________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૧૭૯ સંપદાનું આગમન થાય છે. તહેતુ અનુષ્ઠાનમાં સંપદાનું આગમન મોટે ભાગે પારલૌકિક હોય છે તેમજ કયારેક આ ભવમાં પણ કાલાંતરે સંપદાનું આગમન થાય છે. જ્યારે અમૃતાનુષ્ઠાનમાં તો તત્કાલ જ શુભ ભાવથી બંધાયેલ પુણ્ય ઉદયમાં આવવા દ્વારા સંપદાનું આગમન થાય છે. જેમ મયણાને સંધ્યા કાળે પરમાત્માના મંદિરમાં આરતી, મંગળદીવો, ધૂપ પૂજા કરતા અમૃતાનુષ્ઠાન થયું હતું જેના પ્રતાપે તેજ રાત્રિએ પરદેશ ગયેલા પોતાના પતિનો યોગ થયો હતો. - અમૃતક્રિયાના સાત લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે -
(૧) તર્ગતચિત્ત - તે ક્રિયામાં જ મન, વચન, કાયાના યોગોની સ્થિરતા હોય છે.
(૨) સમયવિધાન - શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ યોગ, મુદ્રા, કાલ વગેરેને સાચવીને કરવામાં આવે.
(૩) ભવ ભ્રમણનો ભય - અનંતકાળના આપણા ભાવી સંબંધી વિચાર ઉત્પન્ન થતાં પ-૨૫ વર્ષની અંદગીનો ભય નીકળી જાય છે.
(૪) ભાવની વૃદ્ધિ - ભવભ્રમણનો ભય ઉત્પન્ન થતાં તેનું નિવારણ કરનાર એક માત્ર અરિહંત પરમાત્મા જ છે તે આપણું સર્વસ્વ બની જાય છે. આજે હું આપની કરૂણાનું પાત્ર બન્યો, આજે મારા સર્વદુ:ખ, દર્ભાગ્ય નાશ પામી ગયા. સર્વપાપો દૂર થઈ ગયા, આજે હું મહોદયને પામ્યો, આજે મને સુખ, શાંતિ અને આનંદનો અનુભવ થયો, આજે મારા સર્વ મનોરથ પૂર્ણ થયા, આજે મારા આત્માનો પ્રત્યેક પ્રદેશ અમૃતવડે સિંચાયો, આજની ઘડી ધન્ય બની ગઈ, સુવર્ણમય બની. આજે મને કલ્પવૃક્ષ, કામધેનું અને ચિંતામણીની પ્રાપ્તિ થઈ.
(૫) વિસ્મય - આંધળાને ચક્ષુની, દરિદ્રીને ધનની, ભૂખ્યાને ઘેબરની પ્રાપ્તિ થતાં જેવું આશ્ચર્ય થાય તેમ પરમાત્માના દર્શને અહો! અહો! કેવા મારા પ્રભુ! કેવા કરૂણાના ભંડાર! કેવા ઉપકારી વિ.આશ્ચર્ય થાય.
(૬) રોમાંચ - પરમાત્માના ગુણો, અચિંત્ય શક્તિ, પરમાત્માનું સ્વરૂપ વગેરેનું ચિંતન કરતાં રોમરાજી વિકસ્વર થાય.
(૭) પ્રમોદ - પરમાત્માની ભક્તિ કરતા હૃદય આનંદથી ભરાઈ જાય. એ આનંદ હૃદયમાં સમાય નહિ. બહાર પણ ન સમાય. પરમાત્માનું જે શુદ્ધ, બુદ્ધ સ્વરૂપ તેનો યત્કિંચિત અનુભવ અમૃતક્રિયામાં થાય છે. એ પ્રમોદ પછી પણ ચાલુ રહે છે.
(૫) જિજ્ઞાસા - સ્વાભાવિક રીતે જ સદનુષ્ઠાન વિષયક વિધિ પરિણામ વગેરેને જાણવાની ઇચ્છા હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org