________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૧૧
ગુણકારી છે. તત્ત્વ અને અતત્ત્વ પ્રત્યે સમભાવ રૂપ માધ્યસ્થતા કે ચોથી દૃષ્ટિવાળા જીવો માટે ગુણકારી છે જેના બળ ઉપર તેઓ આગળ જઈને પાંચમી દૃષ્ટિનો સૂક્ષ્મબોધ પામી જવાના છે તે માધ્યસ્થતા ચોથી દૃષ્ટિમાં તો. જ ટકે જો તેઓ કોઈ એકને સર્વજ્ઞ ન માનતાં કોઈ એકને ગુરુ ન માનતાં બધા જ દર્શનોના પ્રણેતાને સર્વજ્ઞ માને બધા જ દર્શનોમાં રહેલાને ગુરુ તરીકે માને અર્થાત સર્વજ્ઞ તરીકે બીજાનો અપલાપ ન કરે તો તેના અંતઃકરણની નિર્મળતા, ગુણગ્રાહિતા, જળવાઈ રહે. જેથી યોગ્ય નિમિત્ત મળતા પુરુષાર્થ ફોરવી ગ્રંથિભેદ કરી સૂક્ષ્મ બોધ પામી શકે આવી દીર્ઘદ્રષ્ટિ ગ્રંથકારના હૃદયમાં છે તેથી આવો ઉપદેશ આપી રહ્યા છે.
વળી બીજી એક વાત એ પણ છે કે સામાન્યથી દરેક કુળમાં જન્મેલા આત્મા પોતાના જ દેવને ઇષ્ટદેવ તરીકે - સર્વજ્ઞ તરીકે - પૂજ્ય તરીકે માનતો હોય છે અન્યના દેવને દેવ તરીકે માનવા તેની બુદ્ધિ તૈયાર થતી નથી તેથી તે આત્માઓ પણ અભિનિવેશમાં આવી દષ્ટિમાર્ગમાંથી દૂર ન ચાલ્યા જાય તે માટે તેઓને આવો ઉપદેશ આપવો જરૂરી છે. આવા ઉપદેશને તેઓ ઝીલે તો જ પોતાની દૃષ્ટિ ટકાવી શકે. મહાપુરુષોના ઉપદેશ વિના સામાન્યથી જ જીવને પોતાની મેળે દરેક દર્શનના પ્રણેતાને સર્વજ્ઞ માનવાની વૃત્તિ કેવી રીતે જાગે? એ શક્ય નથી. એમ ગ્રંથકાર પોતાના જ્ઞાનના બળે જોઈ રહ્યા છે તેથી આ ઉપદેશ આપી રહ્યા છે.
અને એટલા જ માટે જ્યારે સિદ્ધરાજ જયસિંહ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ને પૂછે છે કે ભગવન્! કયો ધર્મ શ્રેષ્ઠ છે? ત્યારે હેમચંદ્રાચાર્ય જૂએ છે કે હજુ સત્ય ધર્મને સમજવાની - પામવાની યોગ્યતા નથી, તેથી તેને કહે છે રાજ! તમે બધા જ દેવોની ભક્તિ કરો, બધા જ ગુરુઓની ઉપાસના કરો એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. કારણ કે આના દ્વારા જ તેનું કલ્યાણ થાય તેવી સંભાવના જૂએ છે.
| ઉપદેશ આપનાર ઉપદેશકની આ કુશળતા હોવી જરૂરી છે કે જેને ઉદ્દેશીને ઉપદેશ અપાઈ રહ્યો છે તેના દ્વારા તેનું અવશ્ય હિત થવું જોઈએ તેથી કરીને તે આત્મા વિકાસની કઈ ભૂમિકાએ ઉભો છે? તેના હૃદયમાં કોનું સ્થાન છે? તે કોને શ્રેષ્ઠ માને છે? તેની પરિણતિમાં ક્યા ક્યા બાધક તત્ત્વો પડેલા છે? કયા સાધક તત્ત્વો પડેલા છે? આ બધું અવશ્ય જોવું જોઈએ. અને પછી તે આત્મા માટે હવે કયો ઉપદેશ આપવો ઉચિત છે તે વિચારવું જોઈએ. ઉપદેશકનો ઉપદેશ સાંભળીને સામો આત્મા કદાગ્રહી ન બને, કષાયી ન બને, સંઘર્ષપ્રિય ન બને પણ નિરાગ્રહી બને, ઉપશાંત બને, અને મૈત્રી વગેરે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org