________________
૨૦૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તેના બે હાથ અને બે પગ કપાયેલા પડ્યા હોય તો પછી તેની બધી તાકાત કોઈ કામની રહેતી નથી. તે જીવતો હોવા છતાં તે મરેલા જેવો છે તે જ રીતે જ્ઞાનીનો અહંકાર આવો નિર્બળ થઈ ગયો હોય છે પરંતુ જો તે અહંકારનું ઉપરાણું લેવામાં આવે તો તેને પાછો સજીવ થતાં વાર લાગતી નથી.
અંદરમાં સુખ વર્તતું હોય ત્યાં સુધી કોઈ માણસ કોઈનું કશું બગાડતો નથી. દુ:ખીયો જીવ જ બીજાનું બગાડે છે. સમ્યગ્રષ્ટિ જીવ જ્ઞાની બનેલો છે તે અંદરથી સુખી છે તો તેને બહારથી કોઈનું બગાડતો નથી. પણ અંદરથી કષાયોથી દુઃખીયો બનેલો જીવ જ બહારથી બીજાનું બગાડે છે.
નિર્વાણની પ્રાપ્તિનો માર્ગ સર્વજ્ઞતા પૂર્વકનો છે અને એવા સર્વજ્ઞ દ્વારા જ્યારે નિર્વાણનો માર્ગ બતાવવામાં આવે ત્યારે તેમાં મતભેદ કેવી રીતે હોઈ શકે? આમ સર્વજ્ઞોમાં કે સર્વજ્ઞ દ્વારા બતાવેલા માર્ગમાં તો મતભેદ ન જ હોય પરંતુ સર્વજ્ઞના માર્ગે ચાલતા જ્ઞાની પુરૂષોમાં પણ મતભેદ ન હોય કારણકે સાચા અર્થમાં જ્ઞાની છે અને જ્ઞાની તે જ કહેવાય કે જેને મતભેદ ન પડે. જ્યારે શબ્દના અર્થ કરવામાં આવે છે ત્યારે એક જ શબ્દના અનેક અર્થ સંભવિત હોવાના કારણે ભિન્ન ભિન્ન અર્થનું ગ્રહણ કરતા મતભેદ, ક્લેશ, સંઘર્ષ, થતા હોય છે પરંતુ જ્ઞાની તો તે છે કે જે શબ્દનો અર્થ નથી કરતા પરંતુ શબ્દનો પરમ અર્થ કરતા હોય છે અને દરેક શબ્દનો પરમ અર્થ એ જ છે કે પુગલભાવમાંથી બચી, કષાયભાવમાંથી બચી, આત્મભાવમાં રહેવું. આવો જ્યાં પરમાર્થ હોય ત્યાં મતભેદ કયાંથી હોય? સર્વજ્ઞના શાસનને પામ્યા પછી પણ જો ત્યાં મતભેદ, ક્લેશ, સંઘર્ષ વગેરે શાસ્ત્રના નામે જોવા મળતા હોય તો ત્યાં સમજવું પડે કે માત્ર ત્યાં શબ્દાર્થ થાય છે. પરમાર્થ થતો નથી. અજ્ઞાની શબ્દાર્થ કરે જ્યારે જ્ઞાની પરમાર્થ કરે, એટલા જ માટે કહેવત પણ પડી કે ૧૦૦ ડાહ્યા ભેગા થાય તો તેમનો એક જ મત હોય છે જ્યારે ૧૦૦ મૂર્ખાઓ ભેગા થાય તો તેમના ૧૦૧ મત હોય છે માટે જ મૂર્ખની સભાના મોનીટર બનવા કરતાં જ્ઞાનીની સભાના ચપરાસી બનવામાં પણ લાભ છે.
મન અને બુદ્ધિના થર નીકળે પછી આત્માનો પ્રકાશ પ્રાપ્ત થાય છે નેશ્ચયિક દૃષ્ટિ આવ્યા પછી બુદ્ધિને તાળા મરાઈ જાય છે. બુદ્ધિ છુપાઈ જાય. છે તે અંદરમાં હોવા છતાં લગભગ કામ કરતી નથી. તત્ત્વનિષ્ઠા વધે છે. તત્ત્વનિષ્ઠ પ્રત્યે સર્વાર્પણ આવે છે. તત્ત્વનિષ્ઠના સમાગમમાં બહુલતા રહેવાનું થાય છે. તેથી અહંકાર લગભગ ઓગળી જાય છે અને પોતે તત્ત્વનિષ્ઠ બને છે. તત્ત્વનિષ્ઠ હંમેશા આત્માનુશાસનમાં હોય છે. વ્યક્તિનિષ્ઠ અહંકારના અનુશાસનમાં હોય છે તેને અહંકારનું સાતત્ય રહે છે તેથી શાસ્ત્રો ભણવા છતાં, જ્ઞાન વધવા છતાં તત્ત્વમાં પ્રવેશ થઈ શકતો નથી. વ્યક્તિનિષ્ઠને તત્ત્વ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org