________________
૧૭૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ (ભોગવટાનો) જેમ ભેદ પડે છે તેમ એજ અનુષ્ઠાનનો પણ બુદ્ધિ, જ્ઞાન અને. અસંમોહથી ભેદ પડી જાય છે
બત્રીસી ૨૩/૨૩માં ઉપાધ્યાયજી મ.
રત્નઉપલંભ = રત્નશાસ્ત્રોને સાંભળ્યા વિના, વાંચ્યા વિના, અર્થાત રત્ન શાસ્ત્રના કોઈપણ જાતના જ્ઞાન વિના સ્વમતિએ રત્નને જોવાથી રત્ન લેવાની ઇચ્છા થાય તે રત્ન ઉપલંભ છે.
ચક્ષુ આદિ ઇન્દ્રિયના વિષયનો ગુણદોષની પરીક્ષા વગરનો સામાન્યથી બોધ તે રત્નોપતંભ છે.
રત્નશાસ્ત્રના જ્ઞાનપૂર્વકનું રત્નવિષયક જ્ઞાન તે બોધ છે અને રત્નશાસ્ત્રના જ્ઞાનપૂર્વક રત્નની પ્રાપ્તિ, સંગ્રહ, ક્રય, વિક્રય એ અસંમોહના સ્થાને છે.
વોથર્મવીત્ મર્થ – રત્નની પ્રાપ્તિનું બોધ સહિતપણું હોવાથી અર્થાત ત્રીજો ભેદ રત્નની પ્રાપ્તિરૂપ હોવા છતાં તેના ગર્ભમાં બોધ છે માટે તે બોધની અપેક્ષાએ આવા ક્રિયાપૂર્વકના બોધને અસંમોહ કહ્યો. યથામ” આ રત્ન ઉપલંભ આદિ ત્રણ બુદ્ધિ આદિ ત્રણના સાધુ = યોગ્ય - બંધ બેસતા ઉદાહરણ છે કારણકે રાષ્ટ્રતિક રૂપ અર્થ; સાધકપણું આ દૃષ્ટાંતમાં હોવાથી આ દ્રષ્ટાંતને સાધુ = સમ્યફ કહ્યું છે.
રત્નના લક્ષણ વગેરેના જ્ઞાન વિના આંખથી જોવા માત્રથી આ રત્ન ખૂબ પ્રભાવાળું, પાણીદાર, પાસાવાળું, સુંદર આકાર અને રૂપવાનું છે એવું જે બાહ્યદૃષ્ટિથી જ સારાપણાનું જ્ઞાન તે બુદ્ધિ છે. જ્યારે રત્નશાસ્ત્રોને જાણવાથી રત્નશાસ્ત્ર વિષયક તેવા પ્રકારના રત્નના ગુણદોષને ઓળખવાના ક્ષયોપશમથી જે રત્નના શુભફ્લપણાનું અને રનના લક્ષણોનું જ્ઞાન તે જ્ઞાન છે અર્થાત અમુક રત્નો દેખાવમાં સુંદર હોવા છતાં ઘરમાં આવે તો ઘરની સંપત્તિ જાય, દુ:ખ, દારિદ્ર, દૌર્ભાગ્ય આવે-એવા પ્રકારના ગુણદોષપૂર્વકનો જે બોધ તે જ્ઞાન છે અને આવા પ્રકારના જ્ઞાનપૂર્વકની રત્નની પ્રાપ્તિ, તેનો ઉપયોગ, ભોગવટો એ અસંમોહ છે.
વરૂપના ભેદથી ભેદ હરિભદ્રસૂરિજી મ.સા. આ દૃષ્ટાંત દ્વારા સ્વરૂપથી જ ભેદ બતાવે છે અર્થાત્ રત્નોપતંભ, રત્નજ્ઞાન અને રત્નની પ્રાપ્તિ એ ત્રણનું સ્વરૂપ જાદુ જાદુ છે એટલે કે પહેલામાં વિવેક વગરનું જ્ઞાન, બીજામાં વિવેકપૂર્વકનું જ્ઞાન અને ત્રીજામાં જ્ઞાનપૂર્વકની પ્રાપ્તિ છે. તે જ રીતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનું સ્વરૂપ જુદુ જુદુ છે. અપુનબંધક અવસ્થા પહેલા જેટલો બોધ છે તે બધો બુદ્ધિરૂપ છે. અપુનર્બલક અવસ્થા આવ્યા પછી એકથી ચાર દૃષ્ટિ અંતર્ગત બોધ તે અંશે અંશે સમ્યગજ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org