________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨ ૧૭
જેમ એક સરોવર હોય તેમાંથી દરેક વ્યક્તિ પોતાની પાસે રહેલ પાત્રના આધારે પાણીની પ્રાપ્તિ કરી શકે છે. તેમ સર્વજ્ઞ પરમાત્માની દેશના સાંભળતા યોગ્યજીવો પોતાના ક્ષયોપશમને અનુસારે લાભ પામે છે. પ્રભુની દેશના સાંભળતા કેટલાક જીવો માર્ગાનુસારી બને છે. કેટલાક સમકિત પામે છે. કેટલાક દેશવિરતિ પામે છે તો કેટલાક સર્વવિરતિ પામે છે.
નિમિત્તકારણ અને ઉપાદાન કારણ બેનો યોગ થતાં કાર્ય થાય છે. દેશના રૂપી નિમિત્ત સામગ્રીને ઉપાદાન એવો આત્મા જ્યારે તેને પોતાની અંદરમાં ઝીલે છે ત્યારે ઉપાદાન એવા આત્માની પરિણતિનું ઘડતર થાય છે. જેમ જેમ ઘડતર થતું જાય છે તેમ તેમ ઉપાદાન-આત્માની યોગ્યતા વધતી જાય છે અને અંતે તે જ આત્મામાં વિશેષ વિશેષ ધર્મની પ્રાપ્તિ થાય છે. ઉપાદાન કારણભૂત આત્માની ગમે તેટલી યોગ્યતા હોય પણ તેને તરવા માટેના નિમિત્તભૂત શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તો તે આત્મા આગળ વધી શકતો નથી. મતિજ્ઞાનમાં શ્રુતજ્ઞાન ઝીલાય છે. શ્રુતજ્ઞાનને પામીને મતિજ્ઞાનમાં સુધારો થાય છે. અને આ સુધારો તે જ ક્ષયોપશમભાવ છે. શ્રુતજ્ઞાનને પામીને જ્યારે મતિજ્ઞાનમાંથી વિકારો દૂર થાય છે ત્યારે મતિજ્ઞાનમાં જે સુધારો થાય છે તે પારમાર્થિક છે અને આ વિકારો દૂર થવાથી જ જીવ સમ્યકત્વાદિ ધર્મ પામે છે તે માટે શ્રુતજ્ઞાન, પ્રભુની દેશના અમોઘ કારણ છે. માત્ર વસ્તુનો બોધ થવો તે સામાન્ય લાભ છે જ્યારે ઉપયોગમાંથી વિકારીભાવો દૂર થઈ વૈરાગ્ય, ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ થવી એ પારમાર્થિક લાભ છે, પ્રભુની દેશના દ્વારા યોગ્ય જીવોને પોતાના તથાભવ્યત્વના અનુસારે આવો પરમાર્થિક લાભ થાય છે.
“ભવ ઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છો વેધ અમોઘ રે, રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન થોક રે, દેવવિશાલ જીણંદની, તમે ધ્યાવો તત્ત્વસમાધિ રે” દેવચંદ્રજી મહારાજ.
સંસારી જીવોના ઉપાધિ રૂપી રોગને ટાળવા પ્રભુ અમોઘ વૈધ છે અને તે પ્રભુ જગતના જીવોને રત્નત્રયીનું દાન કરીને વિરોગને દૂર કરે છે. જગતમાં આત્મભ્રાંતિ જેવો બીજો કોઈ રોગ નથી. રત્નત્રયી જેવું કોઈ ઔષધ નથી અને તીર્થંકર પરમાત્મા જેવા બીજા કોઈ વૈદ્ય નથી. જેમ વાત, કફ અને પિત્તના રોગથી પીડાતા દર્દીને કોઈ ધવંતરી વૈધનો યોગ થઈ જાય તો તે એવા જ
ઓષધનો પ્રયોગ કરે કે જેનાથી તેનો રોગ અવશ્ય દૂર થાય જ. તે જ રીતે ધવંતરી વૈધ સમાન સર્વજ્ઞ પરમાત્માનો યોગ થયે છતે આત્મભ્રાંતિ રૂપી રોગ જીવોનો અવશ્ય દૂર થાય જ. જીવોની પ્રકૃષ્ટ યોગ્યતા, રત્નત્રયી રૂપી ઔષધ અને એના દાતા સર્વજ્ઞ પરમાત્મા આ ત્રણેનો ત્રિવેણી સંગમ મળે પછી જો ભવરોગ દૂર ન થાય તો કોનાથી થાય? સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી આજ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org