________________
-
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૧૭૧ તદ્દન અલિપ્ત જેવું બની જાય જેને ઈતરો મહાસમાધિ કહે છે એટલા માત્રથી આ અપૂર્વકરણની સમાધિ ન આવે. એ તો પ્રથમ પગથિયાની શ્રદ્ધા - મેધાદિની પ્રક્રિયાથી શરૂ કરી એને જ આગળ - આગળ, વિશેપ - વિશેષ પ્રબળ બનાવતા જવું જોઈએ. એનું કારણ એ છે કે મનની એકાગ્રતા તો કરતા જવાય પરંતુ જામી પડેલી અનાદિની વિષમય વિષય વાસનાઓ, કષાય સંસ્કારો તથા બાહ્યભાવના વિકૃત સ્વભાવ ઉપર ઘા કરતી આવે એવી સાધનાઓ ન હોય ત્યાં સુધી એ સુષુપ્ત વાસનાદિ નિર્મૂળ કેવી રીતે થાય ? અને નિમૂળ ન થાય તો એ કયારેક અવસર મળતાં પાછી જાગૃત થઈ અધ:પતન કરે એનો પાકો ભય છે.
શ્રદ્ધા મેધાદિથી કુવાસનાનો નાશ
શ્રદ્ધામાં જીવ, અજીવ આદિ તત્ત્વોનું અનુસરણ તથા કભિત તત્ત્વથી પરામુખતા કરવાની હોય છે અને તેથી મનના કલુષિત ભાવોનું નિરાકરણ થતું આવે છે અને તેથી બાહ્યભાવોના ખેલ તુચ્છ, અતિ તુચ્છ લાગતા જાય એ સહજ છે.
મેધામાં શ્રદ્ધાની પ્રક્રિયાથી બુદ્ધિની ખીલવટ થાય. શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રના મર્મને પામવાનો કુશળ પરિણામ જાગે એ માટે શાસ્ત્ર પ્રવૃત્તિને જ પ્રધાન કરવાનું બને. એ માટે ગુરુવિનય આદિ પવિત્ર આચાર પાલન થાય - સત્ શાસ્ત્ર પ્રવૃત્તિ પ્રધાન થવાથી મોક્ષમાર્ગે પુરુષાર્થનો પક્ષપાત ઉભો થાય.
ધૃતિમાં ચિત્તની સ્વસ્થતા કેળવાય છે. દિલ પ્રણિધાનવાળું - ધરતાવાળું - ગંભીરતાવાળું બનાવાય છે. આ ધૃતિનો પ્રભાવ છે કે સાધનાની વચમાં કુટુંબાદિ કોઈની આડખીલી આવે તો ય પોતાની સાધના રાગ-દ્વેષાદિ દ્વારા જરાય ખંડિત થતી નથી.
. ધારણામાં ચિત્ત શૂન્ય નથી હોતું પરંતુ સધાતા યોગની પાકી જાગૃતિ સાથે ધારણા હોવાથી ચિત્તનો શુભ ઉપયોગ દટ થતો આવે છે. મન બળવાન બને છે. સ્મૃતિ બળવત્તર બને છે. મોતીની માળાની જેમ સાધનાના અંકોડા ડીબદ્ધ જોડાતાં કુશાગ્રતા વધે છે
અનુપ્રેક્ષામાં તત્ત્વરમણતા પ્રગટે છે. આમ શ્રદ્ધાદિને વધુ ને વધુ તેજસ્વી બનાવતા જવાય તો કુવાસનાઓ, મિથ્યા સંસ્કારો અને બાહ્યભાવના મૂળિયા ઉખડતા જાય એ શ્રદ્ધાદિનો પરિપાક થતાં અપૂર્વકરણ-મહાસમાધિ પ્રગટે છે.
મિથ્યા વિકલ્પો કુતર્કથી જ ઉઠે છે અને શ્રદ્ધાદિને પેસવા દેતા નથી કે પુષ્ટ થવા દેતા નથી. બાહ્ય સદાચાર આંતરવૃત્તિને ઘડે છે, પોષે છે. (દુરાચારો દિલ બગાડે છે) યાવત હેયોપાદેયની સચોટ શ્રદ્ધા ઉભી કરે છે. આચારનિયમોની બેપરવાઈ-ઉપેક્ષા-અવમૂલ્યાંકન હોય ત્યાં તત્ત્વશ્રદ્ધા આવી શકે નહિ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org