________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ મતભેદ ઉભા કરો ત્યાં આત્મા કયાં રહે? મતભેદ ત્યાં આત્મા નહિ અને આત્મા ત્યાં મતભેદ નહિં. જ્યાં અહંકાર હોય ત્યાં જ મત અને મમત્વ હોય, આત્માના વિશુદ્ધ પરિણામરૂપ ધર્મનું રક્ષણ કરવાનું છે. મતભેદનું રક્ષણ કરવાનું નથી. બુદ્ધિ મતભેદ ઉભા કરે છે. સમ્યગજ્ઞાનથી મતભેદ જાય છે અને નિરંતર સમાધિ રહે છે.
બુદ્ધિની ઉપાસના કરનારા વિકલ્પોની ઉપાસના કરે છે, પરમાત્માની ઉપાસના કરતા નથી. વિકલ્પોની ઉપાસનાથી દુ:ખ સિવાય બીજુ કાંઈ નહિ મળે.
“મતદર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત , જેમાં ભેદ ન પક્ષ.”
કોઈની સાથે કયારે પણ સંઘર્ષમાં ન ઉતરવું એ મોક્ષે જવાની ચાવી છે.
અતિક્રમણ ત્યાં પ્રતિક્રમણ જરૂરી બીજાના વ્યુ પોઇન્ટને ખોટાં કહેવા કરતાં એના સંયોગો, શક્તિ વગેરે વિચારી એને સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે સારું છે. મનુષ્યભવમાં સંયોગોનો સમભાવે નિકાલ કરવા આવ્યા છીએ. સંયોગોના ધણી થવા આવ્યા નથી. અધ્યાત્મના માર્ગમાં દરેકનો સમભાવે નિકાલ કરશું તો જ મોક્ષે જઈ શકશું.
મતાગ્રહ એ મોટામાં મોટું અતિક્રમણ છે તેનાથી સમગ્ર ભારતનું ભાવિ જોખમમાં મૂકાયું છે. પોતપોતાના મતને સિદ્ધ કરવા અન્યને ખોટા કહેતા આપણે અચકાતા નથી પણ આ અતિક્રમણથી આત્મા સ્વરૂપ અને સમતામાંથી ખસી રહ્યો છે તેનું શું? જેટલું અતિક્રમણ કરશું તેટલું જ પ્રતિક્રમણ કરવું પડશે તો જ આત્મા ઘરમાં આવી શકશે.
મતાગ્રહ અને હઠાગ્રહથી બીજાના માટે આપણા મનમાં ખરાબ અભિપ્રાય બંધાય છે. કોઈને માટે પણ મનમાં ખરાબ અભિપ્રાય બાંધવો એ ભાવપાપ છે. જે દ્રવ્યપાપ કરતા મોટું છે. તેનાથી આપણે સમયે સમયે બીજાને અન્યાય કરી રહ્યા છીએ. બીજાને અન્યાય કરવાથી બીજાને ખોટા - ખોટા કહ્યા કરવાથી આપણે વીતરાગતાના માર્ગ ઉપર ઝડપથી ચાલી શકતા નથી. આપણી ગતિ મંદ પડી જાય છે.
અંદરમાં કર્મ બહુ ચીકણા હોય અને અંદરમાં ગાંઠો ઘણી પડી હોય ત્યારે માણસ ઘણી ભૂલો કરે છે કારણકે તે વખતે તેની પાસે બુદ્ધિતત્ત્વ છે. ભૂલો, દોપો અને કપાયો કર્યા પછી આપણે તેનો બચાવ કરીએ છીએ તે અહંકારને પંપાળીએ છીએ. અંદરનો ઉઘાડ ના થાય ત્યાં સુધી જીવ ધર્મ કરવા. છતાં અહંકારને જ સાચવે છે કારણકે એને અહંકારની સાથે જ રહેવાનું છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org