________________
(૧૫૫
યગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કહી રહ્યા છે કે સર્વજ્ઞના ભક્તોથી સર્વજ્ઞની બધી વિશેષતાઓ જણાતી નથી. અને તેથી કોઈ પણ સર્વજ્ઞભક્ત સર્વજ્ઞને વિશેષપણે આશ્રિત નથી પણ બધા જ સર્વજ્ઞને સામાન્યથી જ આશ્રય કરીને રહેલા છે.
तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६ ॥
સર્વજ્ઞનો વિશેષપણે કોઈ જ ભક્ત ન હોવાથી અર્થાત્ બધા ગુણોના જ્ઞાનપૂર્વક સર્વજ્ઞનો આરાધક કોઈ ન હોવાથી જે કોઈ છમસ્થભક્ત સામાન્યપણે પણ આ સર્વજ્ઞને સ્વીકારે છે અર્થાત સામાન્યથી પણ સર્વજ્ઞની ભક્તિ કરે છે તે વિચારકોની દૃષ્ટિએ તે અંશથી અર્થાત્ સર્વજ્ઞની સામાન્યની ભક્તિની અપેક્ષાએ નિર્ચાનું = વાસ્તવમાં તુલ્ય છે = સમાન છે.
સર્વજ્ઞત્વ જાતિથી - સર્વજ્ઞના ગુણોથી જેમ બધા સર્વજ્ઞો એક છે તેમ સર્વજ્ઞની ભક્તિની અપેક્ષાએ બધા ભક્તોમાં એકત્વ છે. બધા જ સર્વજ્ઞભક્તો પોતપોતાના સ્થાન અને ક્ષયોપશમના ઉચિતપણા વડે કરીને સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં તત્પરપણે વર્તે છે.
' અર્થાત કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે બધાની શક્તિ, સંયોગો, પુણ્ય, અવસ્થાઓ જુદી જુદી છે. બધા આત્માઓ ગુણોના ઉપાસક અને ગુણોના પૂજક હોવા છતાં બધા એક સરખું દાન, શીલ, તપ, પરમાત્મભક્તિ વગેરે કરી શકતા નથી. વળી બધા જ આત્માઓ બધા જ યોગો સાધી શકે તેવું પણ હોતું નથી. ગુણોની ઉપાસના અને ગુણોની ઝંખના હોવા છતાં સંસારની ઉપાધિમાં પડેલા આત્માઓમાં આ બધી ભિન્નતા તો રહેવાની જ. તેમજ એક જ ભક્તિયોગ વગેરે આરાધતા જીવોમાં પણ મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતા - ચઢ ઉતરપણું પણ રહે છે. બાહ્ય પુણ્યના ઉદયથી મળેલ સામગ્રીઓ અને શક્તિમાં વણ ઓછાવત્તાપણું જોવા મળે છે તેથી બધા જ સર્વજ્ઞભક્તોમાં ભક્તિ વગેરેમાં દેશકાળાદિ સંયોગોને કારણે ફેરફાર તો દેખાવાનો જ. પરંતુ તે બધા જ એક જ સર્વજ્ઞના ઉપાસક છે તેનું કારણ એ છે કે બધાનું લક્ષ્ય વીતરાગતા, મોક્ષ અને ગુણોની પ્રાપ્તિ છે અને આ લક્ષ્ય સાથે જ તેઓ પોતપોતાના ઇષ્ટ દેવોને સર્વજ્ઞ માનીને ભજી રહ્યા છે અને વળી આમ હોવા છતાં બધા જ ભક્તો સર્વજ્ઞના સામાન્યથી જ ઉપાસક છે કારણ કે વિશેષ રીતે એટલે કે સંપૂર્ણરીતે તેના સ્વરૂપને તેઓ ગ્રહણ કરવા માટે અસમર્થ છે. તેને જાણવા માટે શક્તિમાન નથી. સંપૂર્ણ રીતે તેને જાણનાર તો તે તેમના જેવો જ થઈ જાય છે પછી તે સર્વજ્ઞભક્ત રહેતો નથી.
यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ॥ १०७ ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org