________________
૧૬૮
ચોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થતું પદાર્થનું ચિંતન એ સૂક્ષ્મ તત્ત્વનું ચિંતન નથી પણ તેમાં સંવેગ-નિર્વેદ ભળે ત્યારે પદાર્થનો યથાર્થ મર્મ લાધે છે અને તે માટે તો દર્શનમોહ અને ચારિત્રમોહનો ક્ષયોપશમ પણ ભળવો જરૂરી છે.
માત્ર જ્ઞાનાવરણીયના તીવ્ર ક્ષયોપશમથી ભૌતિક પદાર્થના વિષયમાં સૂક્ષ્મ તત્ત્વનું ચિંતન કરી શકાય છે. તે ચિંતન વ્યવહારથી સૂક્ષ્મ હોવા છતાં નિશ્ચયથી સ્થૂલ છે તેનું કારણ એવું છે. કે તેઓને આત્મતત્ત્વને પામવાનું લક્ષ્ય નથી અને ઉપયોગમાં દેહાધ્યાસ છે.
જે પદાર્થનું ચિંતન, મનન ગમે તેટલું સૂક્ષ્મ કરવામાં આવે છતાં જો જીવ દુ:ખથી મુક્તિ ન પામે અને તેના લલાટે ભવોભવનું દુખ લખાયેલું રહે તો તેવું ચિંતન, મનન સૂક્ષ્મ કેવી રીતે કહી શકાય? અધ્યાત્મની પરિભાષામાં તે જ તત્ત્વચિંતનને સ્થાન આપવામાં આવ્યું છે કે જે આત્માના દ્રષ્ટિકોણને બદલીને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ લઈ જાય. આત્માને આત્માનું સ્વરૂપ અને તેમાં પડેલ વિષયનિરપેક્ષ અનંત આનંદની ગુરૂવચનથી શ્રદ્ધા થાય અને એને મેળવવાનું લક્ષ્ય આવે પછી જ તત્ત્વચિંતન સાચું આવે.
ઇન્દ્રિયની જેટલી શક્તિ અને અર્થની જેટલી ઉપસ્થિતિ-તેના કારણે પેદા થયેલી બુદ્ધિ-તેની કક્ષા હંમેશા જૂદી જૂદી રહેવાની.
ઉપાધ્યાયજી મ. બત્રીસીમાં બુદ્ધિનો અર્થ આ પ્રમાણે કરે છે -
આત્મલક્ષી ઉહથી રહિત અર્થાત ભોતિક્લક્ષી ઉહથી - વિચારણાથી સહિત, સાંભળવા માત્રથી પેદા થયેલું શબ્દના અર્થનું જ્ઞાન તે બુદ્ધિ છે અર્થાત જે જ્ઞાનમાં આત્મવિષયક કોઈ પણ વિચારણા ફ્લાયમાન નથી અર્થાત આ જ્ઞાનથી મારા આત્માને લાભ શું? નુકસાન શું? આ જ્ઞાનથી આલોક તેમજ પરલોકમાં આત્માનું હિત થાય કે અહિત થાય? એવી કોઈપણ વિચારણા વગર માત્ર જે જ્ઞાનમાં આ લોકમાં ભોતિક્લાભ કેટલો થાય ? જગતમાં માન, પ્રતિષ્ઠા, યશ-કીર્તિ વધે, શરીરાદિ સુખાકારી રહે, ભૌતિક ઇષ્ટ સામગ્રી અને ઇષ્ટ સંયોગો પ્રાપ્ત થાય, ટકી રહે, વૃદ્ધિ પામે અને અનિષ્ટ સામગ્રીનો સંયોગ આવે જ નહિ, આવે તો ચાલ્યો જાય-એ જાતના વિચારોની જેમાં પ્રધાનતા છે તે બધું જ્ઞાન બુદ્ધિરૂપ છે.
જ્ઞાન શું છે ?
આત્મલક્ષિતા પૂર્વકનો બોધ તે જ્ઞાન છે. દર્શનમોહનીચના ક્ષયોપશમથી પેદા થયેલ એદંપર્યાર્થવાળો આત્માના વિષયમાં બોધ કે જે મોક્ષનું કારણ બને તે જ્ઞાન છે. અર્થાત જેટલા જેટલા શાસ્ત્રો ભણે તે બધા દર્શનમોહનીયનો ક્ષયોપશમ થવાને કારણે સમ્યક્ પરિણામ પામી જાય અને તેને કારણે આત્માને અહિત કરનારા કષાયના ચાવત્ પરિણામો તે બધામાં તીવ્ર હેય બુદ્ધિ અને આત્માને હિત કરનારા ઉપશમભાવમાં જ એકમાત્ર ઉપાદેય બુદ્ધિ પેદા થઈ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org