________________
૧૫૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ચતુર્વિધ સંઘનું સ્વાથ્ય આજે બગડી રહ્યું છે. પદ, પ્રતિષ્ઠા, પરિગ્રહ, નામના , કીર્તિનું આકર્ષણ એ આંતરિક શૂન્યાવકાશનું ચિહ્ન છે. આંતરિક તૃપ્તિના અભાવમાં જ બાહ્ય સામગ્રી તરફ લક્ષ્ય જાય છે.
ઉપાદાન અનુકૂળ ન થાય ત્યાં સુધી શુભ નિમિત્તોનો સરળ ભાવે સ્વીકાર થતો નથી. શુભ નિમિત્તોમાં દોપ જોનાર જીવનો અનાદિકાલીન વક્ર પરિણામ છે. જેનું ભવભ્રમણ અધિક છે તેવા આત્માઓનું પોતાના ઉપાદાનને તૈયાર કરવા પાછળ દૂર્લક્ષ્ય હોય છે તેમાં જો કે તે આત્માઓનો દોષ દેખાય. છે તો પણ તત્ત્વદૃષ્ટિથી વિચારતાં તો તે ભવિતવ્યતાના હાથનું એક રમકડું જ બની રહેલ છે એટલા માટે વિવેકી અને સમજદાર આત્માએ તેનો અફ્સોસ કરવો યોગ્ય નથી. માધ્યસ્થષ્ટિવાળા જીવોનું આ સમાધાન છે.
न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादि भेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥
તે તે પ્રકારે ઇટાનિષ્ટ નામાદિનો ભેદ હોવા છતાં ભાવસર્વજ્ઞમાં પરમાર્થથી ભેદ નથી એ વાત શ્રત, મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાથી મહાત્માઓએ વિચારવી.
બુદ્ધના ભક્તને બુદ્ધમાં સર્વજ્ઞતાનું જ્ઞાન છે તેથી તેને સર્વજ્ઞ તરીકે બુદ્ધનું નામ ઇષ્ટ છે અને મહાવીરના ભક્તને મહાવીરમાં સર્વજ્ઞતાનું જ્ઞાન છે તેથી તે મહાવીરને સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. પરંતુ વાસ્તવમાં તેમાં કોઈ ભેદ નથી. આ વાત શ્રત, મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાથી વિચારવી અર્થાત. કૃત, ચિંતા અને ભાવનાજ્ઞાનપૂર્વક વિચારવા યોગ્ય છે.
ચોથી દૃષ્ટિને પામેલા આત્માઓ અંદરથી ઉજ્વળ અંત:કરણવાળા બનેલા હોવાથી, તેમજ સ્વરૂપને પામવાનું લક્ષ્ય અને ગુણગ્રાહી દૃષ્ટિના કારણે અતીન્દ્રિય તત્ત્વના માર્ગમાં કેવો વિધેયાત્મક માર્ગ અપનાવે છે અને પોતાની બુદ્ધિને અનુસારે વસ્તુનું કેવું સમાધાન શોધે છે. એ વાત ગ્રંથકાર બતાવી રહ્યા છે.
તેઓ કહી રહ્યા છે કે જીવ જ્યાં સુધી અધ્યાત્મમાં સ્કૂલ દૃષ્ટિવાળો છે ત્યાં સુધી જ એને સર્વજ્ઞમાં ભેદ દેખાય છે કે મારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ છે. તારા સર્વજ્ઞ એ સર્વજ્ઞ નથી પરંતુ જ્યારે મૃતની સાથે મેધા અને અસંમોહ પ્રજ્ઞા ભળે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે આ રીતે સર્વજ્ઞમાં ભેદ જોવો એ તો બરાબર નથી. જીવ પોતે જે વાતાવરણમાં રહીને આગળ વધ્યો હોય અને જેનાથી ભાવિત થયો હોય તેને અનુરુપ તેનામાં સર્વજ્ઞત્વનો નિર્ણય હોય અને તેથી તે તેનામાં સર્વજ્ઞત્વ માને તે સ્વાભાવિક છે અને બીજા સર્વજ્ઞ છે એવું ન સાંભળ્યું હોય અથવા તેમના ઉપદેશનો વિશેષ બોધ ન હોય તેમના વિષયમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org