________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૫૧ સંસાર છે (૨) સાધુને દેહ સંસાર અને મોહસંસાર છે તેઓ મોહનો નાશ કરવા માટે ત્યાગી બન્યા છે, સાધક છે, હજુ મોહનો નાશ કર્યો નથી (૩) જ્યારે ગૃહસ્થ બધી રીતે સંસારી છે.
આત્મદર્શી પુરુષ લખે છે કે - કર્મબંધ છે ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અભ, ગચ્છમતની કલ્પના, તે નહિ સવ્યવહાર ભાન નહીં નિજપનું, તે નિશ્ચય નહિ સાર. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापना इति न्यायगति परा ॥ १०४ ॥
તત્ત: = બધા સર્વજ્ઞો જાતિથી એક જ હોવાથી તણ્ય - તે સર્વજ્ઞની સામાન્યરૂપે જેટલા સર્વજ્ઞભક્તોની પ્રતિપત્તિઃ - ભક્તિ છે તે બધા અનુયાયીઓ મુખ્ય સર્વજ્ઞને જ પ્રાપ્ત થયેલા છે. એ પ્રધાન ન્યાયની રીતિ છે અર્થાત્ એ શ્રેષ્ઠ ન્યાય માર્ગ છે.
તમન્તરે તત્પતિપરિસિદ્ધઃ કારણ કે મુખ્ય સર્વજ્ઞત્વ વિના સર્વજ્ઞની ભક્તિ ઘટી શકતી નથી.
સર્વજ્ઞપણું જગતમાં એક જ છે અને સર્વજ્ઞપણાના કારણે ભક્તિ કરનારા સર્વજ્ઞભક્તો છે પણ આ શિવ છે, આ બ્રહ્મા છે માટે ભક્તિ કરતા નથી અર્થાત સર્વજ્ઞભક્તોની શિવત્વ, મહાવીરત્વાદિ રુપેણ ભક્તિ નથી પરંતુ સર્વજ્ઞત્વેન ભક્તિ છે.
સામાન્યથી એટલા માટે કહ્યું કે વિશેષથી સંપૂર્ણપણે સર્વજ્ઞપણાનું જ્ઞાન કોઈપણ છદ્ભસ્થ સર્વજ્ઞભક્તને સંભવિત જ નથી. સંપૂર્ણપણે સર્વજ્ઞપણાનું જ્ઞાન થઈ જાય તો તો પોતે જ સર્વજ્ઞ બની જાય તેથી તેના અનુયાયીઓને વાવતાં તન્નાંતરીયામપિ = કે જે જૈનદર્શન કે ઇતરદર્શન કોઈમાં પણ રહેલા હોય તે સઘfઓને સર્વજ્ઞની સામાન્યથી જ ભક્તિ સંભવે છે.
આના દ્વારા જેઓ કુલાચારથી કે મમત્વાદિના કારણે પોતપોતાના દેવ કૃષ્ણ, મહાવીરાદિને માને છે તેઓ સર્વજ્ઞના ઉપાસક નથી તેથી પવિતા પદથી તેઓનું ગ્રહણ થતું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org