________________
૧૬૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ગમે તેવો શાસ્ત્રનો ઊંચી કોટિનો બોધ કે ઉંચી કોટિની ક્રિયા કે બહારના દેખાતા ભવ્ય ત્યાગાદિ કાર્યો એ આદરણીય બનતા નથી.
જેમ કે એક માણસ પોતાની પત્નીને ટી.બી. કે કેન્સર થયેલ હોય તે વખતે તેનો ઔષધ ઉપચાર ન કરે. સેવા ન કરે અને કરોડોના ઝવેરાતથી તેને શણગારે તો તે જગતમાં પ્રશંસનીય બનતો નથી કારણ કે આંતરિક તત્ત્વ જ્યારે બગડેલું છે ત્યારે તેનો જ ઉપચાર સૌ પ્રથમ કર્તવ્ય છે તેના અભાવમાં બાહ્ય શણગાર કરવો એ બાલિશતા છે, અધમતા છે. સજ્જનતા અને સાધુતા નથી.
હવે પતંજલિ પોતાના કથનમાં શાસ્ત્રગર્ભિત યુક્તિને કહે છે. चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥
સમ્યક અધ્યાત્મસંબંધી શાસ્ત્રની વિચારણા કરનાર શાસ્ત્રમાં ચિત્ર અને અચિત્ર એમ બે ભેદથી દેવ વિષયક ભક્તિ વર્ણવી છે તે કારણથી પણ ભિન્ના ભિન્ન દર્શનમાન્ય સર્વજ્ઞો એક જ છે એમ સિદ્ધ થાય છે. શાસ્ત્રોમાં લોકોત્તર એવા સર્વજ્ઞ દેવોની ભક્તિ અનેક ભેદવાળી કહી હોત તો બધા સર્વજ્ઞો તત્ત્વથી એક જ છે એમ ન કહી શકાય પરંતુ શાસ્ત્રોમાં બધા સર્વજ્ઞોની કરાયેલી ભક્તિ અચિત્ર અર્થાત્ એક જ પ્રકારની કહી છે તેથી બધા સર્વજ્ઞ એક જ છે એમ સિદ્ધ થાય છે.
सुष्ठ अध्यात्म इति स्वध्यात्म, तस्य इदम् मे मर्थमा तद्धितनी अण પ્રત્યય લાગતા સવાધ્યાત્મ થયેલ છે.
આ જ વાત ને સ્પષ્ટ કરતા કહે છે. संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ १११॥ चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता अचित्रा चरमे त्वेषा शमसाराखिलैवहि ॥ ११२ ॥
સંસારવર્તી દેવયોનિમાં રહેલ લોકપાલ, કામદેવ વગેરે દેવની ગતિમાં રહેલા દેવોની ભક્તિ તે લોકો કરે છે કે જેમને મરીને તેવી દેવગતિમાં જવું છે. પરંતુ જેઓને સંસારથી અતીત એવા મોક્ષને વિષે જવું છે તેવા યોગીઓની ભક્તિ તો તદતીત = સંસારથી અતીત એવા સર્વજ્ઞને વિષે હોય છે.
સંસારી દેવો વિષેની ભક્તિ એ રાગ-દ્વેષથી સંશ્લિષ્ટ જ હોય છે. સંસારી દેવો પોતાના ભક્તોની ભક્તિથી રીઝે એવા હોય છે. બીજા કરતા તેને વધારે માનો, અધિક ગુણગાન કરો ત્યારે તે રીઝે છે અને જો તે રીતે તેમની ભક્તિ ન કરો તો પોતાનો પરચો-પ્રભાવ પણ બતાવે છે. જેમ કુમારપાળે કંટકેશ્વરીના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org