________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
આમ સર્વત્ર આશયની મુખ્યતા રહેલી છે. હવે આશયમાં ભેદ થવાના કારણને કહે છે
रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् ॥ नानाफलोपभोक्तृणां, तथा बुद्धयादि भेदतः ॥ ११९ ॥
આ લોકમાં વિવિધ પ્રકારના ફ્લને ભોગવનારા જીવોના રાગાદિ દોષોથી તેવા પ્રકારની બુદ્ધિ આદિનો ભેદ થાય છે અને બુદ્ધિ આદિનો ભેદ થવાથી આશયમાં પણ ભેદ પડી જાય છે. અર્થાત્ જીવમાં રહેલ તેવા પ્રકારના મૃદુ, મધ્ય કે અધિક માત્રાવાળા રાગદ્વેષાદિથી બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ થાય છે અને તેનાથી અલ્પ, મધ્યમ કે અધિક માત્રાવાળા શુભાશુભ આશય પેદા
થાય છે.
૧૬૭
बुद्धिर्ज्ञानमसंमोह स्त्रिविधो बोध इष्यते ।
तद् भेदात्सर्वकर्माणि, भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥
બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ કે જેનું સ્વરૂપ અમે હવે પછીના શ્લોકોમાં કહેવાના છીએ તે ત્રણ પ્રકારે બોધ ઇચ્છાયો છે. અને તે બુદ્ધિ આદિના ભેદથી સર્વજીવોના સઘળા ઇષ્ટાદિ કાર્યોનો ભેદ થાય છે. इन्द्रियार्थाश्रयाबुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् ।
सदनुष्ठानवच्चैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥
બુદ્ધિ શું છે ?
ઇન્દ્રિય અને અર્થને આશ્રયિને થનારું જ્ઞાન તે બુદ્ધિ છે. જે હેયોપાદેયનો વિવેક પેદા ન કરે તે બુદ્ધિ છે. જેમ તીર્થે જનારા માણસને જોઈને પોતાને તીર્થે જવાનું મન થાય પણ પછી શા માટે જવાનું? કેમ જવાનું? તેના લાભ શું? તેનો જેમાં વિચાર જ ન હોય તે બુદ્ધિ છે. ગતાનુગતિક રીતે લોકસંજ્ઞાથી કે ઓઘસંજ્ઞાથી હૃદયના શુદ્ધ આશય વિના જે કરાય તે બુદ્ધિ છે અથવા તો ઇહલૌકિક, પારલૌકિક પ્રયોજનને કેન્દ્રસ્થાને રાખીને જે કરાય તે બુદ્ધિ છે.
આધ્યાત્મિક વિકાસ ન થયો હોય તેના બધા અનુષ્ઠાનોમાં ઇન્દ્રિય અને અર્થને આશ્રયિને બુદ્ધિ જ રહેવાની. સંસારમાં પાંચે ઇન્દ્રિયોથી જે બુદ્ધિ થવાની તે માત્ર બાહ્ય સ્વભાવને તેમજ બાહ્ય દૃષ્ટિએ જ સારા, નરસાપણાને જોનારી થવાની. ઇન્દ્રિયોની એ ગ્રાહક શક્તિ નથી કે હેયોપાદેયનો કે હિતાહિતનો બોધ કરાવે.
અભવ્યાદિ જીવો શાસ્ત્રગ્રહણ કરે છે. પણ તે દ્વારા તેમને ઇન્દ્રિયાર્થાશ્રયા બુદ્ધિ જ થાય છે કારણ કે તેઓને મૂળમાં દેહદૃષ્ટિ, દેહાધ્યાસ પડેલો હોવાને કારણે તે આત્માઓ પદાર્થનું યથાર્થ સૂક્ષ્મ ચિંતન કરી શકતા જ નથી. માત્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org