________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ- 3
૧૮૭ જાય અને આપણા મગજમાં રહે તો આગળ વધાય. જ્યાં પહોંચવાનું છે તે સિદ્ધત્વ એ પૂર્ણતત્ત્વ છે. એકથી ચૌદ ગુણઠાણાનો માર્ગ એ સળંગ માર્ગ છે. કેવળજ્ઞાન એ અખંડ સ્ટેશન છે. આ ત્રણેને સમજવાથી વિકાસયાત્રા પૂર્ણ બને છે.
પરમાત્માની કૃપાથી અને ભક્તિથી જ આપણે વિરાગી બની શકશે. મન, બુદ્ધિ અને તેની સાથે સંલગ્ન તેજસ કાર્પણ શરીર એ જ ભવ – સંસાર, તેની ઉપરનો વેરાગ્ય એ ભવનિર્વેદ. તે દૃશ્યમાન નથી. પણ તેના સંવેદનથી ઓદારિક શરીર સંબંધી ત્યાગ અને વૈરાગ્ય દ્રશ્યમાન બની શકે છે.
અંદરથી ભલે કદાચ વિકલ્પો નીકળે પણ એનો અહમ્ કરવાનું છોડી દઈશું તો જરૂર આગળ વધાશેવિકલ્પો એ વસ્તુ જ નથી. પારમાર્થિક નથી, વંધ્યાપુત્ર જેવા છે. એને આધાર આપનાર આત્મા જ મહાન છે. એ આત્માને સાધક બનાવવાનો છે. તે માટે સાધના કરવાની છે કારણકે ગુણઠાણા સાધકના છે. વિદ્વાન, પંડિત અને સાક્ષરના નથી. એ ત્રણેને અનુસરનારા મોટે ભાગે. ઘણા હોય છે જ્યારે સાધકને સાધ્ય-સાધન દાવનું જોડાણ કરવાનું છે. જેમાં આત્માએ ઉત્તરોત્તર વિકાસ કરી ઉપર ચઢવાનું છે. હકીકતમાં તો સાધ્યદૃષ્ટિના અભાવમાં જ અહંકારની સંભાવના છે.
બુદ્ધિ સુધીના ભાવો સાંખ્ય મતાનુસારે જડ પ્રકૃતિથી પેદા થયેલા છે અને જૈનદર્શનને દેશસંગ્રહનય (અપર સંગ્રહનય)થી તે ઇષ્ટ છે. કારણ તે નયે આત્મા પુષ્કરપલાશવત્ નિર્લેપ છે અને જે કાંઈ જગતનું સંચાલન છે તે પ્રકૃતિના ભેદરુપ બુદ્ધિ દ્વારા જ થાય છે.
ભવાતીતાર્થયાયી જીવોનું સ્વરૂપ નિસંગતાથી સહિત હોવાથી નિરુત્સુક છે. આવું નિરુત્સુક ચિત્ત પ્રાપ્ત કરવું એ રાધાવેધ સાધવા જેવું છે કારણકે આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અપ્રતિબદ્ધ થવાનું હોય છે. શરીર અને મનનો યોગ હોવા છતાં આત્મા ઉપર તેની કોઈ વિશેષ અસર થતી નથી માટે ભવાતીતાર્થયાયી જીવોને મુક્તક કહ્યા છે.
एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि, जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥
ભવાતીતાર્થયાચીનો એક જ માર્ગ- આ ભવાતીતાર્થયાયીઓનો ઉપશમ પ્રધાન (ચિત્તની વિશુદ્ધિ સ્વરૂપ) એક જ માર્ગ હોય છે. ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ જીવોમાં ભિન્ન ભિન્ન શમપરાયણતા હોવા છતાં પણ જેમ સમુદ્રમાં એક જ તીર તરફ - કિનારા તરફ જનારા જીવો સમુદ્રમાં ભિન્ન ભિન્ન સ્થાને રહેલા હોવા છતાં પણ તેઓનો પુરુષાર્થ બધાનો કિનારા તરફ્લો જ હોય છે તેજ રીતે તેઓનો પણ એક જ ઉપશમપ્રધાન માર્ગ હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org