________________
ચોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૨૦૯ બુદ્ધ તો સર્વજ્ઞ છે જ નહિ, તેના ઉપદેશ દ્વારા કયારે પણ યોગની દૃષ્ટિ પમાય નહિ, આત્મ કલ્યાણમાં આગળ વધાય નહિ. તે જ રીતે બોદ્ધ દર્શનમાં જન્મેલ વેદાંત દર્શનના સર્વજ્ઞનો અપલાપ કરે તો તે રીતનો અપલાપ યુક્ત નથી કારણ કે આ દૃષ્ટિમાં રહેલો આત્મા પોતાને ઈષ્ટ સર્વજ્ઞને માનીને તેના ઉપદેશ અનુસાર ચાલે તો તે દૃષ્ટિના માર્ગમાં આગળ વધી શકે છે.
અહિંયા કપિલ, સુગત વગેરેને સર્વજ્ઞ માનીને ચાલવામાં જે ચોથી. દૃષ્ટિવાળા જીવોનું હિત છે એમ માનીને ગ્રંથકાર કપિલ, સુગત વગેરેને સર્વજ્ઞા કહી રહ્યા છે. જેમ એક અનિત્યવાદીની બુદ્ધિમાં બધું અનિત્ય જ છે એવું જોરશોરથી બેસી ગયું હોય તો તેને તે કટાવવા પદાર્થ નિત્ય જ છે આવો જ' કાર પૂર્વકનો પણ ઉપદેશ આપે તો તે વખતે ઉપદેશકને અપેક્ષાએ પદાર્થ અનિત્ય પણ છે એમ ખ્યાલ હોવા છતાં પણ નિત્યત્વનું જોરશોરથી પ્રતિપાદન કરે તો તે ખોટું નથી. તેમ આ દૃષ્ટિમાં રહેલા આત્માઓ કે જે પોતે પોતાના જ દેવને સર્વજ્ઞ તરીકે માનીને બીજા સર્વજ્ઞનો અપલાપ કરતા હોય તો તે વખતે તેમાંથી તેમને બચાવવા કપિલ, સુગાદિ બધા સર્વજ્ઞ જ છે એવું પ્રતિપાદન કરવું તે અયુક્ત ન ગણાય.
આવો ઉપદેશ આપવાનું કારણ એ છે કે એ આત્માઓ તત્ત્વના ખપી. હોવા છતાં અજ્ઞાનથી યુક્ત છે એટલે જ્યાં સુધી તેમનામાં અજ્ઞાન પડેલું છે
ત્યાં સુધી તેઓ જો કોઈ એકને જ સર્વજ્ઞ તરીકે માને અને બીજાને સર્વજ્ઞા તરીકે ન માને તો સંભવ છે કે તેઓ બીજાનો અપલાપ કરે અને આ રીતે પોતાના કુળને જ તરીકે જે દેવ માન્ય હોય તેને સર્વજ્ઞ તરીકે માનીને બીજાનો જો અપલાપ કરવામાં આવેતો તેમની માધ્યસ્થ પરિણતિ, ગુણગ્રાહી દ્રષ્ટિમાં આંચ આવે અને કયારેક ખોટો અભિનિવેશ પણ આવી જાય. તત્ત્વનિર્ણયના અભાવ કાલમાં જ માધ્યસ્થ પરિણતિ, ગુણગ્રાહી દ્રષ્ટિ ન ટકે અને ખોટો આગ્રહ આવી જાય તો તો જીવને જે આગળ જઈને જેના બળ ઉપર તત્ત્વબોધ થવાનો છે તેની યોગ્યતા જ નાશ પામી જાય. પાંચમી દ્રષ્ટિમાં રહેલ તત્ત્વબોધ-સૂક્ષ્મબોધ પામવા માટે ઉપરોક્ત ગુણો ખૂબ આવશ્યક છે. અધ્યાત્મના માર્ગમાં આગ્રહ, કુતર્ક વગેરે પ્રતિબંધક છે. જે જીવને દૃષ્ટિમાંથી બહાર ક્કી દે છે. એટલે એ આત્માઓ પોતે ચોથી દ્રષ્ટિમાં ઉત્તરોત્તર આગળ. વધે, ગુણો વિકાસ પામે અને આગળ જઈને ગ્રંથિભેદ કરી શકે એ માટે ગ્રંથકાર તેઓને આ સંભવિત નુકસાનથી બચવા બધાને સર્વજ્ઞ માનવાનો. ઉપદેશ આપી રહ્યા છે.
જ્યાં સુધી જીવમાં તત્ત્વને સમજવાની યોગ્યતા પેદા ન થાય અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org