________________
૧૭૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ -૩ હવે સદgઠાનના લક્ષણને કહે છે. आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः ।
जिज्ञासा तन्निसेवा च, सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ (૧) અનુષ્ઠાન પ્રત્યે બહુમાન અને (૨) કરવામાં પ્રીતિ
અહિંયા સદનુષ્ઠાનથી તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન એ બે . લેવાના છે. ઇષ્ટ અને પૂર્યાદિ કાર્યોમાં અતિશય બહુમાન, આદર અને તેના કારણે અનુષ્ઠાન કરવામાં પ્રીતિ - આનંદ આવે છે. અનુષ્ઠાન પ્રત્યેના અત્યંત રાગને કારણે અનુષ્ઠાન શરૂ કર્યું છતે મન, વચન અને કાયામાં સ્કૂલના પહોંચાડે, અનુષ્ઠાન છોડાવે, અસમાધિ, સંકલેશ પેદા કરે તે રૂપ વિપ્નનો અભાવ અર્થાત્ તેવા વિદ્ગો આવતા નથી. (૩) વિપ્નનો અભાવ
અનુષ્ઠાન પ્રત્યેના આદર બહુમાનથી પ્રીતિ-ભક્તિ પૂર્વક આનંદ સાથે જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે જીવને તેવા પ્રકારના નવા પુણ્યનો બંધ તેમજ ઉદય થાય છે અથવા તો તે અનુષ્ઠાનના કારણે સત્તામાં પડેલ શભકર્મો તાત્કાલિક ઉદયમાં આવીને વિદ્ગોને પેદા થવા દેતા નથી કારણકે વિઘ્નોનો અભાવ કરવા માટે પુણ્યની જરૂર પડે છે. પ્રતિકૂળ બાહ્ય સંજોગોનો નાશ પુણ્યને આધીન છે અને અમૃતાનુષ્ઠાનમાં એ તાકાત છે કે એ તત્કાળ પુણ્યને પેદા કરવા દ્વારા વિદ્ગોનો નાશ તેમજ શુભળને આપે છે.
વિપ્નોની પ્રતિપક્ષી સામગ્રી અનુષ્ઠાનકાલમાં પુણ્યદ્વારા રચાય છે અને એ પુણ્ય અનુષ્ઠાનના પ્રભાવથી નવું બંધાય છે અથવા તો સત્તામાં પડેલું તત્કાલ ઉદયમાં આવે છે કે જે ઉદયમાં આવવા દ્વારા પ્રતિકૂળ સંયોગોનો નાશ કરે છે તેમજ અનુકૂળ સંયોગો પેદા કરે છે.
જેમ અનાથી મુનિએ રોગ આવતાં દૃઢસંકલ્પપૂર્વકનું એવું માનસિક અનુષ્ઠાન કર્યું, જેના દ્વારા એવા પુયનો ઉદય થયો કે જેથી બધી આપત્તિ ચાલી ગઈ. શરીરની પીડા નાશ પામી અને સંયમ પ્રાપ્ત થયું. જે અનુષ્ઠાના કરતાં મન-વચન-કાયાને સ્કૂલના ન પહોંચે એવા બાહા વિદ્ગો. વસ્તુત: વિધ્વરૂપે ગણાતા નથી. જેમ ભગવાન મહાવીરને દીક્ષા લીધા પછી ૧૨ાા વર્ષ સુધી ઘણા ઉપસર્ગ આવ્યા પણ તે એમના મનને સ્કૂલના પહોંચાડી શકયા નહિ. પ્રભુના નિરતિચાર સંયમનો નાશ કરી શક્યા નહિ. તેથી વ્યવહારથી તે વિષ્ણોરૂપ હોવા છતાં તત્ત્વથી તો કર્મનિર્જરાનું કારણ બન્યા છે. (૪) સંપદાનું આગમન
સદનુષ્ઠાન કરતા શુભપરિણામને કારણે જે પુણ્ય બંધાય છે. તેનાથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org