________________
૧૬૧
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કહેવાથી બોડાનો વધ ન કર્યો તો કંટકેશ્વરીએ માથામાં ત્રિશુળ મારી કોઢ રોગ પેદા કર્યો. આમ સંસારી દેવો કે જે રાજસ-તામસ પ્રકૃતિવાળા છે તે આ રીતે જ કાર્ય કરતા હોય છે. અહિંયા એક ખાસ ખ્યાલમાં રહે કે દેવયોનિમાં રહેલા બધા જ દેવો આવા રાજસ-તામસ ભાવવાળા હોય છે એવું નથી. બીજા ઘણા સાત્વિક પ્રકૃતિવાળા પણ દેવો છે જે પોતાને માનનારને સાત્ત્વિકભાવ કરવાનું અને રાજસ-તામસ ભાવથી બચવાનું શીખવે છે. જેઓ પોતે કદાચ સમ્યકત્વને ન પામ્યા હોય તેવું બને પણ છતાં રાજસ તામસ ભાવથી તે દૂર છે અને આ સાત્ત્વિકભાવ જ પરાકાષ્ઠાએ પહોંચતા તેઓને સમ્યક્ત્વપ્રાપ્તિનું કારણ બને છે. પરમાત્માના સમવસરણમાં જઘન્યથી ક્રોડ દેવો હોય છે તેમાં સમ્યગદૃષ્ટિ કરતા મિથ્યાદ્રષ્ટિ દેવો વધારે હોય છે કારણકે સમ્યગ્દષ્ટિ દેવો તો કુલ દેવયોનિના દેવોના એક અસંખ્યાતમાં ભાગ જેટલા જ છે. છતાં પરમાત્મા પ્રત્યે ભક્તિ કરી કરીને પોતાના સાત્ત્વિકભાવને પુષ્ટ કરી રહ્યા છે અને પોતાના આશ્રિતોને - પોતાને દેવ તરીકે માનતા પોતાના ભક્તોને સાત્ત્વિકભાવ. કરવાનું શીખવી રહ્યા છે એ વાત ખાસ યાદમાં રાખવા જેવી છે. સાત્ત્વિકભાવ એ પરમાત્માના ઘરનો ભાવ છે. પરમાત્માની દેન છે એ જ્યાં પણ કરાતો હોય કે એનો ઉપદેશ કોઈ પણ આપતા હોય તેની ભૂલે ચૂકે પણ આપણાથી અવહેલના - તિરસ્કાર ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવા જેવી છે.
આમ સંસાર-ચોનિમાં રહેલા રાજસ-તામસ પ્રકૃતિવાળા દેવો રાગ, દ્વેષથી સંશ્લિષ્ટ હોય છે અને સંસારી જીવો પણ જ્યારે સંસારના જ આશયથી તેમની ભક્તિ કરે છે ત્યારે પોતે પણ રાગ-દ્વેષ સહિત હોય છે એટલે પોતાને જે ઇષ્ટ છે તેને મેળવવા તેમની પ્રશંસા, બીજાની ટીકા વગેરે કરતા હોવાથી તેઓની ભક્તિમાં ચિત્રતા હોય છે.
જ્યારે સર્વજ્ઞતત્ત્વમાં તો ભક્તિનું પ્રયોજક ઉપશમભાવ છે. તેવા પ્રકારના સંમોહનો નાશ થવાથી વીતરાગતા જ તેમને ગમે છે. પોતાના સામાન્ય પણ રાગ - દ્વેષ ખટકે છે અને તેથી ત્યાં એક જ સ્વરૂપવાળી શમપ્રધાન જ ભક્તિ હોય છે. સમતાને પ્રાપ્ત કરવાની તમન્ના એ જ ભક્તિમાં કારણ છે.
સંસારનું વેચિય અનેક ભેદે છે અને સંસારવર્તી જીવોના પ્રયોજનો પણ ભિન્ન ભિન્ન છે અને દેવયોનિમાં રહેલા દેવોના પણ પુણ્યના કારણે, શક્તિના કારણે અનેક ભેદ છે. ત્યાં રહેલા દેવોમાં પણ અંદરથી યશ, કીર્તિ, નામના વગેરે પડેલા છે તેમજ તેને ભજનારાની જરૂરિયાત પણ જુદી જુદી છે તેથી દેવયોનિમાં રહેલ દેવોની ભક્તિ અનેક પ્રકારની હોઈ શકે છે. પરંતુ અધ્યાત્મના માર્ગમાં તો બધાનું પ્રયોજન એક માત્ર કષાયોનો નાશ અને સમતાની પ્રાપ્તિ છે તેથી તે આત્માઓ સર્વજ્ઞતત્ત્વ કે જે જગતમાં એક જ છે અને પૂર્ણઆનંદ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org