________________
૧૬૬.
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ - વર્તમાન સ્કૂલ - કોલેજોમાં લાખો વિદ્યાર્થીઓ ભણે છે પરંતુ ભણતર શા માટે? એનું કોઈ ઉમદા લક્ષ્ય નથી. આશ્ચર્ય તો એ છે કે જે જ્ઞાન દ્વારા .લક્ષ્યની ઓળખ થાય છે, જેના દ્વારા સ્વરૂપ ઓળખાય છે તેની રૂચિ થાય છે અને તેથી જ જ્ઞાનની જગતમાં મહત્તા છે તે ચીજ જીવ ભણવા છતાં જાણતો નથી.
ઉદેશમાં - આશયમાં - લક્ષ્યમાં - પ્રણિધાનમાં જે શક્તિ છે તે શક્તિ સાધનોમાં નથી. જેનો ઉદ્દેશ પરમાત્મા થવાનો નથી તે ગમે તેટલું ભણે તો પણ તે પરમાત્મા બની શકતો નથીજેમકે અભવ્ય. તીવ્ર જિજ્ઞાસા થયા પછી સામાન્ય માણસને પણ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે.
જેમ કૃષિકર્મમાં પાણી એ મુખ્ય છે તેમ અધ્યાત્મમાં આશય- લક્ષ્ય એ મહાન છે. અભવ્ય ઊંચું ચારિત્ર પાળવા છતાં, નવપૂર્વનો અભ્યાસ કરવા છતાં અંદરથી આશયશુદ્ધિ અને ઉમદા લક્ષ્ય નથી તો તેના દ્વારા કોઈ વિશેષ લાભને પામી શકતો નથી.
જિજ્ઞાસા એવી ચીજ છે કે તેના બળે જીવ જેમ જેમ જાણવાનો પ્રયત્નો કરે છે તેમ તેમ તે વધતી જાય છે. જિજ્ઞાસા વધે તેમ ક્ષયોપશમભાવ પણ વધતો જાય છે એમ કરતા એક દિવસ ક્ષયોપશમ ભાવમાંથી જીવ ક્ષાયિક ભાવ પામી જાય છે. જીવ ઉપર જ્યાં સુધી મોહનું જોર વધુ હોય છે ત્યાં સુધી જીવ પોતાનું વાસ્તવિક લક્ષ્ય નક્કી કરી શક્તો નથી. અને તેથી તુચ્છ ભૌતિક પદાર્થનું લક્ષ્ય બાંધી તેને મેળવવા અને ભોગવવામાં વ્યર્થ ફાંફા મારે છે માનવભવની દિવ્યતા તે ભવમાં પ્રાપ્ત થતા દિવ્ય મોક્ષપ્રાપ્તિના લક્ષ્યથી છે.
જેને આ ભવમાં તત્ત્વપ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિનું દિવ્ય લક્ષ્ય બંધાઈ જાય છે તે આત્માઓ તત્ત્વજ્ઞાનને સહેલાઈથી પામી શકે છે. જેમ એક પહાડ પર મંદિર છે ત્યાં જવાનું લક્ષ્ય થયા પછી યાત્રિક સડકના માર્ગથી ચાલતા ચાલતા મંદિર સુધી પહોંચી જાય છે. જ્યારે જંગલી માણસ સડકના માર્ગથી ન જતાં પહાડના રસ્તેથી સીધો જ ઉપર પહોંચી જાય છે. જેમ ૧૦૮ માળના બહુમાળી મકાનમાં ઠેઠ ઉપરના માળે રહેતા માણસને લીફ્ટ બંધ થઈ જાય અને ચઢવાનો વખત આવે તો તે માણસને ચઢવાનું ઘણું આકરું લાગે છે કારણ કે તે ચઢવાનું લક્ષ્ય કે આશય નથી તે જ વ્યક્તિને ગિરિરાજનું ચઢાણ તેના કરતા વધુ કઠિન અને વધુ પગથિયાવાળું હોવા છતાં તે કઠિન લાગતું નથી કારણ કે ગિરિરાજ ચઢીને પરમાત્માના દર્શન કરવાનું લક્ષ્ય છે.
એ જ રીતે તત્ત્વના લક્ષ્યા વિના તત્ત્વનું શ્રવણ, મનન અને નિદિધ્યાસના કરવાવાળાને તત્ત્વની પ્રાપ્તિ જલ્દી ન થાય તેવું બને પરંતુ તત્ત્વની પ્રાપ્તિના દૃઢ લક્ષ્યવાળા સાધારણ મનુષ્યને તત્ત્વની પ્રાપ્તિ જલ્દીથી થઈ શકે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org