________________
૧૮.
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ (૬) તક્રિસેવા છોતા ને બદલે બત્રીસી ૨૩૨૪માં તરેલા - ચેષ્ટાલિજ્ઞ – સેવા આ પાઠ શુદ્ધ લાગે છે અર્થાત ઇષ્ટપૂર્યાદિના જાણકારની સેવા અને મૂળના થી ઇષ્ટપૂર્તિના જ્ઞાતાની કૃપા = અનુગ્રહ = મહેર નજર. અર્થાત ઇષ્ટાદિના જાણકારની સેવા કરવાથી સદાને માટે તેઓની પોતાના ઉપર કૃપાદૃષ્ટિ અર્થાત આ જીવ ઘણો યોગ્ય છે. અનુષ્ઠાનના પાત્રભૂત છે માટે તેને વિશેષ વિશેષ રીતે બોધ કરાવવાની તેઓની જે ઇચ્છો તે જ તેમની કૃપાદૃષ્ટિ છે. - આ પ્રમાણે ૬ લક્ષણોથી યુક્ત સદનુષ્ઠાન હોય છે કારણકે તેમાં અનુબંધ સહિતપણું હોય છે અર્થાત્ શુભાનુબંધ માટે આદરાદિ આવશ્યક છે.
बुद्धिपूर्वाणि कर्माणि, सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव विपाकविरसत्वतः ॥ १२४ ॥ બુદ્ધિપૂર્વકના કાર્યોનું ફળ
લોકમાં બુદ્ધિપૂર્વકના બધા જ કાર્યો નિશ્ચય કરીને વિપાકથી વિરસ હોવાથી જીવોને સંસારરૂપ ફળને જ આપનારા થાય છે અર્થાત્ બુદ્ધિપૂર્વકના ઇષ્ટાદિ અનુષ્ઠાનોમાં સ્વમતિકલ્પનાની જ મુખ્યતા હોવાથી, શાસ્ત્રકથિત વિવેકનો અભાવ હોવાથી, વિપાકથી અર્થાત ળથી વિરસ એટલે દુઃખને જ આપનારા થાય છે. સંસારમાં જીવો બહુલતયા બુદ્ધિને જ આગળ કરીને જીવનારા હોય છે. આ લોકનું સુખ તેમને મુખ્ય હોય છે. અતીન્દ્રિય મોક્ષતત્ત્વ તેમને સમજાતું નથી એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અને તેના ભોગવટા માટે તેઓ મનુષ્ય જન્મને પાપથી ભરી દે છે પછી પાપના ઉદયકાળમાં, રોગાદિ અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, મૃત્યુ વખતે, સ્વજનોના વિયોગકાલે તે આત્માઓ ઝૂરે છે, વિલાપ કરે છે, આક્રંદ કરે છે, હાયવોય કરે છે, પૈસા ચાલ્યા જાય, પત્ની બેવફા બને, પુત્ર સાચવે નહિ તો તે વખતે તેમની પાસે કોઈ તત્ત્વની શ્રદ્ધા ન હોવાથી સમાધાન કરી શકતા નથી અને તેથી શાંતિ - સમાધિ પામી શકતા નથી. સંસારમાં સુખ મેળવવા માટે બુદ્ધિથી વિવેક વગરના કાર્યો કરે છે જેના કારણે આલોક, પરલોક અને પરલોક ત્રણેને બગાડે છે અને દુરન્ત સંસારમાં ભટકે છે. ધર્મ નહિ પામેલા સંસારવર્તી તમામ જીવોની આ દશા હોય છે.
ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् ।
श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥ १२५॥
જ્ઞાનપૂર્વકના ઇષ્ટાદિ કાચનું ફળ - જ્ઞાનપૂર્વકના તે જ ઇષ્ટાદિ કાર્યો કુલયોગીઓને શ્રુતશક્તિ યુક્ત હોવાથી અર્થાત હેયોપાદેયના વિવેકથી સહિત હોવાથી શુભાનુબંધ ળવાળા થવાને કારણે મુક્તિનું અંગ બને છે અને આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org