________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧ ૬ ૩ નહિ. પ્રભુને મોક્ષે જતા અટકાવી શક્યા નહિ. અશુભ અનુબંધનો નાશ અંતઃકરણની નિર્મળતાથી ઊભી થયેલ સાત્ત્વિક પરિણતિના બળે થાય છે. આ દ્રષ્ટિમાં રહેલા જીવો પોતાની વિશુદ્ધિના બળે સાત્ત્વિકતાને ખીલવી રહ્યા છે. સંસારની ઇચ્છાને કાપી રહ્યા છે અને મોક્ષની રૂચિ વધારી રહ્યા છે તેથી મોક્ષે ગયેલા પરમાત્માની ભક્તિ પોતાના પરમ ઉપાસ્ય માનીને કરી રહ્યા છે.
संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा ।
स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ ચિત્રભક્તિમાં હેતુ કહે છે. -
સંસારી દેવોની ભક્તિ અનેક પ્રકારે હોય છે. તેનું કારણ એ છે કે દરેક દર્શનની માન્યતા પ્રમાણે ઉર્ધ્વ, અધો અને વિષ્ણુલોકના ભેદથી પ્રત્યેક બ્રહ્માડમાં દેવોના સ્થાનો, તેમના વિમાન, ભવન, આવાસ, આયુષ્ય, ઐશ્વર્ય, રૂપ, સત્તા, શક્તિ, આકૃતિ આદિના ભેદવડે કરીને અનેક છે. જેમ એક જ એવા મનુષ્યલોકમાં મનુષ્ય આયુષ્યરૂપે મનુષ્યો એક જ હોવા છતાં જાતિ, કુળ, દેશ, ઐશ્વર્ય, ભાષા, સંપત્તિ, આરોગ્ય, પુણ્ય, સત્તા આદિના ભેદથી માનવોના અનેક ભેદ થાય છે. અને તેના કારણે મનુષ્ય યોનિમાં શેઠ, નોકર, સત્તાધીશ, શ્રીમંત, ગરીબ, બુદ્ધિમાન, મુખ, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ વગેરે અનેક ભેદ થાય છે. તે જ રીતે દેવયોનિમાં રહેલ દેવોના પણ અનેક પ્રકાર હોય છે. તેમની શક્તિ, ઐશ્વર્ય, સ્વભાવ, પ્રભાવમાં પણ ફાર હોય છે. એક જ દેવની આરાધના જે ળ આપવા સમર્થ હોય તે જ ળ બીજા દેવની. આરાધના ન આપી શકે અને તેથી દેવયોનિમાં રહેલા સંસારી દેવોની ભક્તિા અનેક પ્રકારની હોય છે.
જ્યાં સુધી આત્માની સંસારી અવસ્થા છે ત્યાં સુધી કર્મનાં કારણે વૈચિત્ર્ય રહેવાનું અને તે વિચિત્રતાના કારણે તેનાથી પ્રાપ્ત થતા ફળમાં પણ વૈચિત્ર્ય રહેવાનું જેને કોઈ મીટાવી શકે તેમ નથી. મનુષ્યયોનિમાં રહેલા મનુષ્યો કે જેઓ પુણ્યની અધુરાશવાળા છે અને સાત્વિક પ્રકૃતિના અભાવવાળા છે તેઓમાં આના કારણે સાંસારિક પદાર્થોની આકાંક્ષા ઓછાવત્તા અંશમાં રહેવાની અને તેથી તેની પૂર્તિ જ્યાંથી થાય, જે રીતે થાય તે માર્ગ તેઓ અપનાવે એ સહજ છે અને તેથી તે તે દેવોની ભક્તિ તે તે ચીજની પ્રાપ્તિ માટે જૂદી જૂદી રહેવાની.
- ઉપરોક્ત અસાત્વિકભાવવાળી વૃત્તિ ટળે અને જ્યારે સાત્વિકભાવ પ્રગટે અને દુ:ખના મૂળ ઉપર તેની નજર જાય ત્યારે જ તે આત્માને અધ્યાત્મ માર્ગ રૂચિકર લાગે અને તેને માટે આત્મા પુરુષાર્થ કરે ત્યારે તેને સુખના કારણ તરીકે તુચ્છ સામગ્રી ન દેખાતા અંદરમાં પડેલો ઉપશમભાવ દેખાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org