________________
૨૦૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. રોકેટો અને ઉપગ્રહો છોડવા સહેલા છે પણ કદાગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ છોડવા કઠિન છે અને એ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી અધ્યાત્મની પ્રાપ્તિ દુઃશકય નહિ પણ અશકય છે એ વાત આત્માર્થી સાધકે ભૂલવા જેવી નથી. કદાગ્રહ છોડીને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવવી એ સ્યાદ્વાદને જીવનમાં પચાવ્યાનું બેરોમીટર છે.
દૃશ્ય પદાર્થના રૂપ-રંગને છોડતા જવાથી કર્તૃત્વપણાનું અભિમાન ઘટતું આવે છે. ઉદાસીનભાવે રહેવાથી અને સર્વક્રિયા કરવાથી કર્તૃત્વપણાનો રસ નીકળતો જાય છે. મતિજ્ઞાનમાં છૂપાયેલ કેવલજ્ઞાન અને પરમાત્મતત્ત્વને પામવા શાસ્ત્રને સોય બનાવીને આપણા ભેદરૂપ જીવનને સાંધીને અભેદ બનવાનું છે. સર્વદર્શનમાં સમભાવની વૃત્તિવાળા જીવો સમ્યગ્દષ્ટિ હોતા નથી જો કે સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ માટે કોઈપણ મતની અરૂચિરૂપ અસમભાવ એ પ્રતિબંધક છે માટે મિથ્યાદર્શનો પ્રત્યે સમ્યગ્દષ્ટિ જીવને પૂર્ણ માધ્યસ્થતા તો હોય જ છે. પરંતુ માધ્યસ્થતાનો અર્થ તત્ત્વ અને અતત્ત્વ બંનેને સમદૃષ્ટિથી જોવા રૂપ નથી. તત્ત્વજ્ઞાનના અભાવકાલમાં તત્ત્વનો વિશેષ નિર્ણય કરવાની અપેક્ષા પૂર્વકનો તત્ત્વ અને અતત્ત્વ પ્રત્યેનો સમભાવ રૂપ માધ્યસ્થતા ગુણકારી છે અને આવી માધ્યસ્થતા મિથ્યાત્વ ગુણસ્થાનકવર્તી ચાર દષ્ટિમાં હોય છે કારણ કે તે જીવો કોઈપણ મતના આગ્રહવાળા ન હોવા છતાં પણ તત્ત્વના ખપી અને અજ્ઞાનતાથી સહિત હોય છે. પરંતુ સાચા ખોટાનો નિર્ણય થયા પછીથી પણ સત્ય અને અસત્ય પ્રત્યેનો સમભાવ એ તત્ત્વ રૂચિનો ઘાતક હોવાને કારણે દોષ રૂપ છે અને સમ્યગ્દષ્ટિ જીવ તે જ છે કે જેને તત્ત્વદર્શન પ્રાપ્ત થયું છે. આથી જ લલિતવિસ્તરામાં ચખ્ખુદયાણં અર્થાત્ તત્ત્વરૂચિને આપનારા કહ્યા પછી જ પરમાત્માને શરણ અને બોધિ એટલે સમ્યક્ત્વ આપનારા કહ્યા છે.
આર્થી જ તત્ત્વના વિષયમાં નિર્ણીત માન્યતાવાળા સમ્યગ્દષ્ટિ જીવો સર્વમતમાં સમ્યક્ષણાની બુદ્ધિ રૂપ સમભાવને ધારણ કરનારા ન ઘટી શકે. પરંતુ અન્યમતમાં પણ રહેલી જેટલી આત્મા, પરલોક, પુણ્ય, પાપ, મુક્તિ, સંસારની અસારતાદિ જેવી તાત્ત્વિક વાતો છે તેને પારકી હોવાના કારણે ખોટી નહિ ગણતા તાત્ત્વિક જ ગણે છે અને તે સિવાય જગત્કર્તૃત્વાદિ મિથ્યા માન્યતાઓને મિથ્યા માને છે.
આ પ્રમાણે
પ્રસ્તુત શ્લોકનું અર્થઘટન બીજી રીતે ‘ચિત્રા તુ દેશના...' એ શ્લોક દ્વારા હરિભદ્રસૂરિજી મહારાજ ચોથી દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને કહી રહ્યા છે કે તે તે દર્શનમાં જન્મેલા આત્માઓ પોતપોતાના દર્શનના પ્રણેતાને સર્વજ્ઞ માને તેનો તમારે અપલાપ નહિ કરવો જોઈએ અર્થાત્ વેદાંતદર્શનમાં જન્મેલ બૌદ્ધ ધર્મના સર્વજ્ઞનો અપલાપ કરે કે
Jain Education International_2010_05
-
For Private & Personal Use Only
www.jainelibrary.org