________________
યોગ દ્રષ્ટિનાં અજવાળો ભાગ - ૩
૨૦૫ પરવડતું નથી. વ્યક્તિનિષ્ઠને પોતાના વ્યક્તિત્વને જાળવવાની સતત ચિંતા. હોય છે. તત્ત્વનિષ્ઠને કોઈ ભય હોતો નથી. તેનો કોઈ વિરોધી હોતો નથી. તેને કોઈની સાથે મતભેદ પડતો નથી. પોતે પ્રેમસ્વરૂપ છે તેથી પોતાની પાસે આવનારને પોતાનામાં ઓગાળી નાંખે છે.
આકાશ અને હવા કોઈની સાથે લડવા જતા નથી. કોઇની સાથે મતભેદ ઊભા કરતા નથી તેમ તત્ત્વનિષ્ઠને પણ કોઈની સાથે વિરોધ, મતભેદ, સંઘર્ષ ઊભા થતા નથી.
આમ ગ્રંથકારે નિર્વાણની પ્રાપ્તિનો માર્ગ એ સર્વજ્ઞતા પૂર્વકનો છે અને તેને બતાવનાર સર્વજ્ઞ છે. તેથી તે સર્વજ્ઞોમાં કયારેય પણ મતભેદ હોતો નથી એ વાત સિદ્ધ કરી અને તેથી સર્વજ્ઞના ઉપાસકો પણ બધાજ નિર્વાણ તત્વની જ ઉપાસના કરી રહ્યા છે માટે તેમની ઉપાસનામાં પણ કોઈ ભેદ નથી.
શંકા : જો બધા સર્વજ્ઞોમાં એક સરખાપણું જ છે તો પછી બધાની દેશનામાં જુદા જુદાપણું કેમ છે ? તેનું સમાધાન કરે છે.
चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥
તેવા પ્રકારના શિષ્યોના લાભને અનુસરીને કપિલ, સુગતાદિની દેશના ભિન્ન ભિન્ન છે કારણ કે આ મહાત્માઓ-સર્વજ્ઞો સંસાર રૂપી વ્યાધિનો નાશ. કરવા માટે શ્રેષ્ઠ કોટીના ધન્વન્તરી વેધ સમાન છે.
વૈધો જેમ બધા ઓષધ જાણે પણ જે રોગીને જે ઔષધથી રોગ દૂર થાય તે જ ઔષધ આપે તેમ સર્વજ્ઞો પણ બધું જ જાણે છે છતાં જેને જે રીતે ઉપકાર થાય તે રીતે દેશના આપે, કારણ કે શ્રોતાઓ ભિન્ન ભિન્ન કક્ષાના હોય છે. જેમ કપિલ ઋષિએ પોતાના શિષ્યોને દ્રવ્યાર્થિક નય પ્રધાન નિત્યત્વની દેશના આપી. કારણકે આત્માદિ પદાર્થને જો નિત્ય ન માનવામાં આવે તો કાલાન્તરમાં આત્માનો નાશ તો નક્કી જ છે અને જો આત્માનો જ નાશ થતો હોય તો પછી મોક્ષ કોનો? મોક્ષ માટે પ્રયત્ન શા માટે? કોના સુખ માટે પ્રયત્ન કરવો? કોની ચિંતા કરવી? કોની પ્રગતિ માટે પુરુષાર્થ કરવો? કોના હિતાહિતની ચિંતા કરવી? ઇત્યાદિ અનેક પ્રશ્ન સંભવે અને તેથી જીવોની કલ્યાણકારી માર્ગમાં પ્રવૃત્તિ ન થઈ શકે. તેથી જીવોનું હિત થાય અને મોક્ષ માટે પુરુષાર્થ કરી કાયમી દુ:ખથી મુક્તિ મેળવે એ આશયથી કપિલ ઋષિએ કાલાન્તરમાં થનાર આત્માના નાશરૂપ અપાયથી ભીરૂ-ચિંતિતા જીવોને આશ્રયિને જેમાં પર્યાયની ગણતા છે એવી દ્રવ્યપ્રધાન નિત્યત્વની દેશના આપી અર્થાત્ આત્મા તો નિત્ય જ છે. સદા રહેવાના સ્વભાવવાળો છે. તેથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org