________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૮૧ હેયોપાદેયના વિવેકરૂપ શ્રુતશક્તિ એ અજરામરપણાનું કારણ હોવાથી અમૃત શક્તિ જેવી છે. અર્થાત્ તે શક્તિને કારણે અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ થાય છે અને તેનાથી તે મોક્ષને આપે છે માટે શ્રુતશક્તિ અમૃતશક્તિ જેવી કહી.
શત પર્વ - શ્રુતશક્તિ - અમૃતશક્તિ તુલ્ય હોવાથી તેમાં શુભાનુબંધ રૂપ ળપણું રહેલું હોવાથી તે ઇટપૂર્યાદિ અનુષ્ઠાનો મુક્તિનું અંગ બને છે.
શંકા : શુભાનુબંધ રૂપ ળપણું તો શ્રુતશક્તિમાં રહેલું છે તો પછી ઈષ્ટપૂતદિ અનુષ્ઠાનને શા માટે તમે મુક્તિનું અંગ કહો છો ?
સમાધાન - તાત્ત્વિક અનુબંધનું આવાપણું હોવાથી અર્થાત્ તાત્ત્વિક અનુબંધમાં મુક્તિહેતુપણારૂપ સ્વભાવ હોવાના કારણે તાત્ત્વિક અનુબંધવાળા અનુષ્ઠાનને અમે મુક્તિનું અંગ કહીએ છીએ.
અહિંયા કુલયોગીનું ગ્રહણ કર્યું કારણકે ગોત્રયોગમાં આવા અનુષ્ઠાનનો સંભવ નથી અને પ્રવૃત્તચક્રયોગીના બધા અનુષ્ઠાનો અસંમોહ યુક્ત હોવાના કારણે તે પણ અહિંયા નહિ આવે. આ શ્લોકથી જે જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનો છે અર્થાત્ હેયોપાદેયના વિવેકપૂર્વકના જે અનુષ્ઠાનો છે તે મોક્ષરૂપ ફ્લને આપનારા છે જ્યારે બુદ્ધિપૂર્વકના જે અનુષ્ઠાનો છે તે સંસારરૂપ ફ્લને આપનારા છે એમ સિદ્ધ થાય છે. અન્યદર્શનમાં પણ અનુબંધ શુદ્ધધર્મની મહત્તા
આ બે શ્લોક ઉપરથી એ સમજવાનું છે કે અન્યદર્શનમાં પણ પતંજલિઆદિ જેવા તાત્વિક યોગીઓ છે. અને જે તાત્ત્વિક યોગી છે તે કોઈપણ દર્શનમાં રહેલા હોય તો પણ તેઓ હેતુ, સ્વરૂપ અને અનુબંધમાં અનુબંધ પ્રધાન ધર્મને જ મુખ્યતા આપનારા હોય છે અને અનુબંધ શુદ્ધ ધર્મ કરવા માટે અતિસૂક્ષ્મદ્રષ્ટિ આવશ્યક છે.
ધર્મમાં અનુબંધ શુદ્ધધર્મવાળા જીવોનો જ પ્રવેશ છે અને તે હોય તો જ લોકોત્તર ધર્મ બને છે. અનુબંધની શુદ્ધિ વગરનો ગમે તેવો સારો પણ ધર્મ (પછી તે જૈનદર્શનમાં રહેલાનો પણ) તે તત્ત્વદૃષ્ટિથી લોકિક જ છે. અનુબંધ શુદ્ધ ધર્મ આવે ત્યારથી જીવને તે તે અનુષ્ઠાન કરતા આંશિક આત્મિક સુખની અનુભૂતિ થાય છે. માત્ર ઓઘથી ધર્મની શ્રદ્ધા હોવાના કારણે તે પહેલા તે તે ક્રિયા વખતે સ્કૂલથી સુખ અનુભવે એવું બને પરંતુ તે વખતે આત્મામાં બધી અતૃપ્તિઓ, ઈચ્છાઓ, રાગ-દ્વેષ બધું પડેલું હોવાના કારણે અને વિરાગ ન હોવાના કારણે જીવને વાસ્તવિક શાંત અને સ્થિર સુખ અનુભવાતું નથી. દૃષ્ટિની શરૂઆતથી આંશિક સુખ અનુભવાય છે અને તે દ્રષ્ટિઓમાં ક્રમે કરીને વૃદ્ધિ પામે છે. ઉપશમ સુખની અનુભૂતિ માટે વિરાગ, મધ્યસ્થતા, જિજ્ઞાસા, ગુરુકૃપા અને વારંવાર પોતાના પરિણામોનું સંશોધન આવશ્યક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org