________________
૧૬૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્યાં સુધી દષ્ટિ તુચ્છ છે ત્યાં સુધી જીવને વિષયો જ પ્રિય રહેવાના અને તેને જ મેળવવા જીવ પ્રયત્ન કરવાનો અને તેથી તેની ભક્તિનો વિષય સંસારી દેવો રહેવાના.
ત્રણેકાળમાં સર્વજ્ઞતત્ત્વના પ્રયોજક ઉપશમભાવપ્રધાન ભક્તિ કરનાર સર્વજ્ઞભકતો ઓછા જ રહેવાના જ્યારે સંસારસુખના હેતુભૂત સંસારી દેવોની ભક્તિ કરનારા જીવો વધારે રહેવાના.
જો કે સર્વજ્ઞતત્ત્વની ભક્તિથી પણ સાંસારિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે જે જન્મ મરણ યોગમાં ફ્લાયેલા દેવયોનિની અંદરમાં રહેલા દેવો પોતાના ભક્તને જે આપવા સમર્થ હોય તે ચીજ વીતરાગ પરમાત્માની ભક્તિ કરનારને ન મળે એ બને જ કેમ? છતાં અંદરથી તેવા પ્રકારની શુદ્ધિ અને શ્રદ્ધા થવી એ ઘણું મુશ્કેલ છે અને તે શુદ્ધિ અને શ્રદ્ધા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી જીવની દૃષ્ટિ તે તરફ ન વળે તે સહજ છે.
અચરમાવર્તમાં અને ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી ભાવમલનો હાસ ન થાય ત્યાં સુધી જીવને વિષયો જ ગમે છે, વિષયોમાં જ સુખબુદ્ધિ હોય છે તેથી તેને મેળવવા તે આત્માઓ સંસારી દેવોની ભક્તિ કરે છે.
तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्न नगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥
જે કારણથી લૌકિક દેવોના સ્થાનોના ભેદો અનેક છે તેથી તે ભિન્ન દેવસ્થાનની પ્રાપ્તિના ઉપાય પણ ભિન્ન ભિન્ન છે તેમાં દ્રષ્ટાંત કહે છે. ક્યારે પણ ભિન્ન ભિન્ન નગરમાં જવાનો માર્ગ એક નથી હોતો. કારણ કે જો માર્ગ એક હોય તો નગરોનું ભિન્ન ભિન્નપણું ઘટી શકે નહિ. આ દૃષ્ટાંતદ્વારા લોકિક દેવોની ભક્તિ અનેક પ્રકારની છે તે વાત સિદ્ધ કરી.
હવે ભિન્ન ભિન્ન દેવલોકની પ્રાપ્તિના ઉપાય સ્વરૂપ ભિન્ન ભિન્ન અનુષ્ઠાનોને કહે છે -
इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धितः । नानाफलानि सर्वाणि द्रष्टव्यानि विचक्षणैः ॥ ११५ ॥
જેનું સ્વરૂપ અમે હવે પછીના શ્લોકમાં કહેવાના છીએ એવા ઇષ્ટ અને પૂર્ણ કાર્યો લોકમાં ભિન્ન ભિન્ન આશયથી વિદ્વાનો વડે ભિન્ન ભિન્ન ફ્લવાળા જાણવા. ત્રિામiધત:-ઇહલીકિક આશય - પુત્ર, પત્ની, ધન, સત્તા વગેરે મેળવવાનો આશય, તેમજ પરલોકમાં દેવપણું, નરેન્દ્રપણું, ચક્રીપણું, ઇન્દ્રપણું મેળવવાનો આશય તે પારલૌકિક આશય.
આમ વાંછાના અનેક ભેદ હોવાથી, આશયના અનેક ભેદ હોવાથી ઇષ્ટ અને પૂર્ણ કાર્યો ભિન્ન ભિન્ન ફ્લને આપનારા થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org