________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૮૫ અને મોક્ષે ગયા આમ અસંમોહ પૂર્વકના અનુષ્ઠાનો જીવને જલ્દીથી મોક્ષને આપનારા થાય છે.
प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सकम् । भवभोगविरक्तास्ते, भवातीतार्थयायिनः ॥ १२७ ॥
ભવાતીતાર્થાયી જીવોનું સ્વરૂપ - પ્રકૃતિ સંબંધી જે ભાવો - પાંચે ઇન્દ્રિયોના વિષયોથી માંડીને બુદ્ધિ સુધીના પદાર્થોમાં જેઓનું ચિત્ત નિસંગતાથી સહિત હોવાથી નિરુત્સુક છે તે ભવના ભોગથી વિરકત થયેલા એ વા. મુક્તસમાન જીવો ભવાતીતાર્થયાયિ છે. અર્થાત સંસારથી અતીત એવા મોક્ષરૂપ તત્ત્વને વિષે જનારા છે કારણ કે રાગદ્વેષાદિરૂપ ભવ તેનાથી એમનું ચિત્ત વાસિત હોતું નથી.
અહિંયા બુદ્ધિ એ ભૌતિક પદાર્થમાં પ્રેરણા કરનાર તત્ત્વ છે. જીવને જેમ વિષયોનો રાગ છે તેજ રીતે ભૌતિક પદાર્થ ઉપર પ્રેરણા કરનાર બુદ્ધિ ઉપર પણ રાગ બેઠેલો છે. રાગના વિષય જેમ રૂપાદિ છે તેમ બુદ્ધિપણ છે અને આ બુદ્ધિ ઉપરનો રાગ - બુદ્ધિ ઉપરનો અહમ્ એ મૂળભૂત સંસાર છે.
આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાન જેવું બીજું કોઈ ધ્યાન નથી અને મોક્ષની ઇચ્છા જેવો બીજો કોઈ વિકલ્પ નથી. રાગ-દ્વેષ એ આખા સંસારનું ભાવબીજ છે. તેજસ - કામણ એ આખા સંસારનું દ્રવ્ય બીજ છે. દારિક શરીરનું ભેદજ્ઞાન એનું દ્રશ્ય સ્વરૂપ એ છે કે આરંભ-ભોગ અને પરિગ્રહ આ દેહથી ન થાય. તેજસ-કાશ્મણ શરીરથી વેરાગ્ય પ્રગટે ત્યારે વૈરાગ્યની પરાકાષ્ઠા આવે. અંદરથી એકપણ વિકલ્પ ન ઉઠે એ વૈરાગ્યની પરાકાષ્ઠા છે.
કેવલીનું જ્ઞાન - મન અને બુદ્ધિ રૂપે પરિણમતું નથી જ્યારે આપણું જ્ઞાન મન અને બુદ્ધિરૂપે પરિણમે છે. જ્ઞાની કહે છે કે તને તારા મન અને બુદ્ધિ ઉપર જેટલો રાગ છે તેટલો રાગ પત્ની અને બાળક ઉપર નથી કારણ કે પોતાના મનથી વિરુદ્ધ ચાલે તો પછી તે પત્ની હોય કે બાળક હોય તેના ઉપર પણ રાગ રહેતો નથી. અનાદિકાળથી આ મન અને બુદ્ધિએ શરીર અને ઇન્દ્રિયનું કામ કર્યું છે, આત્માનું નહિ. તેને અમન કરવા એ જ તેજસ કાર્પણનું ભેદ જ્ઞાન છે. મન અને બુદ્ધિને દાનાદિમાં તેમજ પરમાત્મભક્તિમાં વાળવાની છે. મન અને બુદ્ધિની સામે રીવોલ્વર રાખવાની છે. એના અહમને ખતમ કરવાનો છે. મન, બુદ્ધિનું આયુષ્ય દીધું છે. તેજસ-કાશ્મણનું આયુષ્ય બંધાતું નથી, બંધાયેલું જ છે. મન અને બુદ્ધિ એ વાઘ - સિંહ જેવા છે તેની પાસે સરકસના રીંગમાસ્ટરની જેમ કામ લેવાનું છે. અહમથી શ્રુતકેવલી પણ નિગોદમાં
મળેલા મૃતના વિકલ્પોમાં અહમ્ ન કરીએ તો જ આપણે વીતરાગ બની શકશું. નહિતો શ્રુતકેવલી પણ અહમને વશ બની નિગોદમાં જાય છે. અહમ્
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org