________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૭૭ હવે જેની સાથે રહેવાનું છે તેને સાચવે નહિ તો પછી રહેવાય કેમ? અંદરમાં આત્મા ઓળખાયા પછી પ્રેમતત્વનો આવિર્ભાવ થાય છે તેથી હવે આત્મા પોતાની સમજથી, અભિપ્રાયથી - માન્યતાથી અહંકાર સાથે રહેતો નથી. તેથી તેને સાચવવાનો પ્રશ્ન હવે રહેતો નથી.
પ્રસ્તુતમાં ઇન્દ્રિયાઈને આશ્રચિને પદાર્થનું તેમજ શાસ્ત્રોનું જ્ઞાન હોય છે તે હેયોપાદેયના વિવેક વગરનું હોવાથી એના દ્વારા કોઈ આત્મિકલાભ નહિ થાય પરંતુ ભૌતિક ઈષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરવા દ્વારા જીવને સંસાર પરિભ્રમણનું કારણ બને છે.
- હવે જે જીવને રત્નશાસ્ત્રોના લક્ષણના અભ્યાસથી શુભાશુભ રત્નોનું જ્ઞાન થયું છે તેવા જીવની પાસે કદાચ રત્ન આવી જાય તો પણ તેની ઉપાસના કરવા માટે સમર્થ ન હોવાથી રત્ન દ્વારા ભોગવટાનો જે લાભ થવો જોઈએ તે નહીં કરી શકે. અથવા તો શુભ ફળવાળા રત્નનું જ્ઞાન હોવા છતાં તેને ખરીદવાની શક્તિ નહિ હોવાથી તેને મેળવી શકશે નહિ કારણકે ઊંચી કોટિના રત્નોને મેળવવા તેમજ ભોગવવા માટે વિશિષ્ટ કોટિની ઉપાસના કરવી પડે છે કારણકે એ બધા રત્નો દેવાધિષ્ઠિત હોય છે અને તેથી દેવ ઉપાસનાથી પ્રસન્ન થાય તો જ તે દ્વારા તેનો લાભ મેળવી શકાય છે. તે જ રીતે રાષ્ટ્રતિકમાં પણ જે જીવોને શાસ્ત્રના અભ્યાસાદિથી દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાથી સુંદર વિવેક પેદા થઈ ગયો છે અને તેના કારણે સ્વપરિણતિ અને પરપરિણતિને
ઓળખી શકે છે તેવા જીવો પણ ચારિત્ર મોહનીયના ઉદયના કારણે તત્ત્વમાર્ગમાં યથાર્થ પ્રવૃત્તિ કરી શકતા નથી તેથી તેવા જીવોનું જ્ઞાન પરિણતિપૂર્વકનું હોતું નથી અને તેથી દૃષ્ટાંતમાં જેમ રત્નાદિ મળે તો પણ તેનો ભોગવટો કરી શકતા નથી તેજ રીતે અહિંયા પણ ચારિત્રાદિ કદાચ પ્રાપ્ત થાય તો પણ તે દ્રવ્યથી જ પ્રાપ્ત થાય છે પણ તેની પરિણતિરૂપ ભોગવટો આવતો નથી.
હવે જેમ દૃષ્ટાંતમાં જેણે ગુણદોષની ઓળખને કારણે શુભફ્લવાળા રત્નને ઓળખી લીધું છે અને પોતાની શક્તિથી દેવાદિની આરાધના કરવા દ્વારા તેને પ્રાપ્ત પણ કર્યું છે એવો જીવ એ રત્ન દ્વારા એનો ભોગ, ઉપભોગ, ક્રય, વિક્રયાદિ દ્વારા ઇષ્ટલાભને મેળવે છે તે જ રીતે રાષ્ટ્રતિકમાં ગુણદોષના વિવેકથી જીવને સમ્યગજ્ઞાન થતાં સાથે સાથે જ્યારે ચારિત્રમોહનીયનો પણ ક્ષયોપશમ થાય છે ત્યારે તે જ્ઞાન પરિણતિપૂર્વકનું થતાં તે અસંમોહરૂપ બને છે અને તેથી તે સદાને માટે ઉપશમભાવમાં ઝીલે છે. આત્મિક આનંદ અનુભવે છે. અને જીવને મોક્ષ પ્રાપ્તિનું કારણ બને છે. આમ જ્ઞાન જ્યારે પરિણતિ પેદા કરવા દ્વારા જીવને અંદરમાં ઠારનારું બને છે ત્યારે તે જ્ઞાન જ અસંમોહરૂપ બને છે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org