________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૫૩ એકલા જ્ઞાનથી સંસાર ચાલતો નથી પણ જ્ઞાન દ્વારા વસ્તુનો બોધ થયા પછી જીવ વિષયોને ઇચ્છે છે અને તેના માટે પુરુષાર્થ કરે છે માટે સંસાર ચાલે છે. જ્ઞાન તો વસ્તુનું પ્રકાશન કરે છે. તે વસ્તુને જાણ્યા પછી તેણે કઈ દિશા પકડવી તે તેના ઉપર આધારિત છે. ઔદયિકભાવે સંસારની ઇચ્છા થાય છે જ્યારે ક્ષયોપશમભાવે જીવ મોક્ષને ઇચ્છે છે.
આમ પંદરસો તાપસીને કલાસનાથના દર્શન કરવાની ઇચ્છાની તીવ્રતા ઉપર વિશદ્ધિ વધતા અને પુણ્યાનુબંધી પુણ્ય પ્રબળ બનતા એવા નિમિત્તોનું નિર્માણ થયું કે પંદરસો થોડા જ કાળમાં કેવલજ્ઞાન પામ્યા
આ કેવી રીતે બન્યું?
જ્ઞાની કહે છે કે જેને દેહના જ દર્શન થાય છે તેને અંદરમાં રહેલ દેવના દર્શન કેવી રીતે થશે? માટે હે જીવ! હવે તું એવું કર કે જે કર્યા પછી કશું કરવાનું બાકી ન રહે.
મતિજ્ઞાનના ઉપયોગમાં આશય, ઉપયોગ અને લક્ષ્યની તીવ્રતાથી કોઈ પણ યોગથી કોઈ પણ ગુણમાં રસની પરાકાષ્ઠા થતાં ક્ષપકશ્રેણી મંડાય છે. વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપ, સંયમ, પશ્ચાત્તાપ, આલોચન વગેરે એક એક વિકલ્પમાં રસ રેડતાં શીખવાનું છે. અને તે રસ કેવી રીતે તીવ્રતાને પામે તેનો જ સતત વિચાર કરવાનો છે. અત્યાર સુધીમાં જે જે આત્માઓએ પકશ્રેણી માંડી છે તે કેવી રીતે માંડી હશે? શું વિચાર્યું હશે? કેવા ભાવો કર્યો હશે? તેની વારંવાર તપાસ કરવાથી લાભ થાય છે.
પ્રસ્તુતમાં ચોથી દષ્ટિને પામેલા જીવો અંતર્મુખતાને વરેલા હોય છે તેથી તેઓ એક માત્ર પોતાના સાધ્યને જ સાધવામાં તત્પર હોય છે. બીજા શું કરે છે? અથવા તો તેમણે શું કરવું જોઈએ? આવી વિચારધારાથી તેઓ રહિત હોય છે.
અંતર્મુખ દૃષ્ટિ, શાંત સ્વભાવ, કષાયોનો ઉપશમ, ગુણગ્રાહિતા, ગુણાનુરાગ, માદયસ્થતા, પ્રજ્ઞાપનીયતા, સ્વરૂપનું લક્ષ્ય, તેને અનુરૂપ જાગૃતિ, પુરુષાર્થ –આ બધું મેથી દષ્ટિમાં હોય છે. આ હોવા છતાં ગ્રંથિભેદ નહિ થયેલો હોવાના કારણે સૂક્ષ્મ બોધનો અહિંયા અભાવ વર્તે છે.
આ દૃષ્ટિમાં વર્તતા સાધકો બધા સર્વજ્ઞના જ ઉપાસક છે કારણ હૃદય પરમાત્માને અર્પણ થયેલું છે. કોઈ પણ કાળે બુદ્ધિથી મોક્ષ મળતો નથી. હૃદયથી મળે છે. અભેદતત્ત્વ કેવલજ્ઞાન સાથે હૃદય અભેદ થાય છે બુદ્ધિ નહિ. હૃદયને મોહનીય કર્મ સાથે સંબંધ છે. બુદ્ધિને જ્ઞાનાવરણીય કર્મ સાથે સંબંધ છે. બુદ્ધિ કરતાં હૃદય ઘણું ચઢી જાય છે. બુદ્ધિથી અનર્થ પણ કરી શકાય છે પરંતુ હૃદય તો કોમળ છે તે અનર્થ કરી શકતું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org