________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૧૯૫
સંસારથી પ્રતિપક્ષી નિર્વાણ છે. નિર્વાણમાં દરેક આત્માનું સ્વરૂપ એક જ છે. બધા જ આત્માના અનંત જ્ઞાનાદિગુણોનો આવિર્ભાવ જ્યાં પરાકાષ્ઠાએ પહોંચેલો છે અને જ્યાં બધા જ આત્માના આનંદવેદનમાં કોઈ ફેર નથી તે નિર્વાણતત્ત્વ છે.
નિર્વાણ એટેલ શાંતિ, જ્યાં આત્મા સર્વ પરભાવથી વિરામ પામે છે અને સંસારભાવનો સર્વથા અંત આવી ગયો હોય છે. જ્યાં નિસ્તરંગ સમુદ્રની જેમ વિકલ્પોની હારમાળા શાંત થઈ ગઈ છે. જ્યાં સર્વ વૃત્તિઓ શમી ગઈ છે. વૃત્તિઓનો ક્ષય થઈ ગયો છે અને એકમાત્ર આત્મસ્વરૂપમાં વર્તવારૂપ વૃત્તિ જ જ્યાં છે તે નિર્વાણ તત્ત્વ છે. આવું જે નિર્વાણતત્ત્વ છે તેને જ શ્ર્લોક ૧૩૦ માં સદાશિવ વગેરે શબ્દથી વાચ્ય કરવામાં આવ્યું છે.
આવું નિર્વાણ તત્ત્વ ત્રણે કાળમાં એક જ છે. અને તે નિર્વાણને પામવાનો માર્ગ પણ એક જ છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: એક માત્ર મોક્ષની જ ઇચ્છાને તીવ્ર કરવા જેવી છે. બીજે બધેજ નિરાગ્રહી થવા જેવું છે. જ્ઞાની કહે છે કે વસ્તુ ઝેર નથી પણ તારો આગ્રહ એ જ ઝેર છે.
ખરેખર જાણ્યું ત્યારે કહેવાય કે અંદરમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ ઝળહળતો હોય ત્યાં પછી અહંકારનો અંધકાર ન હોય. ત્યાં કષાયની ઠોકર ન વાગતી હોય. ત્યાં એક પણ ચિંતા ન હોય. જગતમાં જેને કયારે પણ ચિંતા જ ન થતી હોય તેવો માણસ મળવો મુશ્કેલ છે. ઓછા કે અધિક અંશમાં જીવો ચિંતાથી ઘેરાયેલા છે. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ‘હું આ બધું ચલાવું છું' એવું અંદરમાં થયા કરે તેના ફ્લરૂપે ચિંતા છે.
મતભેદ રાખીને કોઈ મોક્ષને પામ્યા નથી. વિચાર કરીને જેણે મતભેદને ટાળ્યો અને પોતાની વૃત્તિને અંતર્મુખ બનાવી તે આત્માઓ જ ક્રમે કરીને મોક્ષ પામ્યા છે. સમસ્ત મતભેદોને છોડીને તે માર્ગ આત્મામાં જ શોધવાનો છે કારણ કે તે માર્ગ આત્મામાં રહ્યો છે. મોક્ષ જે આત્માનો થતો હોય તો મોક્ષનો માર્ગ પણ આત્મા સંબંધે જ હોય અને આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન એ આંતર તત્ત્વ છે, બાહ્ય તત્ત્વ નથી. બાહ્ય તત્ત્વ વિષયો છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આંશિક માર્ગ કહ્યો તે સમ્યગ્દષ્ટ આત્મા મોહની ગ્રંથિ ભેદીને પોતાનામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. આત્મા પોતે પોતાને જાણીને પોતાનામાં રહે એજ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલ મોક્ષમાર્ગ છે. તે ત્રણેકાળમાં એક જ છે. તેમાં ભેદનો કોઈ સંભવ નથી.
મોક્ષનો માર્ગ આત્મપરિણતિરૂપ હોવાથી મુખ્યપણે તે આધ્યાત્મિક માર્ગ છે. પરમાર્થ માર્ગ છે. નિશ્ચય માર્ગ છે. ભાવમાર્ગ છે. અંતરંગ માર્ગ છે, બહિરંગ માર્ગ નથી. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે અને થશે તે આ અંતરંગ
Jain Education International 2010_05
-
For Private & Personal Use Only
www.jainelibrary.org