________________
૧૯૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ કર્મનો ઉદય હોવાથી પ્રભુ શાસનનું તત્ત્વ જે રીતે હૃદયંગમ થવું જોઈએ તે રીતે થતું નથી. જ્યારે અસંમોહાત્મક જ્ઞાનથી નિર્વાણતત્ત્વનો જે બોધ છે, તે તો યોગીઓને એક જ પ્રકારનો હોય છે અને તેથી તેવા યોગીઓ મોક્ષપ્રાપ્તિને માટે અવશ્ય પુરુષાર્થ કરે જ. તેઓને મોક્ષ માટે વિવાદ હોતો નથી. જુદા જુદા વિચારકોના પારમાર્થિક જ્ઞાનમાં પણ જો ભેદ પડે તો બુદ્ધિશાળીપણું જ ના ઘટે. જે વિચારક, પ્રામાણિક અને પ્રજ્ઞાપનીય છે તેઓના જીવનમાં વિશુદ્ધિ હોય છે, આંતરિક ક્ષયોપશમની નિર્મળતા હોય છે તેથી જે વસ્તુ જેવી હોય તે વસ્તુ તેવી જ તેમને દેખાય છે અને તેવી તે માને છે તેથી નિર્વાણ સંબંધી પારમાર્થિક જ્ઞાન પણ બધા પ્રેક્ષાવાનનું એક સરખું જ હોય કારણકે નિર્વાણનું સ્વરૂપ એક જ છે અને તેથી નિર્વાણતત્ત્વની ભક્તિમાં તેઓને મતભેદ ન હોય.
અસંમોહ પ્રજ્ઞાવંત જીવો અધ્યાત્મના શિખરે પહોંચેલા હોય છે અને તેથી તેઓને આ સિદ્ધાંત મારો છે અને આ સિદ્ધાંત પારકો છે આવી સંકુચિત દષ્ટિ રહેતી નથી.
આત્મીય પરીયો વા સિદ્ધિાન્તો વિપતામ્ ? (ગબિંદુ) ૫ વર છે
શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાનમાં ભાવના જ્ઞાનથી અંતઃકરણ નિર્મળ થાય છે. વિવાદ, વિખવાદ ટળી જાય છે. અન્યદર્શનીના વચનને સમજવા માટે પરમ માધ્યસ્થતા જન્મે છે અને જ્યાં જે સારું લાગે તેને વિવેકપૂર્વક ગ્રહણ કરવા માટેની ઉદારતા જન્મે છે.
અધ્યાત્મ તત્ત્વાલોકમાં પણ કહ્યું છે કે - જુદા જુદા દર્શનોના જુદા જુદા શબ્દો જોઈને તેને વિશે ક્લહ ન કરવો પણ પરમાર્થતત્ત્વ વિચારવું. (અધ્યાત્મ તત્ત્વાલોક ૩/૧૧૬)
અધ્યાત્મ ઉપનિષમાં પણ ઉપાધ્યાયજી મ. લખે છે.
સ્યાદ્વાદનો આશ્રય લઈને (અસંમોહાત્મક પ્રજ્ઞા દ્વારા) મોક્ષનો ઉદ્દેશ સમાન હોવાની અપેક્ષાએ બધા દર્શનોમાં જે સમાનતા જૂએ છે તે શાસ્ત્રનો જ્ઞાતા છે (અધ્યાત્મોપનિષદ ૧/૩૦)
નય અરુ ભંગ નિક્ષેપ વિચારત પૂરવધર થાકે ગુણ હેરી. વિકલ્પ કરત તાગ નહિ પાયે, નિર્વિકલ્પ તે હેત ભયેરી ”
(પૂ. ચિદાનંદજી મહારાજ.) બાળ કક્ષાના જીવો માટે શુભવિકલ્પો ઉપકારક છે. પણ વિકલ્પથી કોઈ વસ્તુનો તાગ અર્થાત અંત પામી શકાતો નથી. પ્રભુ શાસનનો નિચોડ આત્માના અનંત આનંદ વેદનમાં છે અને તે વિકલ્પથી પામી શકાતું નથી શુભ વિકલ્પોમાં જે શક્તિ છે તેના કરતાં અત્યંત અધિક શક્તિ શુદ્ધ આત્મસ્વભાવમાં છે. માટે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org