________________
૧૫૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 પરમાત્મભક્તિ ઉપર જબરજસ્ત પ્રકાશ પાથરેલ છે તેમજ તેઓ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ પ્રત્યે અતિશય આદર અને બહુમાન ધરાવતા હતા. ઉપાધ્યાયજી મ.સા.ના જ્ઞાનસાર ગ્રંથ ઉપર તેમણે ખૂબ જ તાત્ત્વિક જ્ઞાનમંજરી ટીકા લખી છે.
અધ્યાત્મના માર્ગમાં કેવલજ્ઞાનના લક્ષે સાધના કરવાની છે. સાધ્ય, સાધના, સાધક અને સાધન આ ચારનો પરસ્પર સંબંધ છે. ધર્મના સાધનો પુદ્ગલના બનેલા છે. પુદ્ગલ દ્વત તત્ત્વ છે. જે અનંત ભેદે છે. તેની રમત વિચિત્ર છે. ભગવાન પણ તેને પહોંચ્યા નથી પણ તેનાથી છૂટી ગયા છે. ધર્મને ચલાવવા અને ધર્મને કરવા માટે તે તે કાળના મહાપુરુષોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુરૂપ સાધન બતલાવ્યા છે. જે કાળભેદે થોડો ઘણો ફાર પામે છે અર્થાત તેના મૂળભૂત સ્વરૂપમાં પાયાનો ફાર ન હોવા છતાં તેમાં કાંઈક ફાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળને કારણે થાય છે. પણ તેના દ્વારા સાધ્યને પામવાનું છે. પણ સાધનને માટે ઝઘડવાનું નથી. પ્રભુ કેવલજ્ઞાન દ્વારા પુદ્ગલદ્રવ્યનું દ્વતપણું કે જે અનંતભેદ છે તે જાણે છે છતાં કહી શકતા નથી. એવી આ દ્રતની વિચિત્રતા છે. સાઘનના ઝઘડા કરીને સાધ્યનો ભોગ કદાપિ લેવાય નહિ.
એક કરોડ રૂા. ના ખર્ચે પણ દેહને તો બચાવવાનો જ હોય. દેહના ભોગે એક કરોડ રૂ. ના બચાવાય કારણ કે જો દેહ નથી તો પછી એક કરોડનો ભોગવટો કોણ કરશે? તે જ રીતે ઇન્દ્રિયના ભોગે પણ શરીરને તો બચાવવાનું જ હોય પણ ઇન્દ્રિયને બચાવવા કાંઈ શરીરનો ભોગ ન લેવાય.
કેવલજ્ઞાન આપણા બધા પાસે વિધમાન છે પણ અનુભવ નથી. જ્યારે ચક્રવર્તીપણું છે નહિ પણ તેવા ભાવ કરો તો અંદરમાં કર્મરૂપે બંધાય. ચક્રવર્તીપણું નથી - છે - નથી. જે વસ્તુ વિનાશી છે તે હોય તો પણ નથી કહેવાય. કારણ કે રહેવાની નથી જ્યારે જે વસ્તુ અવિનાશી છે તે ન હોય તો પણ છે એમ કહેવાય. કારણ કે સાચા અર્થમાં છે.
સંસારમાં ઘણું દુ:ખ છે પરંતુ થોડું સુખ પણ છે જ્યારે મોક્ષનું સુખ તો જોયું નથી, જાણ્યું નથી તો પ્રત્યક્ષ સુખ છોડી પરોક્ષ સુખને શા માટે પકડવાનું ? આવી શંકાના સમાધાનમાં જ્ઞાની પુરુષો જણાવે છે કે આત્મા જ્ઞાયક અને વેદક છે. સુખ, દુ:ખ અને આનંદ આ ત્રણ ભેદ વેદનના છે. કોઈ પણ જીવ . ક્યારે પણ આ ત્રણ વેદનમાંથી એક વેદનવાળો હોય જ. જો મૂળમાં આનંદવેદન નહિ હોય તો સંસારી જીવમાં સુખવેદન ક્યાંથી આવશે?
સંસાર ત્રણ ભેદ છે (૧) દેહ સંસાર (૨) મોહ સંસાર (૩) મોહને રમવા માટેના સાધન ઘર-બાર-પૈસા વગેરે – તે પરિગ્રહ સંસાર,
(૧) સીમંધર સ્વામી પણ સંસારી. કારણ દેહ છે માટે - તેમને દેહરૂપ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org