાં પ્રમાણ ભૂત છે. તેમાં કોઈપણ આત્માનું અંતઃકરણ ન દૂભાય તે રીતે જ તે નય સાપેક્ષ વચનનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વજ્ઞ વાણીમાં નય નિરપેક્ષ કોઈ પ્રયોગ નથી. જેમ તે તે નય સાપેક્ષ પદાર્થનું સ્વરૂપ શું છે? તેનો જેમ વિચાર સર્વજ્ઞ શાસનમાં યથાર્થ કરવામાં આવ્યો છે તેમ તે તે નય સાપેક્ષ પદાર્થનો ઉપદેશ આપતા પહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળા વગેરે જોવાનું પણ ખાસ વિધાન છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં જે નય સાપેક્ષ પદાર્થનો ઉપદેશ આપવાનો હોય તેનાથી ભિન્ન નય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org