________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૭૩ પ્રવૃત્તિઓમાં તો શું, પણ ભળતા વાંચન - વિચારમાં પણ ન લઈ જતાં સર્વજ્ઞા કથિત શ્રતમાં જ રોકાયેલું રાખવું જોઈએ.
અસપત્ન યોગ ધ્યાનમાં રહે કે આત્મામાં અનેક રોગો છે એની સામે અનેક પ્રકારના ભાવ પધ નિયમસર અસપત્નપણે સેવાવા જોઈએ. સ્વાધ્યાય સારો કરવાના બહાને, મગજશક્તિ વધારવાના લોભમાં પડ્રસના છલકાતા ભોજન કરે તો એ સપત્નયોગ થાય. કેમકે એ ભોજન વિકાર ઉત્પન્ન કરી સંયમ-બ્રહ્મચર્યનું ઘાતક નીવડે માટે સ્વાધ્યાય પણ ત્યાગ - તપયોગને બાધક ન બને એવો સાચવવો જોઈએ. એમ ધ્યાનયોગમાં એવું લાગી જવાય કે જેથી શાસ્ત્રસ્વાધ્યાય યોગ ઘવાય તો તે પણ અસપત્નયોગ સાધ્યો ન ગણાય.
બધા યોગ નિયમસર સાધે તો જ અનાદિકાળથી અગણિત અશુભ વાસનાઓથી ભરેલા જીવમાં એ વાસનાઓનો નિગ્રહ થાય, તપભાવ, ધ્યાન ભાવ, અહિંસકભાવ વગેરે વિધિ નિષેધના ભાવ જન્મ પોપાય અને પરાકાષ્ઠાએ પહોંચી કપાયમુક્ત થવાની વસ્તુ સર્વજ્ઞ ભગવાને જે જોઈ છે એ બની આવે. એના બદલે સ્વેચ્છાએ અનિયમિત વર્તે તો અહંતુ પોષાય ને તેથી કષાય જ ઉભા રહે.
કર્તવ્યનું ઉલ્લંઘન કરી ને ધ્યાનની સાધના એ સપત્ન યોગ બની મોક્ષ સાધક યોગરૂપ ન બને. સ્વાધ્યાય યોગ સિદ્ધ કર્યા પછી સ્વાધ્યાયના પરાવર્તનમાં, ચિંતનમાં ચઢી જતાં એકાગ્ર થવા રૂપ ધ્યાનયોગ આવે પણ હજી શાસ્ત્ર ભયો નથી, પૂલ, સૂક્ષ્મ હેયોપાદેયનું ભાન નથી, એની પરિણતિ ઘડાઈ નથી. એ જો ધ્યાનયોગ લઈને બેસે તો ન ઘરનો, ન ઘાટનો થાય. બાકીના સમયમાં અવિવેક - મૂઢતા - ફષાય વગેરેથી પીડાતો જ રહે એમ સ્વાધ્યાયાદિ કરે પણ એકાગ્રતા વિના જ કરે તો એ આત્મદોપનો ઉદ્ધાર ન કરી શકે અથવા સ્વાધ્યાય સારો કરે, પણ બીજી ક્રિયામાં લોચા વાળેતો પ્રમાદ - બેદરકારી, લોભ, અહંવાદિ પોષાયા કરે. - હવે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહને સમજાવવા માટે લોકપ્રસિદ્ધ ઉદાહરણ કહે છે
रत्नोपलम्भतज्ज्ञान तत्प्राप्त्यादि यथाक्रमम् इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥ १२२ ॥
પ્રસ્તુતમાં બુદ્ધિ આદિ ત્રણ પ્રકારના વિષયમાં બુદ્ધિ આદિ ત્રણેની સિદ્ધિ માટે રત્ન ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિ એ સાધુ-સુંદર ઉદાહરણ છે એમ જાણવું. અર્થાત્ ઉપલંભ, જ્ઞાન અને પ્રાપ્તિથી રત્નગ્રહણનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org