________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૧૯૭૩ પ્રગટ કરવામાં સિદ્ધના જીવો પ્રકૃષ્ટ નિમિત્ત બનવા રૂપે ઉપકારક છે. તો પછી બીજા જીવોને માટે તો પૂછવું જ શું?
આમ મોક્ષમાં ગયેલા સિદ્ધાત્માઓ પોતે બૃહત્વ એટલે મહાન બનેલા છે અને અન્ય જીવોને બૃહકત્વ અટલે મહાન બનાવનાર છે. આમ મોક્ષમાં ગયેલા આત્માઓને બૃહત્વ અને બૃહકત્વ દ્વારા સદા સદ્ભાવનું જ આલંબન હોવાથી તે પરંબ્રહ્મ કહેવાય છે. સંસારમાં અસદ્ભાવનું અને અસત્ પ્રવૃત્તિઓનું જ બહુધા. આલંબન હતું તે હવે ન રહ્યું પણ સદા સભાવનું જ આલંબન રહ્યું.
નિર્વાણ પામેલા આત્માને કેટલાક લોકો “સિદ્ધાત્મા” તરીકે ઓળખાવે છે. અર્થાત્ જેના સઘળા પ્રયોજનો સમાપ્ત થઈ ગયા છે, હવે જેને કાંઈ જ કરવાનું બાકી રહ્યું નથી, આત્મા કૃતકૃત્ય બની ગયો તે સિદ્ધાત્મા છે, સંસારી અવસ્થામાં સઘળું કરે છતાં કાંઈને કાંઈ કરવાનું બાકી રહેતું હતું એટલે કૃતાર્થતા - કૃતકૃત્યતા ન હતી.
પદ્ગલિક પદાર્થદ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરવા મથનારને ક્યારે પણ સઘળા. પ્રયોજનો સિદ્ધ થતા નથી કારણ કે જેના દ્વારા આત્મા પૂર્ણતાને પામવાનો પ્રયત્ન કરે છે તે પુગલ જડ છે. વિનાશી છે, ખંડિત છે, અપૂર્ણ છે. જે પોતે જ સ્વરૂપે અપૂર્ણ છે તેને પામીને આત્મા પૂર્ણતાને કેવી રીતે પામી શકે?
સંસારમાં અજ્ઞાન અને અવિવેકને પામીને આત્માએ પોતાની જાતને સુખી કરવાના અને સુખની ચરમ સીમાં સ્વરૂપ પૂર્ણતાને પામવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે બધા નિળ જ ગયા. એટલું જ નહિ, દુર્ગતિવર્ધફ બનવા દ્વારા સંસારપરિભ્રમણ કરાવનારા પણ થયા. હવે અજ્ઞાન અને અવિવેકનો નાશ થતાં પોતાના ગુણો દ્વારા જ પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા પોતાના ગુણોમાં જ સાચી વૃતિને પામ્યો. પરમાનંદ અંદરથી જ લાધ્યો અને તેથી હવે બહારમાં કશું જ કરવાનું ન રહ્યું તેથી સાચી કૃતકૃત્યતા પામ્યો.
કેટલાક દર્શનકારો મોક્ષમાં ગયેલા જીવની અવસ્થાને “તથાતા” શબ્દથી ઓળખાવે છે. આકાલ સુધી અર્થાત હંમેશને માટે જ્યાં તથાપણું એટલે કે પરમશુદ્ધપણું રહેવાનું છે તેમાં લેશમાત્ર પણ ફર થવાનો નથી તે આત્માની અવસ્થા તથાતા છે. હંમેશને માટે તથાભાવ- એક સરખાપણું હોવાથી મુક્તિને તથાતા શબ્દથી ઓળખાવી છે.
એમાં ગ્રંથકારશ્રી તે દર્શનકારોના ગ્રંથની સાક્ષી આપતા કહે છે કે ઉપાદાન કારણ અને નિમિત્તકારણ બંને વડે મોક્ષમાં શાશ્વત અધિકારીપણું હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પદાર્થ સ્વરૂપે શુદ્ધ છે અને પરમસ્થિરત્વ સ્વભાવવાળો છે તેમાં એક સરખી અવસ્થા ન રહેવા દેનાર અર્થાત્ સમયે સમયે તેમાં પરિવર્તનતા લાવનાર ઉપાદાન કારણની મલિનતા છે અને તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org