________________
૧૭૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ શ્રવણાદિ યોગ વધારતાં જતા શ્રદ્ધા, મેધા વગેરે પક્વ થતાં આવે છે એનો અતિશય પરિપાક એ શ્રદ્ધાદિમાં વિશિષ્ટ સ્વૈર્ય સિદ્ધ કરવા રૂપ છે. તે થયે છતે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા એવી ઉચ્ચકક્ષાએ પહોંચી જાય કે જ્યાં આત્મા અત્યાર સુધી અન્ય અન્ય વિકલ્પોમાં - ઉપયોગોમાં તો. હતો તે હવે એક જ ઉપયોગમાં સ્થિરતા કરે, જેનાથી રાજસ, તામસ ભાવ ખતમ થઈ સાત્વિક ભાવ વૃદ્ધિ પામે છે - અતિશય વૃદ્ધિ પામે છે જેનાથી ચિત્તને ડહોળી નાંખનાર વિકલ્પોની હારમાળાને અટકાવી દેનાર અલોકિક ધૈર્ય
ત્યાં પ્રગટ થાય છે. મોહની સૂક્ષ્મ વૃત્તિઓને પણ નષ્ટ કરી દેવાનો અભૂત સામર્થ્યયોગ પણ આ પ્રધાન સાત્ત્વિકભાવથી પ્રગટે છે જે અપૂર્વકરણ - મહાસમાધિને લઈ આવે છે.
શુદ્ધ ચારિત્રનું યથાર્થ પાલન જ્ઞાનની અપેક્ષા રાખે છે. પહેલા સમસ્ત જીવરાશિનું જ્ઞાન હોય, પછી જ જીવોની દયા વાસ્તવિક પાળી શકાય. જે એકેન્દ્રિયાદિ જીવને ઓળખતો નથી તે સંપૂર્ણ અહિંસક જીવન ન જ જીવી શકે અને તેથી તેનું ચારિત્ર સમૃદ્ધ અર્થાત્ પંચાચારથી પુષ્ટ, સમિતિ, ગુપ્તિ આદિ ઉત્તરગુણોથી ભરચક ન જ બની શકે.
એ જ રીતે જે દર્શન ઉત્સર્ગ-અપવાદ યુક્ત નથી તે ઉત્સર્ગ-પાલનના અનવસરે સમાધિ કેવી રીતે ટકાવી શકે?
પ્રણિધાન પૂર્વકની ક્રિયાનું ળ આવે છે. એકલી ક્રિયાનું નહિ, તેમ એકલા પ્રણિધાનનું પણ નહિ. બીજથી પાક થાય છે પણ ખેડેલી ભૂમિમાં વાવેતર, જળ સિંચન, સૂર્યનો આતાપ વગેરે ક્રિયા થઈને પાકનું સર્જન થાય છે, તે વિના નહિ. પ્રણિધાન ન હોય તો ક્રિયામાં એકાગ્રતા ઉપયોગ વગેરે ના રહેવાથી ફળ કયાંથી નીપજે?
મૃતધર્મની વૃદ્ધિ અર્થાત્ શાસ્ત્રોક્ત તત્ત્વોનું વધતું જતું પરિશીલન મોક્ષાર્થી માટે અતિ આવશ્યક છે. એમ વૃદ્ધિ પામતા કૃતમાં જ ચિત્ત અધિકાધિક લીન બનતું જવાથી બીજા ત્રીજા વિકલ્પોથી તે મુક્ત બને છે. મનને જીતવાનો એ જ ઉપાય છે. નહિ તો અનાદિની વાસનાઓ ચિત્તને બીજા વિકલ્પોમાં તાણી જવા. તૈયાર જ છે. એ તો અધિકાધિક શ્રુતમાં પરોવાયેલું રહે તો જ બીજું ભૂલે અને તેથી અનાદિની વાસનાઓનું ળ ન બેસવાથી એ તાજી અને ૮ટ થવાને બદલે ઘસારે પડતી જાય. બીજી બાજુ શુક્લ ધ્યાનની ભૂમિકા સર્જાતી જાય. જ્યાં મૃતવૃદ્ધિનો ભરચક વ્યવસાય નથી ત્યાં કદાચ ચારિત્ર જીવન પણ હોય તોય. અશુભ વિકલ્પો અને કષાયોમાં ચિત્ત પકડાયેલું રહે છે તેથી ચારિત્રનો ભાવ ઘવાઇ નષ્ટ થઇ જાય છે માટે સાધુ જીવનમાં તો વિશેષે કરીને ચિત્તને ભળતી
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org