________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૧૫
સમતાભાવે સહન કરે છે. શુભ ભાવનાથી આત્માને ભાવિત કરે છે, એના દ્વારા ઉત્તરોત્તર ગુણોનો એવો વિકાસ ઊભો કરે છે કે નવમે ભવે સમરાદિત્ય મહર્ષિ બની કેવલજ્ઞાન પામે છે. વિજયસેન આચાર્યના સમાગમે જાગેલો. વૈરાગ્ય,એમાંથી સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિના પરિણામ, એક રાત્રિકી પ્રતિમા-ઉપસર્ગમાં સમતા- આ દ્વારા એવી સાનુબંધતા ઉભી થઈ કે જેનાથી આત્મકલ્યાણ સાધી લીધું.
ભવરૂપી વ્યાધિનો નાશ કરવા માટે શ્રેષ્ઠ વેધ સમાન આ સર્વજ્ઞ મહાત્માઓ પોતાના શિષ્યોને જે રીતે બીજાધાન થાય તેને માટે અપેક્ષિત ભવોગ જે રીતે પ્રગટે અને તે બીજાધાન ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ વડે સાનુબંધ બને તેનો ખ્યાલ રાખીને દેશના આપે છે માટે જુદા જુદા કાળને આશ્રયિને અપાયેલી ભિન્ન ભિન્ન દેશના પણ ફળની અપેક્ષાએ તો એક સરખી જ હતી.
एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः ।। अचिन्त्यपुण्यसामर्थ्यात् तथा चित्राऽवभासते ॥ १३६ ॥ પ્રકારાન્તરથી દેશનાના ભેદને કહે છે -
જો બધા સર્વજ્ઞોમાં એકસરખાપણું જ છે તો પછી બધાની દેશના જુદી જુદી કેમ છે ? તેનું બીજી રીતે સમાધાન હરિભદ્રસૂરિજી મહારાજ આપી રહ્યા છે.
તે સર્વજ્ઞોના મુખમાંથી નીકળેલી દેશના તો એક જ પ્રકારની હતી પરંતુ તે તે જીવોને પ્રતિબોધ કરવાના આશયથી તે તે સર્વજ્ઞોએ ઉપાર્જન કરેલું પુણ્ય અત્યંત તીવ્ર હતું. બધા જ જીવોને ધર્મ પમાડવાની ઉદાત્ત ભાવના તેમના હૃદયમાં રમતી હતી અને તેના કારણે તેઓએ મહાપુણ્યનો સંચય કર્યો હતો તે પુણ્યનો પરિપાક થવાથી એવો ચમત્કાર સજાર્યો કે શ્રોતાઓને પોતાના તથાભવ્યત્વને અનુસાર એક એવી પણ દેશના ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામી. એક એવી પણ વસ્તુ દરેક જીવોને પોત પોતાની કક્ષા અનુસાર ભિન્ન લાભ આપનારી થઈ શકે છે.
દરેક જીવોમાં મોક્ષે જવા માટેનો ભવ્ય સ્વભાવ એક સરખો હોવા છતાં તથાભવ્યત્વ દરેકનું જુદું જુદું હોય છે અને તેથી જ દરેક જીવો ભિન્ન ભિન્ન કાલે, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન પ્રકારના નિમિત્તને પામીને તેવા તેવા પ્રકારનો પુરુષાર્થ કરે છે. કોઈક જીવ અલ્પ પુરુષાર્થથી ક્ષપકશ્રેણી માંડે છે તો બીજા જીવને ક્ષપકશ્રેણી માંડવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. બહષભદેવ ભગવાને આત્મકલ્યાણ કરવા માટે રાજપાટ છોડ્યા, ચારિત્ર લીધું. એક હજાર વર્ષ સુધી ઘોર સાધના કરી. પ્રભુ એક હજાર વર્ષ સુધી પલાંઠી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org