________________
૧૭૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અનુપ્રેક્ષાથી આત્માનું સંવેદન ગાઢ થાય છે. પછીથી જ્ઞાનીઓએ આમાં કહ્યું છે માટે જ નહિ પણ પોતાને ય એમ સચોટ ભાસે છે એવી પ્રતીતિરૂપ અનુપ્રેક્ષા બને છે. એનાથી ઉપયોગ કેવળજ્ઞાનની સન્મુખ જાય છે તે આ રીતે - (૧) પદાર્થના સૂક્ષ્મ વિશેષો પ્રત્યક્ષ દૃશ્યમાન થાય છે (૨) સંવેગની વૃદ્ધિ થતાં સર્વજ્ઞવચન ઉપર અથાગ બહુમાન થતાં પરની તૃષ્ણા ધટતી જાય છે.
જે અનુપ્રેક્ષામાં પદાર્થ જાણે સાક્ષા-હુબહુ દેખાતા હોય તે રીતે આંતર સંવેદનને સ્પર્શતા નથી. ને પરના આકર્ષણ ઘટતા નથી- એ અનુપ્રેક્ષા સાચી નથી પણ આભાસ માત્ર છે. અભવી, દુર્ભવીના નવપૂર્વ સુધીના તત્ત્વના ચિંતના આ કોટિના અનુપ્રેક્ષાભાસરૂપ છે.
અનુપ્રેક્ષાનો ચિત્ત વ્યાપાર કેવળજ્ઞાનની સન્મુખ આત્માને ખેંચી જાય. છે. જેમ ખાણમાંથી કાઢેલ મલિનરત્નને શુદ્ધ કરવા જે એને અગ્નિમાં નાંખવામાં આવે તો અગ્નિ ચારેબાજુથી વ્યાપ્ત થઈને કચરાને બાળી નાંખી રત્નને શુદ્ધ બનાવે છે તેમ અનુપ્રેક્ષારૂપ અગ્નિ આત્માના પ્રદેશ પ્રદેશે ફ્લાઈ જઈને કર્મરૂપી કચરાને બાળી નાંખી, ઘાતી કર્મનો નાશ કરી કેવલજ્ઞાનને પ્રગટાવે છે.
જેમ રાત્રિના ગાઢ અંધકારને ચીરવા માટે વીજળીનો એક ઝબકારો. બસ નથી. એ તો સૂર્યનો સતત પ્રકાશ જ ટાળી શકે. એમ અનંતકાળના. મોહના કુસંસ્કાર હટાવવા વારંવાર અનુપ્રેક્ષા ચલાવવી જોઈએ. ઉત્કૃષ્ટ અનુપ્રેક્ષા લાવવા માટે તેની પૂર્વે અનુપ્રેક્ષાનો ખૂબખૂબ અભ્યાસ જોઈએ.
અપૂર્વકરણમાં મહાસમાધિ : સમાધિ એટલે હર્ષ-શોક આદિ દ્વન્દ્રોમાં કોઈનાય તરફ આત્મા ન ખેંચાય એવી જે મધ્યસ્થ અવસ્થામાં આત્માનું જે સમ્યક સ્થાપન કરાય છે. આ અવસ્થામાં તરતમતા હોય છે. તેથી તેમાં જે “ઊંચી અવસ્થા' તે મહાસમાધિ કહેવાય છે. આઠમાં ગુણઠાણે આત્મા જે અપૂર્વકરણ કરે છે તે આ મહાસમાધિ છે. જેમાં આત્મા અપૂર્વ સ્થિતિઘાત રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ - આ પાંચ વસ્તુ અપૂર્વ કરે છે માટે તે અપૂર્વકરણ કહેવાય છે. આ અપૂર્વકરણ-મહાસમાધિ સામર્થ્ય યોગથી સિદ્ધ થાય છે.
આ મહાસમાધિ સામર્થ્યયોગમાં ચિત્તની અતિશય ઊંચી સ્વચ્છતા, સ્વસ્થતા, ઉપાદેય સાથે એકમેકભાવ, તન્મયતા, એકાગ્રતા એટલી ઊંચી કોટિના હોય છે કે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકાકારતા થઈ જાય છે.
આવી સમાધિ ખાલી છે બ્રહ્માસ્મિ, તત્સત વગેરે ધ્યાન લઈ બેસે અને એની એકધારે ધૂન કરવાથી મન તન્મય ચાવત્ વિચાર રહિત અને બાહ્યથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org