________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 જ્ઞાન વિશેષ ન હોવા છતાં ૧૫૦૦ તાપસોએ જે મોક્ષ મેળવ્યો છે તે હૃદયની કેળવણીથી મેળવ્યો છે. જીવ માત્ર પાસે સત્તામાં કેવળજ્ઞાન પડેલું છે તો જીવ માત્ર પાસે ક્ષયોપશમભાવ ન હોય? સમકિત એ માત્ર જૈન સંપ્રદાય કે ગચ્છની મોનોપોલી નથી જેને તત્ત્વની જિજ્ઞાસા તીવ્ર થાય તેને જ્ઞાનનો ક્ષયોપશમ થઈ શકે છે.
विशेषस्तु पुनस्तस्य कात्स्र्त्स्न्येनासर्वदर्शिभिः ।
૧૫૪
सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥
=
જે કારણથી બધા છદ્મસ્થો વડે તે સર્વજ્ઞનો સંપૂર્ણભેદ જણાતો નથી કારણ કે તવર્ણનાત્ સર્વજ્ઞ દેખાતા નથી. અને શ્રેણિકાદિને સર્વજ્ઞ દેખાતા હોવા છતાં પણ તખ્તાનાઽમતે: - તેઓના - જોનારાઓના જ્ઞાનનો તે વિષય બનતો ન હોવાથી છદ્મો વડે સર્વજ્ઞની સંપૂર્ણ વિશેષતા જાણી શકાતી નથી.
મોટે ભાગે તો જીવો સર્વજ્ઞને પ્રત્યક્ષ સાક્ષાત્ રૂપે જોઈ શકતા નથી. તેથી તેમને તેમના સંપૂર્ણ ગુણો કેવા હોય તેનો યથાર્થ બોધ થતો નથી અને જે જીવો પ્રત્યક્ષરૂપે જૂવે છે તે પણ પોતે અસર્વજ્ઞ હોવાથી સર્વજ્ઞની જે સંપૂર્ણ વિશેષતા છે તેને જાણી શકતા નથી અને તેથી વિશેષરૂપે તો કોઈપણ જીવ સર્વજ્ઞનો આશ્રય કરતા નથી. અર્થાત્ સર્વજ્ઞના ભક્તો- છદ્મસ્થ જીવો સર્વજ્ઞપણાના સંપૂર્ણસ્વરૂપના બોધવાળા હોતા નથી.
બત્રીસી ૨૩/૧૬ માં ઉપાધ્યાયજી મ. સાહેબ
છદ્મસ્થ ભક્તોથી સર્વજ્ઞની સર્વ પ્રકારે = બધી વિશેષતા જણાતી નથી તેથી પૃથ્વી પર = જગતમાં કોઈ પણ છદ્મસ્થ ભક્ત તે સર્વજ્ઞનો વિશેષપણે
આશ્રય કરીને રહેલો નથી. સર્વજ્ઞમાં રહેલ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, પૂર્ણ આનંદ વગેરે સર્વ વિશેષતાઓ છદ્મસ્થના જ્ઞાનમાં જણાતી નથી કારણકે તે છદ્મસ્થના જ્ઞાનના વિષયની બહાર છે.
છદ્મસ્થનું જ્ઞાન મોહનીયકર્મના ઉદયે વિકારી બનેલું છે અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયે વિનાશી બનેલું છે. વિકારી અને વિનાશી એ બંનેમાં ફેર છે.
કપડું મેલું છે, તે વિકારીભાવ છે, કપડું ફાટયું છે, તે વિનાશીભાવ છે.
જ્યાં સુધી છાક્ર્મસ્થિક જ્ઞાન છે અર્થાત્ મતિજ્ઞાન છે ત્યાં સુધી તે અપૂર્ણ છે પછી ભલે ગમે તેટલું શ્રેષ્ઠ હોય તો પણ તે મતિજ્ઞાન અનંતમાં ભાગનું જ જ્ઞાન કરાવે છે અને તેથી સર્વજ્ઞની ઉપાસના કરવાવાળા સર્વજ્ઞના ભક્તોનું જ્ઞાન પણ મર્યાદિત જ હોવાથી તે અલ્પજ્ઞાનથી સર્વજ્ઞતત્ત્વની બધી જ વિશેષતાઓ કેવી રીતે જાણી શકે ? અર્થાત્ ન જ જાણી શકે અને તેથી અહિંયા ગ્રંથકાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org