________________
૧૯૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હવે તેનાથી બચવા ઇચ્છતો હતો. તે ઇચ્છતો હતો કે હવે છાયા ન રહે. તે ખૂબ દૂર દૂર માઇલો સુધી દોડ્યા કર્યો પણ જેટલું દોડ્યો તેટલી તેની પાછળ છાયા પણ દોડતી રહી અને પચિહ્નો પણ પડતા રહ્યા. આખરે એની બુદ્ધિએ કહ્યું કે તમે બરાબર દોડ્યા નથી. તમે તેજીથી દોડ્યા નથી. આખરે તેણે તર્ક કર્યો કે હું જેટલી તેજીથી દોડું છું તેટલી તેજીથી તો છાયા પણ દોડે છે. આમ જો ચાલ્યા કરે તો એનાથી કયારે પણ છૂટાય નહિ માટે મારે જો એનો સંબંધ તોડી નાખવો હોય તો એટલું દોડવું જોઈએ કે જેથી તે મારો પીછો ન કરી. શકે. આખરે તે મરી ગયો.
આવી જ દશા માણસની છે. હીરા, મોતી, માણેક, પન્ના જે છાયા તુલ્ય. છે તેને ભરવામાં પડયા છીએ જેથી ધર્મ કરવા છતાં શમપરાયણ ઉપશમભાવ આવતો નથી.
સૂફ કહે છે ખેર ! એ લોકોને એટલી તો ખબર છે કે જો હું વૃક્ષની. છાયાની નીચે જઈને બેસી જાઉં તો છાયા પછી રહેતી નથી. સૂર્યની સામે કે સૂર્યની નીચે ઉભો રહું તો છાયા બને છે. તેમ જ્યારે તમે અહંકારની ઘોષણા કરો છો, માન, પ્રતિષ્ઠાને ઝંખો છો ત્યારે છાયા બને છે. પણ જે સન્માન નથી ચાહતા, પદ-પ્રતિષ્ઠા-યશ-ગૌરવ ઇચ્છતા નથી. તો છાયા બનતી નથી. તે પોતે જ છાયામાં જઈને બેસી ગયા હવે છાયા બને જ કેવી રીતે? પછી પગલા પડે જ કેવી રીતે? ભાગવાથી પગલા પડવાના બંધ નથી થતા તે તો બનવાના - અધિક બનવાના.
સૂફી કહે છે કે સંસારી જીવોના પગલા તો જલ્દીથી ભૂસાઈ જવાના કારણ ત્યાં લોકો ઘણી ભીડથી ચાલી રહ્યા છે ત્યાં તમારા પગલાની કોણ ચિંતા કરે છે. પણ સાધુ સંતોના જ્યાં પગલા પડે છે ત્યાં કોઈ નથી ચાલતું જ્યાં અધિક સંઘર્ષ, અને વિરોધિતા છે તેમના પગલા અનેક સદીઓ સુધી બન્યા રહે છે.
જીવ જે પોતાની ચેતનામાં વિશ્રામ પામી જાય તો જ અહંકારના પગલા ન બને તો આ ધરતી તેનાથી વિકૃત ન થાય. છાયા ન બને અને તેથી છાયાથી બચવાના ઉપાય પણ ન કરવો પડે.
“જાગીને જોઉં તો જગત દીસે નહિ” નરસિંહ મહેતા. संसारातीततत्त्वं त, परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥
વળી પ્રધાન એવું સંસારથી અતીત તત્ત્વ નિર્વાણ સંજ્ઞાવાળું છે. અને તે સામાન્યથી એક જ છે. અર્થાત શબ્દથી નિર્વાણનો ભેદ હોવા છતાં પરમાર્થથી સામાન્ય રીતે એક જ છે. સામાન્યથી એટલા માટે કે તે તે વ્યક્તિરૂપે, અવગાહના રૂપે, કાલરૂપે તે આત્માઓમાં ભેદ હોવા છતાં સ્વરૂપથી કોઈ ભેદ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org