________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
શબ્દથી ભેદ છે તે કહે છે. सदाशिवः परं ब्रह्म, सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यते ऽन्वर्थादेकमेवैवमादिभिः ॥ १३० ॥
શ્લોકાર્ધ - અન્તર્થથી એક જ એવું આ નિર્વાણપદ (જુદા જુદા દર્શનકારો વડે) સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા ઇત્યાદિ શબ્દો વડે કહેવાય છે.
જૈન દર્શન આત્માની સિદ્ધાવસ્થાને નિર્વાણ શબ્દથી ઓળખાવે છે. તે જ નિર્વાણને જુદા જુદા દર્શનકારો ઉપર બતાવેલા જુદા જુદા નામથી કહે છે. એટલે કે તેમાં નામભેદ હોવા છતાં અર્થભેદ નથી.
કેટલાક દર્શનકારો તે નિર્વાણને સદાશિવ કહે છે. તે બરાબર છે કારણ કે મોક્ષમાં ગયેલા આત્માનું હંમેશા કલ્યાણ જ હોય છે. તે નિર્વાણ અવસ્થામાં ક્યારે પણ અકલ્યાણ નથી. ત્રણે કાળમાં મુક્ત બનેલ આત્મા પરિશુદ્ધ છે. સઘળા અલ્યાણોનો તે નિર્વાણ અવસ્થામાં અભાવ થઈ ગયેલ હોવાથી તે સદાશિવ કહેવાય છે.
આત્મા સ્વરૂપે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે. સત ચિત આનંદમય છે. તેના મૌલિક સ્વરૂપમાં ક્લેશ કે દુ:ખનું કોઈ નામ નિશાન નથી તેથી અલ્યાણ તેનામાં સંભવતું નથી. પરંતુ અનાદિકાળથી કર્મસંયોગે મલિન બનીને પોતાની શુદ્ધ, બુદ્ધ અવસ્થાને તે ગુમાવી બેઠો છે અને તેથી તે દુઃખ, દારિદ્ર, અપમાન, અયશ, ચિંતા, શોક, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ સઘળા અલ્યાણનો ભોગ બનેલ છે. જ્યારે તે આત્મા પોતાનું મોલિક શાંત, પ્રશાંત, ઉપશાંત સ્વરૂપ સમજીને, તેની શ્રદ્ધા કરીને જ્ઞાની નિર્દિષ્ટ સમ્યગજ્ઞાન પ્રયુક્ત મોક્ષમાર્ગને આચરે છે ત્યારે તેના સઘળા દોષો દૂર થાય છે અને આત્મા એવી અવસ્થાને પામે છે કે
જ્યાં કોઈ પણ પ્રકારનું અલ્યાણ ક્યારે પણ સંભવિત નથી. આવી નિર્વાણ અવસ્થાને કેટલાક દર્શનકારો સદાશિવ તરીકે ઓળખાવે છે.
કેટલાક તેને પરબ્રહ્મ કહે છે. બ્રહ્મ એટલે વ્યાપક તત્ત્વ આ જગતમાં વ્યાપક તત્વ. બે છે. એક આકાશ અને બીજું કેવળજ્ઞાન આત્માની સિદ્ધાવસ્થા, આકાશ ક્ષેત્રથી વ્યાપક છે જ્યારે આત્મા જ્ઞાનથી વ્યાપક છે. આકાશ લોકાલોક વ્યાપક છે જ્યારે કેવલજ્ઞાન લોકાલોક પ્રકાશક છે. આકાશ કરતાં પણ આત્મા મહાન છે કારણ કે પોતે મર્યાદિત ક્ષેત્રમાં રહેવા છતાં દૂર કે નિકટવર્તી જડ ચેતનને પોતાનામાં સમાવે છે.
મોક્ષ એ પરંબ્રહ્મ સ્વરૂપ છે અને તે આત્માની સિદ્ધાવસ્થા છે. બૃહત્વ અને બૃહકત્વ વડે હંમેશા સદ્ભાવનું આલંબન હોવાથી તે પરબ્રહ્મ કહેવાય છે. બૃહત્વ એટલે મહાનપણું અર્થાત્ આત્માનો પૂર્ણવિકાસ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org