________________
૧૫ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ યોગની ચોથી દ્રષ્ટિમાં વર્તતા જીવો પોતે જ્યાં રહ્યા હોય ત્યાં પણ તેઓને મોક્ષનું લક્ષ્ય બંધાઈ ગયેલું હોવાના કારણે પોતે પોતાના ઇષ્ટ દેવને સર્વજ્ઞા માનીને જ ભક્તિ કરે છે. તેઓનું અંતઃકરણ વિશુદ્ધ અને નિર્મળ બનેલું હોવાને કારણે સર્વત્ર આ આત્માઓ ગુણને જ જોવાના સ્વભાવવાળા છે અને જે રીતે ગુણની પ્રાપ્તિ અને આત્મવિકાસ થાય તે રીતે કરવાનું તેઓનું લક્ષ્યા હોય છે.
જેમ કે ૧૫૦૦ તાપસો પહેલે ગુણઠાણે રહેલા હોવા છતાં સ્વરૂપને, મોક્ષને પામવાનું લક્ષ્ય દૃઢ થઈ ગયું હતું તો તેમણે કેવો પુરુષાર્થ કર્યો ? જ્યારે તેમણે સાંભળ્યું કે જેઓ પોતાની શક્તિના બળે અષ્ટાપદના આઠ પગથિયા ચડી ઉપર કૈલાસનાથના દર્શન કરે છે તે આત્માઓ તે જ ભાવમાં મોક્ષ પામે છે. તો તેઓએ તે પગથિયા ચઢવા જાલિમ પુરુષાર્થ કર્યો.
૫૦૦-૫૦૦ તાપસોની ત્રણ ટૂકડીઓ છે. જેમાં એક ટૂકડી અટ્ટમના પારણે અટ્ટમ કરે છે. પારણે સૂકાઈને અચિત્ત થયેલી સેવાળ અને સૂર્યની ગરમીથી અચિત્ત થયેલું પાણી પીએ છે. તે ત્રીજા પગથિયા સુધી છે. બીજી ટૂકડી છઠ્ઠના પારણે છઠ્ઠ કરી ચઢે છે તો તે બીજા પગથિયા સુધી આવી છે અને ત્રીજી ટૂકડી ઉપવાસના પારણે ઉપવાસ કરી આગળ વધે છે તે પહેલા પગથિયા સુધી આવી છે.
આ પંદરસો તાપસો પહેલા ગુણઠાણે હોવા છતાં યોગની ચોથી દૃષ્ટિને પામેલા છે. તેઓનો મનોયોગ અત્યંત વિશુદ્ધ થયેલો છે. એક માત્ર કેલાસનાથને ભેટવાની, તેના દર્શન કરીને આત્માને પાવન કરવાની સમ્યક્ ઇચ્છાનું જોર એટલું બધુ તીવ્ર બન્યું છે કે જેના કારણે મતિજ્ઞાનના ઉપયોગમાંથી કચરા જેવી બધી અસતુ ઇચ્છાઓ કે જે સંસારવર્ધક છે, તેને કચડી નાંખી છે અને આ ઇચ્છાના બળ ઉપર મનોયોગને વિશુદ્ધ, બળવાન અને સાત્વિક બનાવી રહ્યા છે. મતિજ્ઞાનના ઉપયોગમાં આ ઇચ્છાના બળ ઉપર વીતરાગતાને ઘંટી રહ્યા છે.
અધ્યાત્મના માર્ગમાં જ્ઞાન સમ્યગ્ર ઇચ્છાને પેદા કરવા માટે છે અને અસત ઇચ્છાને કચડવા માટે છે. જ્ઞાન દ્વારા અસત ઇચ્છાઓ ન નીકળે અને સમ્યફ ઇચ્છા ન પ્રગટે તો જ્ઞાન સમ્યગું બનતું નથી. અભવ્યને વારિત્રકાળમાં નવપૂર્વનું જ્ઞાન થવા છતાં પણ તેનું જ્ઞાન તેને મોક્ષની ઇચ્છા પ્રગટાવી શકતું નથી માટે તેનું જ્ઞાન સમ્યગ બનતું નથી. જ્યારે અષ્ટપ્રવચન માતાનો જાણકાર પણ પોતાના જ્ઞાન દ્વારા સંસારની અસારતા જાણે છે અને મોક્ષને ઝંખે છે તો તે જ્ઞાની છે. તેનું જ્ઞાન સમ્ય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org