________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
પ્રામાણિકતાનું ઇનામ બહુ મોટું છે.
મોક્ષમાર્ગમાં આગળ આગળ પ્રયાણ કરવા માટે વિશુદ્ધ પુણ્ય જોઈએ. વિશદ્ધપુણ્ય વિશુદ્ધિથી બંધાય છે. અને તે માટે આશય, ઉપયોગ અને લક્ષ્યની વિશુદ્ધિપૂર્વકનું પંચાચાર પાલન જોઈએ છે. આશય, ઉપયોગ અને લક્ષ્યની વિશુદ્ધિ આત્મિક ક્ષેત્રે પ્રામાણિક બનવાથી આવે છે માટે જ પહેલા ગુણસ્થાનકની વાસ્તવિકતા માટે વૈરાગ્ય જેમ મુક્યો તેમ તે વૈરાગ્યને જ્ઞાનગર્ભિત બનાવનાર પ્રામાણિકતા, પ્રજ્ઞાપનીયતા પણ આવશ્યક છે. સંસારમાં કે અધ્યાત્મમાં પોતાના સ્થાનને વાદાર રહેવામાં બહુ મોટું ઇનામ મળે છે અને અપ્રમાણિક બનનારને નુકશાન પણ તેટલું જ છે. અધ્યાત્મના ક્ષેત્રમાં આવ્યા પછીથી જેને અંદરમાંથી તમામ સંસારની ઇચ્છાઓ, આકાંક્ષાઓ, તૃષ્ણાઓ, નામના, કીર્તિ, પદ, પ્રતિષ્ઠાની લાલસાઓ ઊંડે ઊંડે પણ રહેતી નથી ત્યારે અધ્યાત્મની વિશુદ્ધિ થાય છે અને ત્યારે સાધકને જે પુણ્ય બંધાય છે તે વિશુદ્ધ કક્ષાનું હોય છે જે સાધકની સતત રક્ષા કરે છે. ચારિત્ર જેવા ઉચ્ચ સ્થાનને પામ્યા પછી પણ અંદરની પ્રામાણિકતા ચાલી ગઈ તો તે આત્માઓ કઈ સ્થિતિને પામ્યા તે માટે શાસ્ત્રમાં મંગુ આચાર્ય, સુમંગલ આચાર્ય, જમાલી વગેરેના દૃષ્ટાંતો સુપ્રસિદ્ધ છે.
મંગુ આચાર્ય રસનેન્દ્રિયની આસક્તિમાં ભૂલા પડ્યા અને ખોટો બચાવ કરવા ગયા તો કર્મસત્તાએ તેમને વ્યંતરનિકાયમાં, યક્ષની યોનિમાં દેવ બનાવ્યા. સુમંગલ આચાર્યને એક કમરપટ્ટા ઉપર મમત્વ રહી ગયું અને અંતિમ સમયે પણ આલોચના કરવાની શિષ્યોની હિતશિક્ષાને અવગણી તો કર્મસત્તાએ તેમને સુરા અને સુંદરીઓથી ભરપુર અનાર્ય દેશમાં રાજકુમાર બનાવ્યા અને જમાલીએ પરમાત્માના એક વચનમાં પ્રામાણિકતા ગુમાવી તો કિલ્બિષિક દેવપણું પામ્યા અને નીચે સ્થાને રહેલા આત્માઓ પણ પોતાના સ્થાનને વાદાર રહ્યા તો ઉપર ચડી ગયા. આ જ સંદર્ભમાં ભગવતી સૂત્રમાં લખે છે કે જૈન શાસનના મહાવ્રતોને લીધા પછી તેને વફાદાર ન રહેનાર વધુમાં વધુ પહેલા દેવલોકથી ઉપર જઈ શકતો નથી જ્યારે અન્ય દર્શનની સંન્યાસ દીક્ષા ગ્રહણ કરીને તેને વફાદાર રહેનાર ઉપર ઉપરના દેવલોકમાં જઈ શકે છે.
કર્મયોગનું ભયસ્થાન
૧૫૭
કર્મયોગનું ભયસ્થાન કલિકાલમાં એક દેખાઈ રહ્યું છે કે આત્મા તેમાં એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે કે જેમાં તે પોતાની જાતને- સ્વરૂપને ભૂલી જાય છે એટલે સત્પ્રવૃત્તિઓનો પણ એક સંસાર ઊભો થઈ જાય છે. જ્ઞાનીઓનું એક જ માન છે કે જે કાંઈ કરો તેમાં તમારી જાતને ભૂલો નહિ. તમારા નામ અને રૂપને કેન્દ્રમાં રાખીને કાંઈ કરો નહિ. તમારી દરેક પ્રવૃત્તિઓમાં સ્વરૂપનો ખ્યાલ રાખો કોઈપણ પ્રવૃત્તિની પાછળ આધ્યાત્મિકતાનો સ્પર્શ રહેવો જોઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org