________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૦૩ વીતરાગ છે. જેમ સર્વજ્ઞ વિના નિર્વાણની અનુપપત્તિ છે, અઘટમાનતા છે તેમ વીતરાગતા વિના સર્વજ્ઞતા પણ કોઈ રીતે ઘટી શકતી નથી અને તેથી ત્રણે કાળમાં આ શાશ્વત સનાતન સિદ્ધાંત છે કે જે વીતરાગ બને તે જ સર્વજ્ઞ બને અને જે સર્વજ્ઞ બને તે જ નિર્વાણને પામે. .
આમ સર્વજ્ઞમાંથી તો રાગ-દ્વેષ અને અજ્ઞાનની ત્રિપુટી નીકળી ગયેલી હોવાથી તેને ખોટો માર્ગ કે વક્ર માર્ગ બતાવવાનું પ્રયોજન જ રહેતું નથી અને તેથી જગતમાં વ્યક્તિભેદે સર્વજ્ઞ અનેક હોવા છતાં તે બધાનું સ્વરૂપ તો એક જ છે અને તેથી દરેક સર્વજ્ઞ બતાવેલો નિર્વાણ પ્રાપ્તિનો માર્ગ પણ એક જ હોય અને તેથી સર્વજ્ઞમાં મતભેદ કેવી રીતે હોય?
જગતમાં મતભેદ તો ત્યાં જોવા મળે કે જે સર્વજ્ઞ નથી. અર્થાત અજ્ઞાની છે. જ્યાં વસ્તુ સ્વરૂપનું યથાર્થજ્ઞાન ન હોય અને પાછા અંદરમાં રાગ-દ્વેષાદિ વિકારોની તીવ્રતા હોય ત્યાં જ જીવો પોતપોતાની વાતને સાચી ઠેરવવા અને બીજાની વાતોને ખોટી સિદ્ધ કરવા બુદ્ધિનો દુરુપયોગ કરે છે. રાગ-દ્વેષાદિ વિકારોથી વાસિત બુદ્ધિ અહંકાર ગ્રસ્ત હોય છે અર્થાત બુદ્ધિને અહંકારની સાથેનો બહુ નિકટનો સંબંધ છે. બુદ્ધિના આધારે જ અહંકાર જીવે છે તેથી બુદ્ધિને દૂર કરવી હોય અને સાચા જ્ઞાની - પ્રાજ્ઞ પુરુષ બનવું હોય તો બુદ્ધિની સાથે રહેલ અહંકારને છોડી દેવો જોઈએ. જ્યારે વ્યક્તિ જાણવા છતાં હું કશું જ જાણતો નથી એવા ભાવમાં રહે છે ત્યારે બુદ્ધિને અહંકારનો ટેકો મળતો નથી અને તેથી બુદ્ધિ હવે શાંત થવા માંડે છે. બુદ્ધિમાંથી વિકલ્પો ઘટવા માંડે છે આમ જેમ જેમ બુદ્ધિ તત્વ શાંત થતું જાય છે તેમ તેમ બુદ્ધિ સુધરતી જાય છે અને સુધરેલી બુદ્ધિ જ અંતે પ્રજ્ઞાનું સ્થાન લે છે. શાસ્ત્રીય પરિભાષામાં તે વ્યક્તિને જ્ઞાની કહેવાય છે. આ જ્ઞાનમાંથી પણ વિશેષ પ્રકારે મોહનો નાશ થાય છે ત્યારે પ્રજ્ઞા સ્વરૂપમાં કરે છે અને આ સ્વરૂપમાં ઠરેલી પ્રજ્ઞાને જ અસંમોહ જ્ઞાન કહેવાય છે. અસંમોહ પ્રજ્ઞાવંત જીવોને મોહનો વિશેષ કરીને નાશ થયેલો છે પણ સંપૂર્ણ પણે નાશ થયો નથી. જ્યારે સંપૂર્ણ મોહનો નાશ થાય છે ત્યારે તે જ આત્માઓ વીતરાગ સર્વજ્ઞ બને છે.
અહંકારના માધ્યમથી આવતો આત્માનો જ્ઞાન પ્રકાશ તે બુદ્ધિ છે જ્યારે અહંકારનું માધ્યમ નીકળી જાય છે ત્યારે તે આત્માનો ડાયરેકટ પ્રકાશ તે જ્ઞાન છે અને તેવા જ્ઞાનવાળો જ્ઞાની પુરુષ કહેવાય છે. અજ્ઞાનીને અને જ્ઞાનીને બંનેને અહંકાર હોય છે પરંતુ અજ્ઞાનીને સજીવ અહંકાર હોય છે જ્યારે જ્ઞાનીને નિર્જીવ અહંકાર હોય છે. જ્ઞાનીને અહંકાર મરણ પથારીએ પડેલો હોય છે. જેમાં એક બળવાન યોધ્ધો કે ગુંડો હોય પણ યુદ્ધની ભૂમિ ઉપર ઘાયલ થઈને પડેલો હોય,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org