________________
૨ ૨ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કપિલ, સુગત વગેરેની દેશના સર્વજ્ઞ મૂલક જ છે તેથી કરીને સર્વજ્ઞના અભિપ્રાયને જાણ્યા વિના વર્તમાનદર્શી પ્રમાતાઓએ સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો, સર્વજ્ઞનો અપલાપ કરવો તે બરાબર નથી
| સર્વજ્ઞ જે અતીન્દ્રિય પદાર્થોનું વર્ણન કરે છે તે અતીન્દ્રિય પદાર્થો આપણને પ્રત્યક્ષ દેખાતા નથી કારણ આપણું મતિજ્ઞાન આવરણવાળું છે. આવરણના કારણે જગતમાં જેટલા જેટલા પદાર્થો છે તેમાંથી અનંત બહુભાગ પદાર્થોને આપણે જાણી શકતા નથી. અને જે અનંતમાં ભાગના પદાર્થોને જાણીએ છીએ તે પણ તેના અમુક ધર્મોથી જ જાણીએ છીએ. સંપૂર્ણ પણે નહિ. આ છે આપણી સંસારી અવસ્થા.
કેવલજ્ઞાનચક્ષુ વિના આપણે ચર્મચક્ષુથી દેખતા હોવા છતાં પણ અંધતુલ્ય છીએ એટલે આંધળાને માટે લાકડી સમાન એવા પરોક્ષજ્ઞાનવડે છમસ્થોનો
વ્યવહાર ચાલે છે. આંધળો હાથ લગાડીને સ્પર્શદ્વારા વસ્તુને જેમ જાણે તેમ દિવ્યચક્ષુથી અંધ બનેલા આપણા માટે આ શાસ્ત્રજ્ઞાન હસ્તસ્પર્શ તુલ્ય છે. તેના દ્વારા છમસ્થ જીવો પદાર્થો વિશે વ્યવહાર ભલે કરી શકે પણ યથાવત કેમ જાણી શકે? .
अन्तरा केवलज्ञानं छद्मस्थाः खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शास्त्रज्ञानं तद्व्यवहारकृत् ॥१०॥
અધ્યાત્મોપનિષદ્ - ૧ ઉપાધ્યાયજી મહારાજ. સર્વની દેશનાના ભેદ અંગે સમાધાનની વિચારણા કર્યા પછી હરિભદ્રસૂરિજી મહારાજ કહી રહ્યા છે કે અતીન્દ્રિય પદાર્થો એ છાર્મસ્થિક જ્ઞાનનો વિષય નથી એતો કેવલજ્ઞાનનો વિષય છે. છતાં સ્વમતનો રાગ અને અન્યમતના દ્વેષને કારણે પક્ષપાત દૃષ્ટિથી આપણે કહીએ કે “અમારા ભગવાન સર્વજ્ઞ છે તેમણે જે કહ્યું તે જ યથાર્થ છે. તમારા ભગવાન સર્વજ્ઞ નથી.” એ અર્વાગદર્શપ્રમાતા, સજ્જનપુરુષોને માટે શોભાસ્પદ નથી. જગતમાં સજ્જનપુરુષોનું એ સ્વરૂપ છે કે તેઓ યુક્તિ વિરુદ્ધ, ન્યાય વિરુદ્ધ, લોક વિરુદ્ધ, કશું બોલે નહિ. તે જે કંઈ બોલે તે યુક્તિયુક્ત જ હોય. ન્યાય, નીતિ અને સદાચારના માર્ગથી યુક્ત હોય તેમજ બીજાને હિત કરનારું હોય.
રાગ-દ્વેષ અંદરમાં પડેલા હોવા છતાં એ રાગ-દ્વેષની અસર તળે આપણે ન આવીએ તો જ આપણો વ્યવહાર પક્ષપાતવિનાનો બને. પક્ષપાતવાળી વ્યક્તિની જગતમાં કોઈ કિંમત નથી. એટલા માટે ન્યાયાલયમાં - ઉચ્ચ સ્થાનોમાં નિષ્પક્ષપાતી અને બુદ્ધિશાળી આત્માઓની ગોઠવણ કરવામાં આવે છે. જગતમાં ઉચ્ચ સ્થાને રહેલી વ્યક્તિઓ જ્યારે પક્ષપાતી બને છે, પ્રામાણિકતા અને મધ્યસ્થતા ગુમાવે છે ત્યારે જગતને ઘણું નૂકસાન થાય છે, દરેક ક્ષેત્રમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org