________________
૧૮૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 વિનાના એક પણ શ્રુતવિકલ્પમાં કેવલજ્ઞાન આપવાની તાકાત છે. તૈજસ કાર્મણની જેમ મન અને બુદ્ધિ પણ બીજા ભવમાં સાથે જાય છે. મન અને બુદ્ધિ ઉપર વૈરાગ્ય શું ? વૈરાગ્ય એક જડ પુદ્ગલો પ્રત્યે લાવવાનો છે. બીજો
આપણી વિનાશી દશા પ્રત્યે લાવવાનો છે. અવિનાશીનો આધાર લઈને નીકળેલી ચીજ મન અને બુદ્ધિ છે. મન અને બુદ્ધિ એટલે ઇચ્છા અને વિચારતત્ત્વ છે. ઇચ્છા અને વિચાર એ બંનેમાં આખું ઘાતી કર્મ સમાઈ જાય છે. જીવને જેનો અભાવ વર્તતો હોય તેની જ ઇચ્છા થાય છે. વસ્તુનો અભાવ તેના અંતરાયને નક્કી કરે છે અને ઇચ્છા એ મોહનીય કર્મને નક્કી કરે છે. જ્યારે વિચાર એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મને નક્કી કરે છે. આ બે કર્મ હોય ત્યાંજ વિચાર હોય. કેવલીને આ બે કર્મ નથી તો ત્યાં વિચાર નથી. વૈરાગ્ય કોની પ્રત્યે કેળવવાનો ?
મન અને બુદ્ધિ ચૈતન્યનો અંશ છે અને વિનાશી છે જ્યારે પુદ્ગલ એ જડ અને વિનાશી છે તે બંને પ્રત્યે વૈરાગ્ય લાવવાનો છે. પોતાના વિચારો અને ઇચ્છા ઉપર બીજા હા, હા કહે તેની ઉપર જીવને પ્રેમ છે. બીજા પ્રત્યે નહિ.
એક એક વિકલ્પનો મર્મ પામવો એ કોઈ પુણ્યશાળીનું કામ છે. આરંભ ભોગ અને પરિગ્રહનો ત્યાગ કરનાર સાધુને પંચપરમેષ્ઠિમાં મૂક્યા છે બીજાને નહિ. ગૃહસ્થ દેશથી ત્યાગ કરે છે. સાધુ સર્વથી ત્યાગ કરે છે.
સાધનાનું ક્ષેત્ર ઔદારિક શરીર એટલું મહાન નથી પણ સાધનાનું ક્ષેત્ર મન એ જ મહાન છે. ‘જાવમણે હોઇ નિયમ સંજુત્તો' કહ્યું એ મનની સાધનાને સૂચવે છે. સામાઈયવયજુત્તો એટલે સામાયિકના કપડા કટાસણું, ચરવળો, સ્થાપનાચાર્યેથી યુક્ત થવું તે વ્યવહાર છે જ્યારે તેમાં મનને જોડવું એ નિશ્ચય છે. સામાઇય વયજુત્તો આવ્યું એટલે દરવાજા સુધી આવ્યા. દરવાજા સુધી પ્રવેશ થયો છે ઘરમાં નહિ.
પૂર્ણ પરમાત્મસ્વરૂપ એવા આપણા આત્મામાંથી નીકળેલા પર્યાયો એજ મન અને બુદ્ધિ છે. એ આપણા આત્માનું ક્ષેત્ર છે. તેની પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે. મન અને બુદ્ધિ એ આપણો જ પરિવાર હોવા છતાં એ આપણને તંગ કરે છે તેથી તેના પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો છે.
તૈજસ - કાર્યણનું મરણ એક જ વખત થાય છે જ્યારે ઔદારિક શરીરના મરણ અનંતા થયા. જે મન અને બુદ્ધિ અંદરથી અહવાળા છે તેની તપાસ કરીને ધ્યાન દ્વારા તેને ઠીક કરવાના છે. મોહનીયના ભેદો એ મુખ્ય પાપ છે. જેનાથી અશુભકર્મ બંધાય છે અને શરીરાદિની રચના થાય છે.
ઇચ્છા અને બુદ્ધિ આખા પદાર્થોનું ઉપાદાન કારણ પણ
Jain Education International 2010_05
એ
સંસારનું ઉપાદાન કારણ છે. સંસારના બાહ્ય જ છે આ સળંગ અને અખંડ માર્ગ સમજાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org