________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૨૦૧ અસંમોહ પ્રજ્ઞાવંત જીવોના હૃદયમાં બુદ્ધિ તત્ત્વ નીકળી ગયેલું હોય છે. વિકલ્પોની માયાજાળમાંથી આત્મા બહાર નીકળી ગયેલો હોય છે અને ગુણગ્રાહીં દૃષ્ટિના કારણે અંદરમાં ઠરેલો હોય છે. તેમાં તે પરમશાંતિ અને પરમસુખ અનુભવે છે તેથી તેને અનુભવના માધ્યમે આ વાત સમજાયેલી હોય છે કે અંદરમાં ઠરવું એજ નિવણને પ્રાપ્ત કરવાનો ઉપાય છે એટલે એ આત્માઓ પછીથી ગમે તે સ્થાનમાં રહીને આરાધના કરતા હોય કે ગમે તેની ઉપાસના કરતા હોય તો પણ તેઓ અસંમોહ પ્રજ્ઞાવાળા હોવાના કારણે નિર્વાણતત્ત્વના જ ઉપાસક છે કારણકે આ ઉપાસના તેમને નિર્વાણની નજીકમાં લઈ જાય છે.
જ્યાં ભળે છે ત્યાં જ બધા તોફાનો થવાનો સંભવ છે. બુદ્ધિ નીકળી ગયા પછી તો ભેદ તત્વ જ નીકળવા માંડ્યું અને આત્મા અભેદ તરફ પ્રયાણ કરવા માંડયો. ભેદમાંથી નીકળીને અભેદ તરફ જવું, રાગમાંથી નીકળીને પ્રેમ તરફ જવું, ભોગમાંથી નીકળીને યોગ તરફ જવું, અહમ માંથી નીકળીને અહં તરફ જવું, વિકલ્પમાંથી નીકળીને નિર્વિકલ્પ તરફ જવું એ સાધનાનો મર્મ છે.
ઉપયોગ જ્યાં સુધી દોષોથી, વિકલ્પોથી ખરડાયેલો હોય છે ત્યાં સુધી ' જીવને નિવણતત્ત્વની ઉપાસનામાં ભેદ થાય છે તે નીકળી જતા પછી તેમાં ભેદ રહેતો નથી.
સંસારમાં જીવ અહમભાવથી કર્મમાં તીવ્રરસ બાંધે છે. જ્યારે તારક તત્ત્વો પ્રત્યે નમનભાવ આવેથી સંસારના ભોગમાં પણ રસ અલ્પ પડે છે. વિદનો નડતા નથી. અશુભ શુભમાં પલટાય છે. દેહાધ્યાસ તૂટે છે. દર્શનાચારનો સંબંધ કેળવાય છે. તેનાથી પંચપરમેષ્ઠિ અને શ્રુતજ્ઞાન સિવાય જગતમાં કશું જ શ્રેષ્ઠ નથી એવી પ્રતીતિ થાય છે. જીવ માત્રને સિદ્ધ સ્વરૂપે જીવાથી દર્શનાચાર પૂર્ણ બને છે. દેહભાવે સંસારના પદાર્થ તરક્કી. દૃષ્ટિ તે અનાચાર છે. અહમ્ ભાવ એ સંસારનો Spirit છે જેને નમનભાવથી પાંચે આચારમાં વાળવાનો છે
સ્યાદ્વાદનો આશ્રય લઈ અપૂર્ણ એવા આત્માને પૂર્ણ બનાવવાનો છે સ્યાદ્વાદ એ ખંડિત તત્ત્વ નથી પણ પૂર્ણતત્ત્વને ઓળખાવનાર જ્ઞાનકળા છે. અધ્યાત્મશાસ્ત્ર પરિણમે તો અંદરનું પ્રેમ તત્ત્વ પ્રગટ થાય છે. આત્માના ગુણો સાથે એકતા સધાય છે અને દુઃખનો અંત આવે છે.
આપણા વર્તમાન કાળના ઉપયોગમાં ભૂત, ભવિષ્યના ધમપછાડા ચાલ્યા કરે છે. કર્તા-ભોક્તાભાવ વર્તે છે. તેને કારણે સંસાર અસાર છે, દુઃખરૂપ છે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org