________________
૧૯૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મલિનતામાં પ્રયોજક આત્મા પર રહેલા શુભાશુભ કર્મના ઉદયરૂપ નિમિત્ત કારણ છે. આ બંનેના કારણે આત્મા તથાતા રહી શક્તો નથી પણ સમયે સમયે અતથાતા બન્યા કરે છે. અનાદિ અનંતકાળથી આત્મા સ્વરૂપથી ચ્યુત થયેલો છે. તેના ઉપયોગ ઘરમાં વિકૃતિ પેઠી છે તેના કારણે કર્મરજ સતત ચોંટ્યા કરે છે. આ બંનેના કારણે એની એક સરખી અવસ્થા કે જે તથાતા છે તે અનુભવાતી નથી. જ્યારે આત્મા ગુરુ ઉપદેશના દ્વારા જ્ઞાનના બળે પોતાની અશુદ્ધ અવસ્થાને જાણે છે અને પછી તેને દૂર કરવા કટિબદ્ધ બને છે ત્યારે મલિનતાનો સંપૂર્ણ નાશ તથા કર્મરજ પણ બધી આત્મા પરથી ખરી પડે છે અને આત્મા ઉપયોગ અને પ્રદેશથી શુદ્ધ બને છે. હવે ઉપાદાન કારણ શુદ્ધ બની ગયું એટલે હવે ઉપાદાન કારણ પોતે જ શુદ્ધાત્મા રૂપે પરિણમી ગયું. તેથી હવે ત્યાં નિમિત્ત કારણ શું અસર કરી શકે? આમ બંને કારણો ભેગા થવાથી સંસારમાં જે આત્માની અતથાતા અવસ્થા હતી તે ન રહી અર્થાત્ બંને કારણો આત્માને અનુકૂળ બની ગયા અને આત્મા એક સરખી પરમશુદ્ધ અવસ્થા રૂપ તથાતાને પામ્યો.
આમ મોક્ષમાં તે જીવની સર્વકાલપર્યન્ત નિર્મળતા-સિદ્ધિ એફ રૂપે અચલ રહે છે. માટે તે તથાતા કહેવાય છે. આ તથાતા સર્વપરભાવના વિયોગરૂપ છે અને આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણ પ્રકારના દુ:ખથી રહિત છે.
આધ્યાત્મિક દુ:ખ બે પ્રકારના છે- શારીરિક અને માનસિક. જ્વર, શિરોવેદના, શૂળ, ભગંદર, કોઢ વગેરે શારીરિક દુઃખ છે જ્યારે કામ, ક્રોધ, લોભાદિ માનસિક દુ:ખ છે.
ચોર, ડાકૂ, સર્પ, વીંછી વગેરેના ઉપદ્રવથી થતું દુ:ખ તે આધિભૌતિક છે. અને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરેના કારણે થતું દુ:ખ આધિદૈવિક છે. મોક્ષમાં આ ત્રણે પ્રકારના દુઃખનો અભાવ છે. આ તથાતા ભૂતકોટિ એટલે જીવમાં ઉચ્ચકક્ષા રૂપ છે. અર્થાત્ પરમાત્મા સ્વરૂપ છે અને ભૂતાર્થફ્લદા એટલે મોક્ષરૂપ ફ્ળને આપનાર છે.
તાત્પર્ય એ છે કે સિદ્ધ પરમાત્માનું અવલંબન લઈને અન્ય જીવો સિદ્ધ થાય છે માટે તથાતાને ભૂતાર્થફ્લદા કહી છે.
આ પ્રમાણે સદાશિવ વગેરે શબ્દો દ્વારા નિર્વાણ જ કહેવાય છે. કારણ કે ઉપર કહેલ નીતિથી અન્વર્થથી વ્યુત્પત્તિ અર્થથી એક એવું નિર્વાણતત્ત્વ જ સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા શબ્દથી ઘટમાન થાય છે.
થમવેત્સાહ = નિર્વાણ તત્ત્વ અન્વર્થથી એક જ કેવી રીતે છે તે કહે છે. तल्लक्षणा विसंवादान्निराबाधमनामयम् ।
निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥ १३१ ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org