________________
૧૮૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ છે. આ અભ્યાસ દ્વારા જ જીવ આગળ વધે છે. જે જીવોને આ દૃષ્ટિ જ નથી અને માત્ર ક્રિયામાં જ ધર્મ સમજે છે તેવા જીવો વ્યવહારનચ નિર્દિષ્ટ મોક્ષમાર્ગ કે જે અપુનબંધક અવસ્થાથી શરૂ થાય છે તેની બહાર છે.
મોક્ષાંગ અને પુણ્યાંગ - સાધુએ સામાન્યતયા મુખ્ય રીતિએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, શીલ, તપ, ભાવ રૂપ જે મોક્ષાંગ છે તેનો જ ઉપદેશ આપવાનો છે. અનુકંપા, જીવદયા વગેરે પુણ્યાંગ છે તેનો ઉપદેશ ગૌણનૃત્યા છે. વ્યવહારનયે અનુકંપા, જીવદયા, માનવતા વગેરેનો ઉપદેશ એ પુણ્યાંગ છે જ્યારે દાન, શીલ, તપ, ભાવ એ મોક્ષાંગ છે.
પરંતુ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો જ્યાં સુધી જીવની દૃષ્ટિ વિકસિત નથી અને મોક્ષનો આશય સ્પષ્ટ રૂપે આવ્યો નથી ત્યાં સુધી તો મોક્ષાંગ એવા દાનાદિ પણ તેને માટે પુણ્યાંગ બને છે. જ્યારે આશય શુદ્ધિ પ્રગટે છે ત્યારે મોક્ષાંગ એ મોક્ષાંગ બને છે અને તે વખતે કરાતા અનુકંપાદિ એ પ્રધાન પુણ્યાંગ બને છે. તે પહેલા કરાતા અનુકંપાદિ એ અપ્રધાન પુણ્યાંગ છે. કોઈપણ પુણ્યાંગ. પરાકાષ્ઠાનું અને નિઃસ્વાર્થભાવે હોય ત્યારે તે જ પુણ્યાંગ બીજાભવમાં મોક્ષાંગ બની જાય છે. જેમકે મેઘકુમારને હાથીના ભવની દયાથી બીજા ભવમાં જે આરાધના મળી તે મોક્ષાંગ બની.
જીવદયા, અનુકંપા વગેરેનાં કાર્યોમાં ઉત્સર્ગથી સાધુને ન પડવાનું વિધાના હોવા છતાં આપ દૂધર્મ હોય, દુકાળ હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ રૂપ પુષ્ટાલંબન હોય તો દેશ, કાળ વગેરે જોઈને ઉચિત રીતે પ્રવર્તવું પણ તેમાં વિશેષ ઉલ્લસિતા ન થવું અર્થાત્ તે કરવા જતાં પોતાનો સ્વાધ્યાય, તપ, જપ, સમિતિ, ગુપ્તિ વગેરે ક્રિયામાં ખામી ન આવે, વૈરાગ્ય ઝાંખો ન પડે તે રીતે પ્રવર્તવું. અનુકંપાના કે જીવદયાના કાર્યો કોઈ કરતું હોય તો અટકાવવા નહિ તેમાં જે ભૂલ થતી હોય તો સુધારવી. આપણી હાજરીમાં ફંડ વગેરે કરવા માંગતા હોય તો અટકાવવા નહિ આમ સર્વત્ર હેય - ઉપાદેયનો વિવેક કરીને પ્રવર્તવાથી તે બધા કાર્યો જ્ઞાનપૂર્વકના બને છે જે મોક્ષ આપવા સમર્થ છે.
સાધુએ પ્રધાનતયા મોક્ષાંગ એવા દાન, શીલ, તપ, ભાવનો જ ઉપદેશ આપવાનો છે એ વાત એ સિદ્ધ કરે છે કે આધ્યાત્મિક પુરુષો પોતાના માથે કોઈપણ જાતનો બોજો લઈને તા નથી. અરિહંત અને સિદ્ધ ભગવંતો કયાં બોજો લઈને છે? તો પછી એના સાધક સાધુભગવંતો શા માટે બોજો લઈને ?
વ્યવહારની સફળતા નિશ્ચયથી છે અને નિશ્ચયની સફળતા વ્યવહારથી છે એ ભૂલવું જોઈએ નહિ. __ असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः ।
निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥ १२६ ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org