________________
૧૮૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અપ્રમત્તપણે સાધના ચાલુ રાખવાની છે. આત્મભાવનો આનંદ પામવા છતાં ચાર થી અગ્યાર ગુણસ્થાનક સુધી સત્તામાં મોહનીય કર્મ પડેલ છે તેના ભાવમાં અટકી જઈએ તો તે આપણને પાછા ધકેલી દે છે.
ગુણનું અભિમાન કરનારા, ગુણના સ્વાદમાં બંધાઈ જનારા દોષ ટાળી શકતા નથી અને ગુણને દોષરૂપ બનાવીને નીચેના સ્થાને પછડાય છે. માટે
જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી આપણી જાતને આપણે પ્રમાદી માનવાની છે પરંતુ બીજામાં સમ્યકત્વ, વિરતિ, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન થયેલ હોય તો તેને જ્ઞાની માનીને ચાલવાનું છે. આ છે અધ્યાત્મનો માર્ગ. પૂર્ણ ન બનીએ ત્યાં સુધી આપણા ગુણોમાં અસંતોષ રાખવાનો છે. તારામાં સુખ ભલે ઉભરાય. પરંતુ તું સુખમાં ન ઉભરાતો, કારણ આ તો બિંદ્ધમાણ સુખ છે, હજુ સાગર પ્રમાણ કેવલજ્ઞાનનું આનંદવેદન પામવાનું બાકી છે.
સ તત્ત્વની ઇચ્છા જેમ જેમ બળવાન બનતી જાય છે તેમ તેમ ઉપયોગમાંથી વિષયોનો સંગ, આકર્ષણ છૂટતા જાય છે અને અંતે સત તત્ત્વને પામવાની તીવ્રરૂચિના બળ ઉપર આત્મા અસંગાનુષ્ઠાનને પામે છે.
કર્મમળથી રહિત એવું પરમાત્મતત્ત્વ કેવું હશે? એમાં કેવો આનંદ અનુભવાતો હશે? એ સ્વરૂપને હું કયારે પામીશ? પરમાત્મા કેવા હશે? કેવો આનંદ અનુભવતા હશે ? સર્વદુ:ખ રહિત તે સ્વરૂપ મને કયારે મળશે ? આવી. પરમાત્મતત્ત્વને પામવાની તાલાવેલી અસંમોહપૂર્વકના અનુષ્ઠાનોમાં વર્તતી હોય છે. આવી તાલાવેલી જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનોમાં હોતી નથી માટે જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનો સ્વર્ગાદિ પ્રાપ્તિના વ્યવધાનપૂર્વક નિવણિને આપનારા થાય છે. જ્યારે જે જીવો છટ્ટા - સાતમાં ગુણઠાણે નિરતિચાર સંયમ પાળે છે અને જેને કારણે જેઓ ઊંચી કોટિના ઔદાસીન્ય ભાવમાં રમે છે. ભવમોક્ષ વિષે સમપરિણતિવાળા છે. ગમે તેવા વાઘ, સિંહાદિના ઉપસર્ગોમાં પણ સમિતિ, ગુપ્તિથી ચલિત થતા નથી એવા જીવોને અસંમોહપૂર્વકના અનુષ્ઠાનો જલ્દીથી મુક્તિને આપનારા થાય છે.
પોતાના પિતા કીર્તિધરને સંયમી બનેલા જાણીને પુત્ર સુકોશલે પણ ચારિત્ર લીધું. ચારિત્ર લીધા પછીથી ત્યાગ, તપ અને સંયમથી કાયાને શોષવી. નાંખી. પુત્રના વિરહથી આર્તધ્યાન કરતી તેની માતા સહદેવી અંતે મૃત્યુ પામી જંગલમાં વાઘણ બની. ગિરિરાજ ઉપર રહેલા તે બંને મુનિને જોતાં જ તે વાઘણ વિ. પોતાનો પંજો ફ્લાવી સુકોશલ ઉપર હુમલો કર્યો. તેના શરીરમાંથી લોહી પીવા લાગી, માંસ ખાવા લાગી, મુનિને જમીન ઉપર પટકી બે પંજાથી જડબું ચીરવા લાગી. તે વખતે આ સંમોહ અનુષ્ઠાનની પરાકાષ્ઠાએ પહોંચેલા તે મહાત્માએ તે વાઘણ ઉપર ક્રોધ ન કર્યો. તેનો દેહપિંજર વાઘણે વેરવિખેર કરી નાંખ્યો પણ મહાત્મા સમતા ભાવથી ચલિત ન થયા પરંતુ ઉપસર્ગમાં સ્થિર રહી પકક્ષેણી માંડી કેવલજ્ઞાન પામ્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org