________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૯૭ એક દિવસ અસત્ય બનવાનું છે All these are temporary adjustments. જ્યારે આત્મા - પરમાત્મા એ તો પરમેનન્ટ સત્ય છે.
દરેક દર્શનકારોના મતે મોક્ષના લક્ષણનો અવિસંવાદ હોવાથી નિર્વાણ તત્ત્વ એક જ છે. જે કારણથી જન્મ - જરા - મૃત્યુનો અયોગ થવા વડે કરીને પરતત્વ મોક્ષ એ દરેક દર્શનકારોના મતે નિરાબાધ, અનામય અને નિષ્ક્રિય છે. તે કારણથી નિર્વાણ તત્ત્વ અન્વર્થથી એક જ છે.
મોક્ષમાં કોઈપણ પ્રકારની શારીરિક - માનસિક પીડાઓ ન હોવાથી તે નિરાબાધ છે. દ્રવ્ય અને ભાવ રોગોનો ત્યાં અભાવ હોવાના કારણે તે અનામય છે. કર્તવ્યનો અભાવ હોવાથી નિષ્ક્રિય છે. નિબંધન એટલે ક્રિયાના હેતુનો અભાવ હોવાથી તે નિષ્ક્રિય છે.
મોક્ષ પામેલ આત્માના સર્વપ્રયોજનો સિદ્ધ થઈ ગયા છે. જીવને જે અનાદિકાલથી જન્મ - જરા - મૃત્યુ અને ચારેગતિમાં શારીરિક-માનસિક દુઃખોની પરંપરા અનુભવાતી હતી તેથી આ દુઃખોથી મુક્તિ કેમ થાય. તે પ્રશ્નનું સમાધાન થઈ ગયું એટલે હવે તેને કાંઈ કરવાનું રહ્યું નહિ. વળી જીવને જે કાંઈ કરવાપણું હતું તે તો પુદ્ગલસંગે હતું તે પુદ્ગલનો સંગ નીકળી જતા જીવને હવે કાંઈ કરવાપણું રહ્યું નહિ. તેથી તે નિષ્ક્રિક્ય છે. નિષ્ક્રિય કહેવાથી હવે જીવ જડ બની ગયો છે એવું નથી. ચેતન સ્વરૂપ છે પણ હવે સંપૂર્ણ દુ:ખથી મુક્તિ અને પૂર્ણ આનંદવેદન પ્રગટ થયેલ હોવાના કારણે કાંઈ પણ મેળવવાનું બાકી રહેતું નથી તેથી નિષ્ક્રિય છે.
હવે આજ વસ્તુના એદંપર્ય - સારને કહે છે. ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ १३२ ॥
આ પ્રમાણે નિર્વાણતત્ત્વ અન્વર્થથી એક જ છે એવું અસંમોહાત્મક જ્ઞાના વડે કરીને પરમાર્થથી નિર્ણય થયે છતે બુદ્ધિશાળીઓને નિવણતત્ત્વની ઉપાસનામાં વિવાદ રહેતો નથી કારણકે મોક્ષસંબંધી તત્ત્વજ્ઞાનમાં = અસંમોહાત્મક જ્ઞાનમાં કોઈ પણ જાતનો ભેદ નથી અન્યથા પ્રેક્ષાવાનપણાનો. વિરોધ આવે.
બુદ્ધિ અને જ્ઞાન દ્વારા નિર્વાણતત્ત્વનો માર્મિકબોધ ન થાય તે સંભવિત છે કારણકે તે વખતે માર્મિક બોધ થવામાં પ્રતિબંધક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ તેમજ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મમાંથી કોઈકની કોઈક અંશમાં વિધમાનતા ઘટી શકે છે. જ્ઞાન દ્વારા થતાં તત્ત્વનાનિર્ણયમાં પણ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ હોવા છતાં ચારિત્રમોહનીય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org